ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gir Somnath : 2 વર્ષ પહેલાં 8 વર્ષની માસૂમ બાળકીને પીંખી નાખનારને ફટકારાઈ ફાંસીની સજા

રાજ્યમાં બાળકીઓ પર થતાં દુષ્કર્મનાં ગુનાઓ પર સદંતર અંકુશ લાવવા આવા નરાધમ તત્વો સામે ખૂબ જ ઝડપી અને અસરકારક કાર્યવાહી કરી કડકમાં કડક સજા થાય તેવા પગલાં ભરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) સૂચનાથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (HM...
07:34 PM Jul 29, 2024 IST | Vipul Sen

રાજ્યમાં બાળકીઓ પર થતાં દુષ્કર્મનાં ગુનાઓ પર સદંતર અંકુશ લાવવા આવા નરાધમ તત્વો સામે ખૂબ જ ઝડપી અને અસરકારક કાર્યવાહી કરી કડકમાં કડક સજા થાય તેવા પગલાં ભરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) સૂચનાથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (HM Harsh Sanghvi) ગુજરાત પોલીસને કાર્યવાહી કરવા આદેશો આપ્યા છે. એટલું જ નહિ, આવા કેસમાં સઘન અને ઝડપી તપાસ હાથ ધરી તમામ આનુષંગિક વૈજ્ઞાનિક અને સાંયોગિક પુરાવાઓ પણ એકત્ર કરી આવા કેસનાં દોષિતોને ફાંસીની સજા થાય તેવી તપાસ કરવા સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે 12 મી જૂન 2022 ના રોજ ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાની કોડીનાર તાલુકાની માત્ર 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આવા એક નરાધમને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ પ્રકારની કડક કાર્યવાહી થકી, ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વો સામે રાજ્ય સરકારે આવા નરાધમોને ચેતવણીનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પાડ્યું વચન

બે વર્ષ પહેલાનાં કેસમાં આરોપીને ફાંસીની સજા

ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાની કોડીનાર તાલુકાની 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને ફાંસીની સજા થતાં આ બનાવ ગંભીરતાને આધારે મુખ્યમંત્રીનાં માર્ગદર્શન હેઠળ ગૃહરાજ્ય મંત્રીએ ઉચ્ચ પોલીસ અધિકારીની (Gujarat Police) બનેલી સીટની રચના કરી હતી. સીટે (SIT) એફએસએલની મદદ લઇ તમામ સાંયોગિક પુરાવા એકઠાં કરી 45 દિવસમાં તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ કરી હતી. આ કેસ નામદર કોર્ટમાં (Kodinar Court) ચાલી જતાં નરાધમને ફાંસીની સજા ફરમાવી છે. સાથે જ બાળકીનાં પરિવારને 17 લાખ વળતર ચૂકવવા આરોપીને આદેશ કર્યા છે. દુષ્કર્મ આચરનાર નરાધમને મળેલી કડક એવી ફાંસીની સજાથી માસૂમ દીકરીનાં પરિવારજનોને રાજ્ય સરકારે આપેલી બાહેંધરી અને ગૃહમંત્રીએ આપેલું વચન આજે પૂર્ણ થયું છે અને સાધુ સમાજની દીકરીને ન્યાય મળ્યો છે.

સમાજમાં દાખલો બેસાડે એવો કોર્ટનો નિર્ણય

આ મામલે કેસ ચાલી જતાં કોર્ટે તમામ સાક્ષી, પુરાવાનાં આધારે માસૂમ બાળકીને પીંખી નાખનારા નરાધમને દોષી ઠેરવી ફાંસીની આકરી સજા ફટકારી છે. કોર્ટનાં આદેશ બાદ મૃતક બાળકી અને તેના પરિવારજનોને ન્યાય મળ્યો છે. લોકો કોડિનાર કોર્ટનાં (Kodinar Court) આ નિર્ણયને સમાજમાં દાખલો બેસાડે એવો ગણાવી રહ્યા છે. સાથે જ આવું જઘન્ય અપરાધ કરનારા તમામ આરોપીઓને પણ આવી જ આકરી સજા ફટકારવામાં આવે તેવી વાત કરી રહ્યા છે.

દુષ્કર્મ કેસમાં ગૃહ રાજ્યમંત્રીએ પાળ્યું વચન

જણાવી દઈએ કે, આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) ગૌસ્વામી સમાજને મૃતક દીકરી અને તેના પરિવારને ઝડપી ન્યાય મળશે તેવું વચન આપ્યું હતું. જો કે, હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું વચન પૂર્ણ થયું છે. માહિતી મુજબ, આ સમગ્ર મામલામાં 45 દિવસમાં જ ચાર્જશીટ દાખલ થઈ હતી. ગીર સોમનાથ એસ.પી. મનોહરસિંહ જાડેજાએ ચાર્જશીટ કરી હતી. મજબૂત પુરાવા સાથે થયેલી કામગીરીથી ઝડપી ન્યાય મળ્યો છે.

ઝડપી તપાસ માટે પોલીસની અલગ-અલગ ટીમ, SIT ની રચના કરાઈ

સરકારી વકીલ ચેતનસિંહ વાળાનાં જણાવ્યા મુજબ, ગીર સોમનાથ જિલ્લામાં માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા મામલે કોડીનાર પોલાસે જુદી-જુદી ટીમ બનાવી હતી અને SIT ની રચના પણ કરાઈ હતી. SIT ની ટીમે જુદા-જુદા રિપોર્ટ અને FSL નાં રિપોર્ટ જલદી મેળવી માત્ર 45 દિવસનાં ટૂંકા ગાળામાં જ ચાર્જશીટ ફાઇલ કરાઇ હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કાયદામંત્રી અને અન્ય ટોચનાં અઘિકારીઓના સતત માર્ગદર્શનનાં આઘારે ઝડપી પ્રક્રિયા થઈ હતી. જુદા-જુદા 55 દસ્તાવેજી પુરાવા અને FSL રિપોર્ટને આઘારે આરોપીને સજા ફટકારવામાં આવી છે.

આ પણ વાંચો - Gujarat High Court : સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે HC એ પક્ષકારોનો લીધો ઉધડો, કહ્યું- તમારું નિવેદન રેકૉર્ડ પર...

આ પણ વાંચો - Gandhinagar : ગામડાંઓની મહિલાઓ બની આત્મનિર્ભર, સખી મંડળની 8500 બહેનોએ કરી 4 કરોડની આવક

આ પણ વાંચો - Monsoon in Gujarat : મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગોથી બચવા માર્ગદર્શિકા જાહેર, નાગરિકોને કરાઈ ખાસ અપીલ

Tags :
CM Bhupendra PatelCrime Newsdeath sentencegir somnath policeGir-SomnathGujarat FirstGujarati NewsHarsh SanghviKodinar CourtRaped an Innocent GirlSIT
Next Article