Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Emergency ફરી એકવાર ભારતમાં વર્ષ 1975 બાદ લાગશે

ફિલ્મ Emergency પરથી પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો અભિનેત્રીને મારી નાખવાની ધમકીઓ પણ મળી પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે Kangana Ranaut's movie Emergency : બોલિવૂડ અભિનેત્રી Kangana Ranaut ની ફિલ્મ Emergency રિલીઝ પહેલા જ તેના પર રોક મૂકવામાંમ...
emergency ફરી એકવાર ભારતમાં વર્ષ 1975 બાદ લાગશે
  • ફિલ્મ Emergency પરથી પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો

  • અભિનેત્રીને મારી નાખવાની ધમકીઓ પણ મળી

  • પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે

Kangana Ranaut's movie Emergency : બોલિવૂડ અભિનેત્રી Kangana Ranaut ની ફિલ્મ Emergency રિલીઝ પહેલા જ તેના પર રોક મૂકવામાંમ આવી હતી. Censor board દ્વારા આ ફિલ્મને Certificate આપવામાં આવ્યું ન હતું, ત્યારબાદ ફિલ્મની રિલીઝ પર મોફૂક રાખવામાં આવી હતી. જોકે ફિલ્મ Emergency સિનેમાઘરોની આટલી નજીક આવી ગયા, બાદ તેના પર રોક મૂકવી યોગ્ય નહીં, તેવું અનેક સિનેમા નિષ્ણાતોનું માનવું છે. કારણ કે Censor board તેને Certificate યોગ્ય સમયે આપ્યું ન હતું. અને તેને પર રાજનૈતિક પાસા હેઠળ રોક મૂકવામાં આવી હતી.

Advertisement

અભિનેત્રીને મારી નાખવાની ધમકીઓ પણ મળી

પરંતુ હવે, Censor board દ્વારા ફિલ્મ Emergency પરથી પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો છે. ત્યારે સીબીએફસીએ આ ફિલ્મને લીલી ઝંડી આપી દીધી છે. પરંતુ કેટલીક શરતો સાથે ફિલ્મ Emergency ને રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે Censor board એ કહ્યું છે કે, ફિલ્મમાં 3 કટ અને કુલ 10 ફેરફાર કરવા પડશે. આ સાથે CBFC એ ફિલ્મને UA Certificate પણ જારી કર્યું છે. આ Certificate મળ્યા પછી, ફિલ્મને થિયેટરોમાં રિલીઝ કરી શકાશે. પરંતુ બોર્ડની સૂચના અનુસાર ફિલ્મમાં પહેલા ફેરફાર કરવા પડશે.

Advertisement

આ પણ વાંચો: 48 વર્ષના પ્રખ્યાત અભિનેતાનું ઊંઘમાં નિપજ્યું મોત, જોણો કારણ

પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે

એવું જાણવા મળે છે કે બોર્ડે મેકર્સને ફેરફારોની યાદી મોકલી છે. ફિલ્મને UA Certificateમ ળ્યા બાદ ચાહકોમાં ખુશીની લહેર છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ પહેલા 6 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ બોર્ડે ફિલ્મને Certificate આપ્યું ન હતું. જેના કારણે તેની રિલીઝ અટકી ગઈ હતી. જો કે આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે જોવું રહ્યું. આ ફિલ્મમાં અભિનેત્રી Kangana Ranaut લીડ રોલમાં છે. આ ફિલ્મને કારણે અભિનેત્રીને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી. જોકે, Kangana Ranaut એ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આવી ધમકીઓથી તેને કોઈ ફરક પડતો નથી. આ ફિલ્મમાં Kangana Ranaut પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે.

Advertisement

આ પણ વાંચો: Deepika Padukone અને Ranveer Singh ના ઘરે 'લક્ષ્મી'નો જન્મ, ચાહકોએ અભિનંદન પાઠવ્યા...

Tags :
Advertisement

.