ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

SHRAVAN 2024 : માંસ અને મદિરા જ નહીં શ્રાવણના પવિત્ર માસમાં આ વસ્તુઓ ખાવાથી પણ બચો

SHRAVAN 2024 : શ્રાવણ મહિનાને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માસ માનવામાં આવે છે.શ્રાવણ (SHRAVAN) મહિનામાં સૌ લોકો ભગવાનની ભક્તિ અને પૂજામાં લીન થઈ જતા હોય છે. વર્ષ 2024 માં શ્રાવણ મહિનો 22 જુલાઈ 2024થી શરૂ થઈ રહ્યો છે. જે...
07:24 PM Jul 15, 2024 IST | Harsh Bhatt
featuredImage featuredImage

SHRAVAN 2024 : શ્રાવણ મહિનાને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માસ માનવામાં આવે છે.શ્રાવણ (SHRAVAN) મહિનામાં સૌ લોકો ભગવાનની ભક્તિ અને પૂજામાં લીન થઈ જતા હોય છે. વર્ષ 2024 માં શ્રાવણ મહિનો 22 જુલાઈ 2024થી શરૂ થઈ રહ્યો છે. જે શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ એટલે કે 19 ઓગસ્ટ 2024ના રોજ સમાપ્ત થશે.ભક્તો માટે શ્રાવણ મહિનો પૂજા - અર્ચના કરીને ભગવાનના આશીર્વાદ મેળવવાનો ખૂબ જ યોગ્ય સમય છે. શ્રાવણ મહિનામાં કેટલીક વસ્તુઓ ખાવાની મનાઈ છે. જો કોઈ વ્યક્તિ જાણતા-અજાણ્યે તે વસ્તુઓનું સેવન કરે છે, તો તે પાપના ભાગીદાર બની શકે છે.ચાલો જાણીએ વૈદિક શાસ્ત્રોમાં જણાવેલી તે પાંચ વસ્તુઓ વિશે,જેને શ્રાવણ દરમિયાન તમારા આહારમાં સામેલ ન કરવી જોઈએ.

ડુંગળી, લસણ, દારૂ અને માંસાહારથી દૂર રહો

શ્રાવણ મહિનામાં કોઈ પણ વ્યક્તિએ ડુંગળી, લસણ, દારૂ, નશો અને માંસાહારી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ બધી વસ્તુઓના સેવનથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે, જેના કારણે વ્યક્તિ પૂજામાં ધ્યાન નથી આપતો અને સરળતાથી ખોટી વસ્તુઓ તરફ આકર્ષિત થઈ જાય છે.માટે આ પવિત્ર મહિના દરમિયાન આ બધી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ.

SHRAVAN મહિનામાં લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન પણ ન કરવું જોઈએ

શ્રાવણ મહિનામાં લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન પણ ન કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, લીલા પાંદડાવાળા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ શ્રાવણ મહિનામાં તેનાથી દૂર રહેવું જોઈએ.વાસ્તવમાં,લીલા પાંદડાવાળા શાકભાજીમાં બેક્ટેરિયા અને વાયરસ ઝડપથી વધે છે.માટે તે કારણે આ મહિનામાં લીલા શાકભાજીથી દૂર રહેવું જોઈએ.

કાચા દૂધનું સેવન ન કરવું

પવિત્ર શ્રાવણ મહિનામાં તમારે કાચું દૂધ પણ ન પીવું જોઈએ.ચોમાસામાં ગાય અને ભેંસ દ્વારા ખાવામાં આવતા ઘાસમાં બેક્ટેરિયા વાયરસ અને જંતુઓ વધુ વધે છે,જેના કારણે દૂધ દૂષિત થાય છે.માટે કાચા દૂધથી શ્રાવણ મહિનામાં દૂર રહેવું જોઈએ.

દહીથી પણ દૂર રહેવું

દહીં દૂધમાંથી જ બને છે.તેથી આ સમયગાળા દરમિયાન દહીંનું સેવન પ્રતિબંધિત છે.આ સિવાય દહીં ઝડપથી બગડે છે,જેમાં વાયરસ ઝડપથી જન્મ લે છે.જો તમે તેનું નિયમિત સેવન કરો છો,તો તે તમારી સામે હિંસાનું પાપ કરી શકે છે.

રીંગણ ખાવાથી પણ શ્રાવણ મહિનામાં બચવું જોઈએ

પવિત્ર શ્રાવણ માસમાં રીંગણ ખાવાની મનાઈ છે. વાસ્તવમાં, વરસાદ દરમિયાન, રીંગણની અંદર જંતુઓ દેખાવા લાગે છે, જે ખાવાથી તમે પ્રાણીઓ સામે હિંસાનું પાપ લાગી શકે છે.

આ પણ વાંચો : 122 દિવસ સુધી આ રાશિઓનું ચમકશે નસીબ…!

Tags :
Gujarat FirstHinduismHOLY MONTHSANATAN DHARMAShravanVEGETABLES NOT TO USE