Diljit Dosanjh અને Coldplay ના કોન્સર્ટ ED નો એક્શન મોડ ઓન
- ED એ પાંચ શહેરોમાં દરોડા પાડ્યા
- ફોન, લેપટોપ અને સીમ કાર્ડ વગેરે મળી આવ્યા
- મહિનાઓ પહેલા તેમના ઈન્ડિયા ટૂરની જાહેરાત કરી
ED search operations : ED એ ગાયક Diljit Dosanjh અને Coldplay ના કોન્સર્ટ પહેલા મુખ્ય કાર્યવાહી હાથ ધરી છે. જોકે છેલ્લા ઘણા સમયથી દેશના વિવિધ રાજ્યોમાં આવેલી પોલીસમાં એવી ફરિયાદ નોંધાવવામાં આવતી હતી કે, તેમની પાસે Diljit Dosanjh ના કોન્સર્ટના નામે પૈસા પડાવવામાં આવ્યા છે. ત્યારે ED દ્વારા વિવિધ શહેરોમાં કમર કસીને તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારે વિવિધ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ED એ પાંચ શહેરોમાં દરોડા પાડ્યા
ED એ ચલાવેલી ઝુંબેશમાં જે લોકો Diljit Dosanjh અને Coldplay ના કોન્સર્ટની બ્લેક માર્કેટિંગ કરીને ટિકિટનું વેંચાણ કરતા હતાં. તેમની ધરપકડ કરવામાં આવી છે. ED એ બ્લેક ટિકિટનું વેંચાણ કરતા લોકોને પકડી પાડવા માટે તાજેતરમાં દિલ્હી, મુંબઈ અને જયપુર સહિત પાંચ શહેરોમાં દરોડા પાડ્યા છે. ED એ દાવો કર્યો છે કે આ શહેરોમાં દરોડા દરમિયાન તેઓએ ઘણા મોબાઈલ ફોન, લેપટોપ અને સિમ કાર્ડ જપ્ત કર્યા છે. જેનો ઉપયોગ ગેરકાયદેસર રીતે ટિકિટ વેચવા માટે કરવામાં આવતો હતો.
આ પણ વાંચો: Singham Again નું ટાઈટલ ટ્રેક તમારા રૂંવાડા ઉભા કરી નાખશે
ફોન, લેપટોપ અને સીમ કાર્ડ વગેરે મળી આવ્યા
ED એ તેના અધિકારી તરફથી ટ્વિટ કર્યું આ કાર્યવાહી Coldplay અને Diljit Dosanjh ના કોન્સર્ટની ટિકિટના ગેરકાયદે વેચાણને લઈને કરવામાં આવી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન કૌભાંડમાં વપરાયેલ ઘણા મોબાઈલ ફોન, લેપટોપ અને સીમ કાર્ડ વગેરે મળી આવ્યા હતા અને જપ્ત કરવામાં આવ્યા હતા. અનેક ટીમોએ પાંચ શહેરોમાં દરોડા પાડ્યા હતા.
મહિનાઓ પહેલા તેમના ઈન્ડિયા ટૂરની જાહેરાત કરી
Diljeet Dosanjh એ થોડા મહિનાઓ પહેલા તેમના ઈન્ડિયા ટૂરની જાહેરાત કરી હતી. શનિવારે સવારે તેમણે દિલ્હીના શ્રી બાંગ્લા સાહિબ ગુરુદ્વારામાં પૂજા-અર્ચના કરી હતી. Diljit Dosanjh ભારતના 12 શહેરોમાં કોન્સર્ટ કરવા જઈ રહ્યો છે. તે શનિવાર એટલે કે આજથી શરૂ થઈ રહ્યો છે. Diljit Dosanjh નો કોન્સર્ટ 26 અને 27 ઓક્ટોબરે દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં યોજાશે. આ કોન્સર્ટની ટિકિટ મિનિટોમાં વેચાઈ ગઈ હતી.
આ પણ વાંચો: Entertainment :ગંદી બાત વેબ સિરીઝની આ હસીનાએ ફરી ઇન્ટરનેટ પર આગ લગાવી