કમાણીના મામલામાં પણ 'JAWAN' છે કિંગ, બની હિન્દી ભાષામાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ
શાહરૂખ ખાનની ફિલ્મ JAWAN દિવસે દિવસે સફળતાના નવા શિખરોને પાર કરી રહી છે. ફિલ્મ અત્યાર સુધી ફક્ત ભારતમાં જ 600 કરોડ કરતાં પણ વધુની કમાણી કરી ચૂકી છે. વિશ્વભરમાં ફિલ્મની કમાણી 2000 કરોડ સુધી પહોંચે તો પણ નવાઈની વાત હશે નહિ. એટલી કુમારના ડાઇરેક્શનમાં બનેલી ફિલ્મ સિનેમા ચાહકોના હ્રદયમાં જગ્યા બનવવામાં ખાસી સફળ રહી છે. ફિલ્મમાં શાહરૂખ ખાનનો સ્વેગ અને તેના અલગ અલગ આકર્ષક અવતાર લોકોને પસંદ આવી રહ્યા છે. ફિલ્મમાં કરવામાં આવેલી વોટિંગના મહત્વ વિષેની વાત હોય કે ફિલ્મમાં બતાવવામાં આવેલ પિતા પુત્રના સંબંધની વાત હોય, ફિલ્મને લગતી ઘણી બાબતો લોકોના વચ્ચે ચર્ચાનો વિષય રહી છે.
કમાણીના મામલામાં પણ 'JAWAN' છે કિંગ
ફિલ્મના કમાણી વિશેની વાત કરીએ તો ફિલ્મે રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ ઉપર તાબડતોડ કલેક્શન કરવાનું શરૂ કરી દીધું હતું. શાહરૂખ ખાને ચાર વર્ષના લાંબા સમયગાળા બાદ PATHAAN ફિલ્મથી જાન્યુઆરી 2023 માં કમબેક કર્યું હતું જે ફિલ્મ ઘણી સફળ રહી હતી. PATHAAN ફિલ્મે હિન્દી ફિલ્મ ઇતિહાસના જુના બધા જ રેકોર્ડ તોડી દીધા હતા અને તે ફિલ્મ ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. પરંતુ ત્યારબાદ ઓગસ્ટ 2023 માં GADAR-2 નામની નવી સુનામી બોક્સ ઓફિસ ઉપર આવી. GADAR-2 ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં સની દેઓલ અને અમીશા પટેલ હતા, આ ફિલ્મે તાબડતોડ રીતે કમાણી કરતા પઠાણનો રેકોર્ડ તોડ્યો હતો અને આ ફિલ્મ હિન્દી ફિલ્મ સિનેમાના ઇતિહાસની હિન્દી ભાષાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. GADAR-2 ફિલ્મે ભારતમાં 514 કરોડ જેટલી કમાણી કરી હતી અને આ રીતે આ ફિલ્મ પાછળ ઓલ ટાઈમ બ્લોકબસ્ટરનો ટેગ લાગ્યો હતો. પરંતુ, સપ્ટેમ્બર મહિનામાં આવી શાહરુખ ખાનની મચ અમીટેડ ફિલ્મ JAWAN. ફિલ્મે પહેલા જ દિવસથી બોક્સ ઓફિસ ઉપર અંધાધુંધ રીતે કમાણી કરવાનું શરૂ કરી દીધું હતું. ફિલ્મે પહેલા જ દિવસે 75 કરોડ જેટલી કમાઈ કરી દીધી હતી અને વધુમાં બીજા દિવસે પણ ફિલ્મનો જાદુ યથાવત રહ્યો હતો અને ફિલ્મે 50 કરોડ કરતા પણ વધુની કમાણી કરી નાખી હતી. આ સાથે ફિલ્મે બે જ દિવસમાં સદી ફટકારી બધાને ચોંકાવી દીધા હતા. ફિલ્મ આ જ રીતે સડસડાટ ગતિમાં આગળના દિવસોમાં પણ ચાલતી રહી અને ધીરે ધીરે ફિલ્મ 200, 300, અને 400 કરોડના આંકડાને પણ પાર કરી ગઇ. ફિલ્મે 13 જ દિવસમાં તો 500 કરોડનો આંકડો પણ ભારતમાં પાર કરી દીધો હતો. રિલીઝ થયાના 25માં દિવસે ફિલ્મે 8 કરોડની કમાણી કરી હતી અને તેના સાથે જ જવાન ફિલ્મે 600 (હિન્દી + તમિલ + તેલુગુ) કરોડનો જાદુઈ આંકડો ભારતમાં વટાવી દીધો હતો. ફિલ્મ હિંદીના સાથે સાથે તમિલ અને તેલુગુ ભાષામાં પણ રિલીઝ થઈ હતી.
હિન્દી ભાષામાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મો
1. Jawaan - 547* કરોડ
2. Gadar 2 - 514* કરોડ
3. Pathaan - 512 કરોડ
4. Baahubali 2 - 510 કરોડ
5. Kgf 2 - 427 કરોડ
6. Dangal - 375 કરોડ
તમિલ ફિલ્મ નિર્માતા એટલી દ્વારા નિર્દેશિત, 'જવાન' હિન્દી, તમિલ અને તેલુગુમાં 7 સપ્ટેમ્બરે વિશ્વભરમાં રિલીઝ થઈ હતી. હાઈ-ઓક્ટેન એક્શન થ્રિલરમાં નયનથારા અને વિજય સેતુપતિ તેમજ દીપિકા પાદુકોણ પણ અગત્યની ભૂમિકામાં છે. 'જવાન' તેના મૂળમાં પિતા-પુત્રની વાર્તા છે, જે તેના હીરો દ્વારા વિવિધ સામાજિક અને રાજકીય મુદ્દાઓને હાઇલાઇટ કરે છે, જેમાં શાહરૂખ દ્વારા પિતા અને પુત્રના ડબલ રોલમાં જોવા મળે છે. આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા, પ્રિયમણી, ગિરિજા ઓક, સંજીતા ભટ્ટાચાર્ય, લેહર ખાન, આલિયા કુરેશી, રિદ્ધિ ડોગરા, સુનીલ ગ્રોવર અને મુકેશ છાબરા તેમજ સંજય દત્ત પણ એક નાનકડી ભૂમિકામાં છે.
આ પણ વાંચો --પહેલા વીકેન્ડમાં FUKREY-3ની ધૂમ કમાણી, જાણો કેટલું રહ્યું કલેક્શન