Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હૃદયથી લઇને હાડકાંઓને મજબૂત કરે છે દહીં, એક નહીં અનેક છે ખાવાના ફાયદાઓ

 આજકાલ લોકોમાં વજન વધવાની સમસ્યા  સામાન્ય  બની ગઈ છે.આ અસર બાળકોથી લઈને વડીલ સુધીના  લોકોને અસર કરે છે. આજની આ નબળી જીવનશૈલી એ વજન વધવા પાછળનું મુખ્ય કારણ છે. આજે લોકો વધતા  વજનને દૂર કરવા  અનેક ઉપાયો  કરતા  હોય છે . તેઓ  વજન  ઘટાડવા  માટે નિયમિત કસરત  કરતા  હોય છે .પરંતુ  કસરતની સાથે  ભોજનમાં પણ  નિયમિત  રહેવું  જોઈએ . રોજિંદા ખોરાકમાં નાના ફેરફારો કરવાથી પણ વજન ઘટાડવામાં મદદ મળી શકે છà«
હૃદયથી લઇને હાડકાંઓને મજબૂત કરે છે દહીં  એક નહીં અનેક છે ખાવાના ફાયદાઓ
 આજકાલ લોકોમાં વજન વધવાની સમસ્યા  સામાન્ય  બની ગઈ છે.આ અસર બાળકોથી લઈને વડીલ સુધીના  લોકોને અસર કરે છે. આજની આ નબળી જીવનશૈલી એ વજન વધવા પાછળનું મુખ્ય કારણ છે. આજે લોકો વધતા  વજનને દૂર કરવા  અનેક ઉપાયો  કરતા  હોય છે . તેઓ  વજન  ઘટાડવા  માટે નિયમિત કસરત  કરતા  હોય છે .પરંતુ  કસરતની સાથે  ભોજનમાં પણ  નિયમિત  રહેવું  જોઈએ .
 
રોજિંદા ખોરાકમાં નાના ફેરફારો કરવાથી પણ વજન ઘટાડવામાં મદદ મળી શકે છે.દહીંમાં કેલ્શિયમ, વિટામિન બી-2, વિટામિન બી-12, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.  તો ચાલો  આજે જોઈએ કે વજન ઘટાડવામાં દહીં કેવી રીતે મદદ કરી શકે છે.

દહીં  ખાવાથી  થતા  અનેક ફાયદાઓ ...
કેલ્શિયમથી ભરપૂર દહીં
દહીંમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે,  જે મેટાબોલિઝમ સુધારે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.  તેથી તમે  ભોજન સાથે એક વાટકી દહીં  ખાઓ  જેનાથી અનેક ફાયદાઓ  થશે . તમે દહીંમાં ખાંડને બદલે તમે દહીંમાં શેકેલું જીરું નાખી શકો છો.
વારંવાર ભૂખ લાગવી
વજન ઘટાડવા માટે પ્રોટીનયુક્ત વસ્તુઓ ખાવાની સલાહ આપવામાં આવે છે. દહીં એ લો કાર્બન  અને હાઈ પ્રોટીન ફૂડ છે જે  તમે વજન  ઘટાડવામાં ખૂબ  જ  ફાયદાકારક  નીવડી શકે  છે . કારણ કે  દહીં ખાધા પછી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે અને વારંવાર જમવાની ઇચ્છા  પણ થતી નથી .
પાચન સુધારે છે
દહીંમાં ઘણા બધા પ્રો-બાયોટિક તત્વો હોય છે જે પાચનમાં સુધારો કરીને મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
Advertisement
Tags :
Advertisement

.