Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Jasmin Bhasin ને અચાનક દેખાતું થયું બંધ, કહ્યું - હું ખૂબ જ પીડામાં હતી અને..

ટીવી જગતની લોકપ્રિય અભિનેત્રી Jasmin Bhasin ને લઈને હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. Jasmin Bhasin ના આ સમાચાર આવતાની સાથે જ તેના ફેન્સ ચિંતાતુર થઈ ગયા છે. જસ્મિનને આંખોમાં ઇજા થતા તેને અચાનક દ્રષ્ટિ ગુમાવવી પડી છે. હાલ...
03:56 PM Jul 21, 2024 IST | Harsh Bhatt

ટીવી જગતની લોકપ્રિય અભિનેત્રી Jasmin Bhasin ને લઈને હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. Jasmin Bhasin ના આ સમાચાર આવતાની સાથે જ તેના ફેન્સ ચિંતાતુર થઈ ગયા છે. જસ્મિનને આંખોમાં ઇજા થતા તેને અચાનક દ્રષ્ટિ ગુમાવવી પડી છે. હાલ જસ્મિન તેના જીવનના ખૂબ જ કપરા સમયમાંથી પસાર થઈ રહી છે. તે તેના આંખની ઇજાના કારણે ખૂબ જ પીડામાં છે. મળતી માહિતીના અનુસાર, જસ્મિનને કોન્ટેક્ટ લેન્સને કારણે આંખોના કોર્નિયાને નુકસાન થયું હતું. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

Jasmin Bhasin સાથે કેવી રીતે બની આ ઘટના

પ્રાપ્ત અહેવાલોના અનુસાર, જસ્મિન તેના દિલ્હીના કાર્યક્રમમાં જઈ રહી હતી, ત્યાં તેને પ્રોગ્રામમાં જતા પહેલા લેન્સ પહેર્યા હતા. આ લેન્સ પહેર્યા બાદ તેને આંખોમાં દુખાવો શરૂ થઈ ગયો હતો. આંખોમાં દુખાવો વધતા જતા જસ્મિન તરત જ ડોક્ટર પાસે સારવાર લેવા માટે પહોંચી હતી. આ સમય વિશે વાત કરતાં Jasmin Bhasin એ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે - 'હું ખૂબ જ પીડામાં હતી... અચાનક મારી દ્રષ્ટિ બંધ થઈ ગઈ, હું કંઈ જોઈ શકતી ન હતી. મને ખબર નથી કે મારા લેન્સમાં શું સમસ્યા હતી, પરંતુ તે પહેર્યા પછી મારી આંખોમાં દુખાવો થવા લાગ્યો અને પીડા ધીમે ધીમે વધતી ગઈ. હું ડૉક્ટર પાસે જવા માંગતો હતો, પરંતુ મેં પહેલા ઇવેન્ટમાં હાજરી આપવાનું નક્કી કર્યું અને પછી ડૉક્ટર પાસે જવાનું નક્કી કર્યું'

થોડા સમય પછી હું કઈ જોઈ પણ શકતી ન હતી - Jasmin Bhasin

વધુમાં આ ઘટના વિશે આગળ વાત કરતા જસ્મિનએ કહ્યું હતું કે - 'મેં ઈવેન્ટમાં સનગ્લાસ પહેર્યા હતા અને ટીમે મને આ દુખાવાને સારી રીતે હેન્ડલ કરવામાં મદદ કરી કારણ કે થોડા સમય પછી હું કઈ જોઈ પણ શકતી ન હતી. ઘટના પછી રાત્રે, અમે આંખના ડૉક્ટર પાસે ગયા, જેમણે મને કહ્યું કે મારા કોર્નિયાને નુકસાન થયું છે અને મારી આંખો પર પટ્ટી લગાવી દીધી છે. બીજા દિવસે, હું મુંબઈ આવી અને અહીં મારી સારવાર ચાલુ રાખી. ડૉક્ટરે કહ્યું કે, હું આવતા ચાર-પાંચ દિવસમાં ઠીક થઈ જઈશ, પરંતુ ત્યાં સુધી મને મારી આંખોની સારી સંભાળ રાખવાની સલાહ આપવામાં આવી છે.'

સોશિયલ મીડિયા ઉપર આપી આ માહિતી

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Jasmin Bhasin એ આ બાબત અંગે પોતાની તબિયત વિશે માહિતી આપતા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ શેર કરી હતી. તેમાં તેને લખ્યું હતું કે - 'મારી હાલત પહેલા કરતા ઘણી સારી છે અને હું સારું અનુભવી રહી છું... તમારી પ્રાર્થના માટે બધાનો આભાર.' અહી ઉલ્લેખનીય છે કે, Jasmin Bhasinપંજાબી ફિલ્મ 'અરદાસ સરબત દે ભલે દી'માં જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેતા ગ્રિપી ગ્રેવાલ પણ છે અને તે આ વર્ષે સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની છે.

આ પણ વાંચો : માત્ર 2 જ દિવસમાં BAD NEWZ ફિલ્મ માટે આવી આ 'GOOD NEWS'

Tags :
eyeseyes problemGujarat FirstJasmin BhasinSocial Mediatv star
Next Article