Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Karan Johar Disease: આખરે કરણ જોહરે જાહેર કર્યો એ રાજ, જે 8 વર્ષની ઉંમરથી તેમણે અકબંધ રાખેલો

Karan Johar Disease: બોલિવૂડ સ્ટાર્સ અવારનવાર તેમના જીવન સાથે જોડાયેલી વાતો શેર કરે છે. ફેન્સ પણ પોતાના ફેવરિટ સ્ટાર્સ વિશે બધું જાણવા આતુર હોય છે. હાલમાં જ બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મમેકર Karan Johar એ પણ પોતાના જીવન વિશે ચોંકાવનાર ખુલાસો કર્યો...
karan johar disease  આખરે કરણ જોહરે જાહેર કર્યો એ રાજ  જે 8 વર્ષની ઉંમરથી તેમણે અકબંધ રાખેલો

Karan Johar Disease: બોલિવૂડ સ્ટાર્સ અવારનવાર તેમના જીવન સાથે જોડાયેલી વાતો શેર કરે છે. ફેન્સ પણ પોતાના ફેવરિટ સ્ટાર્સ વિશે બધું જાણવા આતુર હોય છે. હાલમાં જ બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મમેકર Karan Johar એ પણ પોતાના જીવન વિશે ચોંકાવનાર ખુલાસો કર્યો છે. તો વાત વિશે જાણીને સૌ કોઈ લોકો સ્તંભ રહી ગયા છે. ત્યારે ચાલો જાણીએ કે ફિલ્મમેકર Karan Johar કઈ બીમારીને કારણે પીડિત છે.

Advertisement

  • Karan Johar એ નિષ્ફળતાઓ વિશે વાત કરી

  • બીમારીને કારણે તે પૂલમાં જવાથી પણ ડરે છે

  • Karan Johar ને 2 વર્ષ પહેલા પેનિક એટેક આવ્યો

તાજેતરમાં જ ફિલ્મમેકર Karan Johar એ વરિષ્ઠ પત્રકાર ફેસ ડિસોઝા સાથે તેમના જીવન વિશે વાત કરી હતી. આ સમય દરમિયાન Karan Johar એ પોતાના જીવનની નિષ્ફળતાઓ વિશે વાત કરતા ઘણી વાતો શેર કરી છે. Karan Johar એ જણાવ્યું કે તે માત્ર 8 વર્ષની ઉંમરથી બોડી ડિસમોર્ફિયા ડિસઓર્ડરથી પીડિત છે. હા, Karan Johar નાની ઉંમરથી જ આ બીમારી સામે ઝઝૂમી રહ્યો છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે ચાહકોને અત્યાર સુધી કરણની આ બીમારી વિશે ખબર નહોતી.

 

View this post on Instagram

 

A post shared by Karan Johar (@karanjohar)

Advertisement

બીમારીને કારણે તે પૂલમાં જવાથી પણ ડરે છે

કરણે કહ્યું કે આ બીમારીના કારણે તેને ઘણી બધી બાબતોનો સામનો કરવો પડે છે. ફિલ્મમેકરે જણાવ્યું કે આ બીમારીને કારણે તે પૂલમાં જવાથી પણ ડરે છે. તે કહે છે કે તે ગમે તેટલું વજન ઓછું કરે, તેને હંમેશા લાગે છે કે તે જાડા છે. એટલું જ નહીં Karan Johar એ આગળ કહ્યું કે તે નથી ઈચ્છતો કે કોઈ તેના શરીરનો કોઈ ભાગ જુએ. એટલા માટે તેઓ વધારે પડતા ખુલતા કપડાં પહેરે છે.

Karan Johar ને 2 વર્ષ પહેલા પેનિક એટેક આવ્યો

Karan Johar એ વધુમાં કહ્યું કે તેણે દવાઓ દ્વારા બીમારીને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો છે. જોકે, તે હજુ પણ તેમાંથી સંપૂર્ણ રીતે બહાર આવી શક્યો નથી. કારણ કે... Karan Johar એ કહ્યું કે તેને સેક્સ દરમિયાન પણ લાઇટ બંધ કરવી પડે છે. એટલું જ નહીં આ દરમિયાન કરણે એ પણ શેર કર્યું કે તેને 2 વર્ષ પહેલા પેનિક એટેક આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો: ANANT AMBANI ના સંગીતમાં ભારતના ખેલાડીઓ શા માટે થયા ભાવુક? વાંચો અહેવાલ

Tags :
Advertisement

.