DUNKI FIRST DAY COLLECTION : પહેલા દિવસે DUNKI એ કરી આટલી કમાણી, JAWAN અને PATHAN કરતા રહી પાછળ
DUNKI FIRST DAY COLLECTION : વર્ષ 2023 માં PATHAN અને JAWAN બાદ શાહરૂખ ખાનની વર્ષની ત્રીજી ફિલ્મ 'DUNKI' ગુરુવારે ખૂબ જ ધૂમધામ વચ્ચે સિનેમાઘરોમાં પહોંચી હતી. ફિલ્મની હાઇપ એટલી છે કે, હિરાનીની ફિલ્મનો પહેલો શો મુંબઈના આઇકોનિક સિંગલ-સ્ક્રીન થિયેટર ગેઇટી ગેલેક્સીમાં સવારે 5:55 વાગ્યે લાગ્યો હતો, અને સિનેમા હોલની ક્લિપ્સ ઇન્ટરનેટ પર વાયરલ થઈ હતી, તે કોઈ ઉજવણીથી ઓછું ન હતું.
Arre ab picture dekhne toh jao ya bahar hi kushti karte rahoge. Go in see the movie and tell me if u all enjoyed it. #Dunki https://t.co/axzMP8NZQN
— Shah Rukh Khan (@iamsrk) December 21, 2023
જોકે આખા દિવસ દરમિયાન ફિલ્મને એટલા દર્શકો મળ્યા ન હતા. ચાલો જાણીએ કે 'DUNKI'એ રિલીઝના પહેલા દિવસે કેટલા કરોડની ઓપનિંગ કરી છે.
DUNKI એ પહેલા દિવસે ભારતમાં 30 કરોડ રૂપિયાની કમાણી કરી
#Dunki - Day 1 All-India NBOC - ₹ 30 Crs..
Considering non-holiday Thursday release and social drama genre, this is excellent.. 🔥
Especially, in Post-pandemic..
— Ramesh Bala (@rameshlaus) December 22, 2023
Sacnilk.com ના રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાનની ફિલ્મ 'DUNKI'એ રિલીઝના પહેલા દિવસે ભારતમાં 30 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અત્યારે આ ફિલ્મના અંદાજિત આંકડા છે. સત્તાવાર આંકડાઓમાં થોડો ફેરફાર થઈ શકે છે. 'DUNKI'એ શરૂઆતના દિવસે જ શાનદાર કમાણી કરી છે.
JAWAN અને PATHAN કરતાં પણ ઓછું રહ્યું કલેક્શન
JAWAN - પહેલા દિવસે આ ફિલ્મે 75 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી હતી.
PATHAN - રિલીઝના પહેલા દિવસે SRK ની આ ફિલ્મે 57 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
ANIMAL - આ ફિલ્મનું પ્રથમ દિવસનું કલેક્શન 63.8 કરોડ રૂપિયા હતું.
TIGER 3 - સલમાનની આ ફિલ્મની શરૂઆત 43 કરોડ રૂપિયામાં થઈ હતી.
DUNKI - આ ફિલ્મનું ઓપનિંગ ડે કલેક્શન 30 કરોડ છે.
આ પણ વાંચો -- મલાઈકા અરોરાનો કાતિલ અંદાજ,પ્રિન્ટેડ ડ્રેસમાં જુઓ હોટ તસવીરો