Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

BIG BOSS થી સલમાન ખાન બન્યા માલામાલ, અત્યાર સુધી ફી માં થયો છે 185 ટકાનો ધરખમ વધારો

વર્ષ 2006 માં શૂરું થયેલ રિયાલિટી શો BIG BOSS આજે ઘરે ઘરે જાણીતું નામ બની ગયું છે. વર્ષે દર વર્ષે BIG BOSS ની લોકપ્રિયતામાં વધારો જ થતો આવ્યો છે. આટલા વર્ષોમાં જ્યાં BIG BOSS ગણી વખત વિવાદોમાં ફસાયું  છે, પરંતુ...
10:53 PM Mar 13, 2024 IST | Harsh Bhatt

વર્ષ 2006 માં શૂરું થયેલ રિયાલિટી શો BIG BOSS આજે ઘરે ઘરે જાણીતું નામ બની ગયું છે. વર્ષે દર વર્ષે BIG BOSS ની લોકપ્રિયતામાં વધારો જ થતો આવ્યો છે. આટલા વર્ષોમાં જ્યાં BIG BOSS ગણી વખત વિવાદોમાં ફસાયું  છે, પરંતુ હજી પણ તે શો સફળતાપૂર્વક ચાલતો આવ્યો છે. BIG BOSS  ના આટલા વર્ષો સુધી લોકપ્રિય રહેવા પાછળ કોઈ મુખ્ય પરિબળ હોય તો તે અન્ય કોઈ નહીં પરંતુ હિન્દી સિનેમા જગતના ભાઈજાન અને આ શો ના હોસ્ટ સલમાન ખાન છે. BIG BOSS ની લોકપ્રિયતાની સાથે સલમાનની ફી માં પણ સમય સાથે ઉછાળો આવ્યો છે.

સલમાન ખાન અને BIG BOSS  વર્ષ 2010 માં  પ્રથમ વખત એક સાથે આવ્યા હતા 

સલમાન ખાન

સલમાન ખાનનો હોદ્દો આજે એ મુકામે પહોંચ્યો છે કે, હવે તેમનું નામ જ કાફી છે. આવું માત્ર સિલ્વર સ્ક્રીન માટે જ નહીં પરંતુ નાના પડદા માટે પણ કહેવામાં આવે તો ખોટું નહીં હોય. એવું કહેવાય છે કે સ્ક્રીન પર સલમાન ખાનનો જાદુ કામ કરે છે. સલમાન ખાન શુરૂઆતથી જ આ શો  સાથે જોડાયેલા છે તેવું નથી. સલમાન ખાન અને BIG BOSS  વર્ષ 2010 માં  પ્રથમ વખત એક સાથે આવ્યા હતા. આજે સલમાન ખાનને BIG BOSS શો ઉપર 14 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, આ વર્ષોમાં બિગ બોસના ફોર્મેટથી લઈને ઘરમાં ઘણા બદલાવ જોવા મળ્યા છે.

શો ની લોકપ્રિયતાની સાથે સાથે સલમાન ખાનની ફી માં પણ ધરખમ વધારો

આટલા વર્ષોમાં તેની સાથે સાથે શો ના હોસ્ટ સલમાન ખાનની ફી માં પણ ધરખમ વધારો થયો છે. આટલા વર્ષોમાં વર્ષોમાં સલમાનનો પગાર 10 કે 20 ટકા નહીં પરંતુ 185 ટકા વધ્યો છે. જી હા 2010 થી અત્યાર સુધી સલમાન ખાનની ફી માં 10-15 કે 50 ટકા નહીં પરંતુ 185 % વધારો થયો છે.

વર્ષ-દર વર્ષે સલમાનનો પગાર કેટલો વધ્યો?

વર્ષ 2010 થી લઈને અત્યાર સુધીમાં ઘણા લોકો માને છે કે સલમાન ટીવીની દુનિયામાં બદલાવ લાવ્યો છે. સલમાનના કારણે ઘણા ટીવી હોસ્ટને તક મળી છે. વર્ષ 2010માં જ્યાં સલમાનને 70 કરોડ રૂપિયા મળ્યા હતા. વર્ષ 2023 માં, અભિનેતાને બિગ બોસ હોસ્ટ કરવા માટે કુલ 200 કરોડ રૂપિયા મળ્યા હતા. એટલે કે સલમાનના પગારમાં 185 ટકાનો વધારો થયો છે. આમ આટલા વર્ષોમાં શો ની લોકપ્રિયતાની સાથે સાથે સલમાન ખાનની ફી માં પણ ધરખમ વધારો થયો છે.

આ પણ વાંચો : TMKOC ફેમ મુનમુન દત્તા ‘બબીતાજી’ અને રાજ અનડકટ ‘ટપ્પુ’ ની વડોદરામાં થઈ ગુપચુપ સગાઈ!

Tags :
185 PERCENTBig bossBollywoodCOLORS TVcontroversyentertainmentFEES HIKEGujarat FirstIndiareality showsalman khanSHOW HOST
Next Article