Divya Darshan: અયોધ્યામાં સૂર્યવંશી રાધવેન્દ્ર સરકારનો ઉદય, રામ લલ્લાના કરો દિવ્ય દર્શન
Divya Darshan: આપણે સૌ રામ ભક્તો છેલ્લા 500 વર્ષોથી આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે મંત્રોચ્ચાર અને શંખનાદ સાથે નિર્ધારિત કરેલા 84 સેકન્ડના મુહૂર્ત પ્રમાણે રામ મંદિરના રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ ગઈ છે. ત્યાારે પ્રાણ પ્રતિષ્ઠાની આ પહેલી તસવીરના કરો દર્શન. આ તસવીરમાં રામ લલ્લા ખુશ નજરે આવી રહ્યા છે. ખુશીની વાત છે કે, રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થઈ ગઈ છે. આ ઐતિહાસિઘ ક્ષણના પ્રધાનમંત્રી મોદી સહિત મોહન ભાગવત અને યોગી આદિત્યનાથ પણ સાક્ષી રહ્યા છે.
પ્રાણ પ્રતિષ્ઠા બાદ પીએમ મોદીએ પૂજા કરી
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થતાની સાથે સમગ્ર અયોધ્યા નગરીમાં હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી રહી છે. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદી, સીએમ યોગી આદિત્યનાથ અને આરએસએસ ચીફ મોહન ભાગવત પણ હાજર હતા. ભગવાન શ્રી રામ રામ મંદિરમાં બિરાજ્યા બાદ પીએમ મોદીએ તેમની પૂજા કરી હતી. આ પ્રસંગે તેમની સાથે આરએસએસના વડા મોહન ભાગવત પણ હાજર છે.
રામ લલ્લાની સુવર્ણ વેશાભૂષામાં દિવ્ય અલૌકીક મૂર્તિ જોઇને દેશવાસીઓ ગદગદ થયા @HMOIndia @PMOIndia @CMOGuj @AmitShah @narendramodi @sanghaviharsh @vishvek11 @myogiadityanath @ShriAyodhya_ #UP #YogiAdityanath #Ayodhya #RamMandir #Ramotsav #AyodhyaRamMandir #RamMandirPranPratishta… pic.twitter.com/Yk9ZwpS9K9
— Gujarat First (@GujaratFirst) January 22, 2024
આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે
પ્રભુ શ્રી રામના બાળ સ્વરૂપ રામ લલ્લા પોતાના દિવ્ય મંદિરમાં (Divya Darshan) વિરાજમાન થઈ ગયા છે. રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ તમે હવે રામ દિવ્ય મૂર્તિના દર્શન કરી શકો છો. આજનો દિવસ ઐતિહાસિક છે અને તે સુવર્ણ અક્ષરે લખાવાનો છે. પ્રધાનમંત્રી મોદીએ આજે શુભ મુહુર્તમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે.
આ પણ વાંચો: રામયણની 'Sita' થયા ભાવુક, કહ્યું કે,'આજે અમારી જીત થઈ'
ગળે લગાવતા ખૂબ જ ભાવુક દેખાયા
તમને જણાવી દઈએ કે, જ્યારે ઉમા ભારતી અને સાધ્વી ઋતંભરા રામલલાના અભિષેક કાર્યક્રમ માટે રામ મંદિર પરિસર પહોંચ્યા ત્યારે તેઓ ભાવુક થઈ ગયા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું કે આજે શબ્દો નથી. લાગણીઓ બધું કહી રહી છે. બંને એકબીજાને ગળે લગાવતા ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ