Kalki 2898 AD ફિલ્મે RELEASE પહેલા જ મચાવી ધમાલ, અમેરિકામાં બનાવ્યો આ રેકોર્ડ
Kalki 2898 AD Collection : અમિતાભ બચ્ચન, પ્રભાસ અને દીપિકા પાદુકોણની ફિલ્મ Kalki 2898 AD હવે સિનેમાઘરોમાં રીલિઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મ 27 જૂનના રોજ આવવાની છે. ફિલ્મને જ્યારે હવે સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે ત્યારે ફિલ્મનું એડવાંસ બૂકિંગ હવે શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મનું એડવાંસ બૂકિંગ શરૂ થતાની સાથે જ તેને વિદેશમાં ધૂમ મચાવી દીધી છે. ઉત્તર અમેરિકામાં ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. અત્યાર સુધીમાં ડિસ્ટ્રીબ્યુટરે 77 હજારથી વધુ ટિકિટો વેચી છે અને ફિલ્મની રિલીઝ પહેલા જ $2.6 મિલિયનની ટિકિટનું વેચાણ કર્યું છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત
અમેરિકામાં વેચી નાખી 70 હજાર કરતાં વધારે ટિકિટ
77,777+ Tickets Sold in North America 🙏🏻🙏🏻🔥🔥#Prabhas is taking the box office by storm with audience flocking to see the Rebel Star in action in 3 more days 💥💥💥#Kalki2898AD @VyjayanthiFilms @Kalki2898AD pic.twitter.com/izAN1Pbmwd
— Prathyangira Cinemas (@PrathyangiraUS) June 23, 2024
Kalki 2898 AD ફિલ્મની ટિકિટનું વેચાણ અમેરિકામાં પ્રથ્યાંગીરા સિનેમાસ કરી રહ્યું છે. તેમણે આ ફિલ્મના એડવાંસ બૂકિંગને લઈને તેમને આંકડા આપ્યા છે. X પર પોસ્ટ શેર કરતી વખતે તેણે લખ્યું, 'ઉત્તર અમેરિકામાં 77,777+ ટિકિટ વેચાઈ છે. પ્રભાસની ફિલ્મ રિલીઝ પહેલા જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે અને દર્શકો આ ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. ચોક્કસપણે આ ફિલ્મની કમાણી ખૂબ જ સારી રહેશે તેમાં કોઈ પણ શંકા નથી. ઉલ્લેખનીય છે કે, 600 કરોડના બજેટ સાથે બનેલી Kalki 2898 AD અત્યાર સુધીની સૌથી મોંઘી ભારતીય ફિલ્મ બનવા જઈ રહી છે.
ખૂબ જ રસપ્રદ છે ફિલ્મનો વિષય
Kalki ફિલના ટ્રેલરની લોકો ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. લોકો ભારતીય MYTHOLOGY ની વાર્તાને જોવા માટે દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે. કલ્કિ ફિલ્મની વાર્તાની વાત કરીએ તો, પુરાણો અનુસાર કળિયુગમાં ધર્મની સ્થાપના કરવા માટે કલ્કિ અવતારનો જન્મ થશે અને આ કથા બતાવવામાં આવશે જ્યાંથી અધર્મની અનિષ્ટની શરૂઆત થશે. નાગ અશ્વિન દ્વારા ડાઇરેકટેડ Kalki 2898 AD માં પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, કમલ હાસન અને દિશા પટણી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
આ પણ વાંચો : Sonakshi Sinha-Zaheer Iqbal Wedding: આખરે લાંબાગાળા ચાલી રહેલા વિવાદો વચ્ચે Sonakshi-Zaheer લગ્નના તાંતણે બંધાયા