Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વીકેન્ડમાં કમલ હાસનનો દબદબો, 'વિક્રમ' 100 કરોડની ક્લબમાં સામેલ

કમલ હાસનની ફિલ્મ 'વિક્રમ'એ બોક્સ ઓફિસ પર જબરદસ્ત ઓપનિંગ કરી છે. સાથે જ  વીકએન્ડ પર પણ આ જ ટ્રેન્ડ ચાલુ રહ્યો છે. 'વિક્રમ' માં કમલ હાસનની સાથે એક્ટર વિજય સેતુપતિ અને ફહદ ફાસિલ પણ મહત્વની ભૂમિકામાં છે. કમલ હાસનની ફિલ્મની સાથે અક્ષય કુમારની 'સમ્રાટ પૃથ્વીરાજ' શુક્રવારે જ સિનેમાઘરોમાં આવી છે. જોકે, અક્ષયની ફિલ્મનું પ્રદર્શન અપેક્ષા મુજબનું રહ્યું નથી. તેની સામે 'વિક્રમ'ની ટક્કરે 'સમ્રાટ
વીકેન્ડમાં કમલ હાસનનો દબદબો   વિક્રમ  100 કરોડની ક્લબમાં સામેલ
Advertisement
કમલ હાસનની ફિલ્મ 'વિક્રમ'એ બોક્સ ઓફિસ પર જબરદસ્ત ઓપનિંગ કરી છે. સાથે જ  વીકએન્ડ પર પણ આ જ ટ્રેન્ડ ચાલુ રહ્યો છે. 'વિક્રમ' માં કમલ હાસનની સાથે એક્ટર વિજય સેતુપતિ અને ફહદ ફાસિલ પણ મહત્વની ભૂમિકામાં છે. કમલ હાસનની ફિલ્મની સાથે અક્ષય કુમારની 'સમ્રાટ પૃથ્વીરાજ' શુક્રવારે જ સિનેમાઘરોમાં આવી છે. જોકે, અક્ષયની ફિલ્મનું પ્રદર્શન અપેક્ષા મુજબનું રહ્યું નથી. તેની સામે 'વિક્રમ'ની ટક્કરે 'સમ્રાટ પૃથ્વીરાજ'ની મુશ્કેલીઓ વધારવાનું જ કામ કર્યું છે. 'વિક્રમ'ને માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં સારો પ્રતિસાદ મળ્યો છે. 
કોલીવુડની સૌથી મોટી હિટ
ક્રિટિક્સે વિક્રમને સારા રિવ્યુ આપ્યા છે. તેની વાર્તાથી લઈને કલાકારોના અભિનયના વખાણ થયા છે. વિક્રમ 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગયી છે. ફિલ્મના વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો તેણે 150 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ઈન્ડસ્ટ્રી ટ્રેકર શ્રીધર પિલ્લઈએ ટ્વિટ કર્યું કે વિક્રમ યુનિવર્સલ હિટ થઈ ગઈ છે. કમલ હાસનની એક્શન અને દિગ્દર્શક લોકેશ કનાગરાજની આ ફિલ્મે વિશ્વભરમાં 150 કરોડનું કલેક્શન કર્યું છે. એકલા ભારતમાં તેનો બિઝનેસ 100 કરોડથી વધુ છે. કોરોના મહામારી પછી કોલીવુડની આ સૌથી મોટી હિટ ફિલ્મ છે. 
 હિન્દી વર્ઝન વધુ કલેકેશન નથી કરી શક્યું 
'વિક્રમ' તેલુગુ, તમિલ, હિન્દી અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ કરાઇ છે. ફિલ્મના હિન્દી વર્ઝનનું કલેક્શન એટલું સારું રહ્યું નથી. ટ્રેડ એનાલિસ્ટના મતે 'વિક્રમ'નું હિન્દી વર્ઝન 3 દિવસમાં માત્ર 2 કરોડનું જ કલેક્શન થઇ શક્યું છે. કદાચ તેનું કારણ એ પણ હોઇ શકે કે  હિન્દી ભાષી રાજ્યોમાં 'વિક્રમ'ને વધુ પ્રમોટ કરવામાં આવી ન હતી. જો આવું થયું હોત તો ફિલ્મનું કલેક્શન હજુ વધી શક્યું હોત. 
Tags :
Advertisement

Related News

featured-img
video

Surat : ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો

featured-img
video

Dhanera ના MLA અને પૂર્વ MLA એ લગાવ્યો ગંભીર આરોપ

featured-img
video

દેવભૂમિ દ્વારકાના સાત ટાપુઓ થયા દબાણ મુક્ત

featured-img
video

Rajkot: દીકરીને કરાટેની તાલીમ આપવી છે પણ... Rani Laxmibai Yojana માં ગોલમાલ!

featured-img
video

Panchmahal : હાલોલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે મોટી કાર્યવાહી

featured-img
video

Surat : Birsamunda University ભરતીને લઈ વિરોધ, Manish Doshi એ આ મુદ્દે શું કહ્યું?

×

Live Tv

Trending News

.

×