Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

SHARE MARKET : શેરબજારમાં ખૂલતાની સાથે સેન્સેક્સમાં 280 પોઈન્ટનો કડાકો

SHARE MARKET: ભારતીય  શરેબજારમાં  બુધવારે સવારે 9. 30 મિનિટે 100 પોઈન્ટથી વધારેનો ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે નિફ્ટી પણ રેડ ઝોનમાં ઓપન થયું હતું. નિફ્ટીમાં આ સમયે 24,406.40 અંક પર હતું તો સેન્સેક્સ 80,211.42 અંક પર ખૂલ્યો હતો. આ...
10:16 AM Jul 10, 2024 IST | Hiren Dave

SHARE MARKET: ભારતીય  શરેબજારમાં  બુધવારે સવારે 9. 30 મિનિટે 100 પોઈન્ટથી વધારેનો ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે નિફ્ટી પણ રેડ ઝોનમાં ઓપન થયું હતું. નિફ્ટીમાં આ સમયે 24,406.40 અંક પર હતું તો સેન્સેક્સ 80,211.42 અંક પર ખૂલ્યો હતો. આ પહેલા પ્રી ઓપનિંગમાં સવારે શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 207.47 પોઈન્ટ ઘટીને 80,144 પોઈન્ટ પર જ્યારે નિફ્ટી 49.6 પોઈન્ટ ઘટીને 24,383 પોઈન્ટ પર આવી ગયો હતો.

વૈશ્વિક બજારના મિશ્ર વલણો વચ્ચે સ્થાનિક બજારમાં પણ મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. સ્થાનિક ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી રેડ ઝોનમાં છે. જો કે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદારીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સેક્ટર મુજબ મિશ્ર વલણ છે. શ્રેષ્ઠ વૃદ્ધિ રિયલ્ટી સેક્ટરમાં છે અને તેનો નિફ્ટી ઇન્ડેક્સ લગભગ 1 ટકા મજબૂત થયો છે. એકંદરે, BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 1.24 લાખ કરોડનો વધારો થયો છે, એટલે કે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.24 લાખ કરોડનો વધારો થયો છે.

નિફ્ટીમાં 0.11 ટકાનો  ઘટાડો

હવે ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકોની વાત કરીએ તો, BSE સેન્સેક્સ હાલમાં 114.23 પોઇન્ટ અથવા 0.14 ટકાના ઘટાડા સાથે 80,237.41 પર છે અને નિફ્ટી 50 26.45 પોઇન્ટ અથવા 0.11 ટકાના ઘટાડા સાથે 24,406.75 પર છે. એક ટ્રેડિંગ દિવસ પહેલા સેન્સેક્સ 80,351.64 પર અને નિફ્ટી 24,433.20 પર બંધ થયો હતો.

1723 શેરમાં જોવા મળી મજબૂતાઈ

આજે BSE પર 2792 શેરનો વેપાર થઈ રહ્યો છે. આમાં 1723 શેર મજબૂત દેખાઈ રહ્યા છે, 937માં ઘટાડાનું વલણ જોવા મળી રહ્યું છે અને 132માં કોઈ ફેરફાર જોવા મળી રહ્યો નથી. આ સિવાય 124 શેર એક વર્ષની ઊંચી સપાટીએ અને 9 શેર એક વર્ષની નીચી સપાટીએ આવી ગયા હતા. જ્યારે 88 શેર અપર સર્કિટ પર પહોંચ્યા હતા, જ્યારે 48 શેર લોઅર સર્કિટ પર પહોંચ્યા હતા.

આ પણ વાંચો - SHARE MARKET: શેરબજારમાં ખૂલતાની સાથે તેજી, સેન્સેકમાં આટલા પોઈન્ટનો ઉછાળો

આ પણ વાંચો - RBI એ વધુ બે NBFC ના લાઈસન્સ કર્યા રદ,ખાતું હોય તો આ રીતે …

આ પણ વાંચો - Budget 2024: દેશમાં આયુષ્માન ભારત યોજનાની કવરેજ મર્યાદા થઈ શકે છે બમણી

Tags :
life greatNiftyriseSENSEX TODAYStock MarketStocksstrength
Next Article