આજે શેરબજારમાં નોંધાયો વધારો, રોકાણકારોને 9.18 લાખ કરોડનો થયો લાભ
intraday trading માં આજે 345.15 નો ઉછાળો
BSE ના Mid Cap અને Small Cap માં 2% નો વધારો
રોકાણકારોની કિંમત વધીને 448.77 લાખ કરોડની સપાટીએ
Share Markert Today Update: આ સપ્તાહના ત્રીજા દિવસે પણ ભારતીય Share Markert માં ઉછાળો આવ્યો છે. જોકે આજરોજ Share Markertમાં આશરે 1% નો વધારો જોવા મળ્યો હતો. આ વધારો વિદેશી હુંડિયામણમાં વધારો થવા અને પ્રાદેશિક સંપત્તિનો વિદેશમાં વધુ વેચાણ થવાના આધારે આવ્યો છે. પરંતુ તેમ છતાં ગત 3 દિવસોમાં Nifty માં આશરે 1000 થી વધારે આંકડાઓનો ઘટાડો આવ્યો છે. જોકે intraday trading માં આજે 345.15 નો ઉછાળો નોંધાયો હતો.
આ પણ વાંચો: Share Market: શેરબજાર ખૂલતાની સાથે તેજી,સેન્સેક્સમાં 972 પોઈન્ટનો ઉછાળો
BSE ના Mid Cap અને Small Cap માં 2% નો વધારો
તો BSE Sensex માં 875 પોઈન્ટના ઉછાળા સાથે 79,468.01 ની સપાટીએ પહોંચ્યો છે. તો Nifty માં 304.95 પોઈન્ટના વધારા સાથે 24,297.50 ની સપાટીએ બંધ થયો હતો. તેથી ક્રમશ: 1.11% અને 1.27% નો ઉછાળો નોંધાયો છે. જેના કારણે આજરોજ ભારતીય Share Markert માં રોકાણકારોની સંપત્તિમાં એકસાથે 9.18 લાખ કરોડનો વધારો આવ્યો હતો. ત્યારે આજરોજ Metal, Farma, Media, Power, Telecom, Oil And Gas અને Capital Goods ના શેરમાં સૌથી વધારે નફો નોંધાયો છે. તો BSE ના Mid Cap અને Small Cap માં 2% નો વધારો આવ્યો છે.
રોકાણકારોની કિંમત વધીને 448.77 લાખ કરોડની સપાટીએ
ત્યારે આજરોજ Share Markert માં રોકાણકારોની કિંમત વધીને 448.77 લાખ કરોડની સપાટીએ જોવા મળી રહી છે. કારણ કે... આજરોજ રોકાણકારોની સંપત્તિમાં એકસાથે 9.18 લાખ કરોડનો નફો નોંધાયો છે. તો BSE Sensex ના 30 શેર પૈકી 25 શેરમાં નોંધપાત્ર નફો નોંધાયો છે. આજરોજ સૌથી વધુ નફો Adani Ports ના શેરમાં 3.42% નો નફો નોંધાયો હતો. તો Power Grid, JSW Steel, Tata Steel અને Infosys ના શેરમાં ક્રમશ: 2.22% થી લઈને 3.20% નો નફો નોંધાયો હતો. જ્યારે 5 શેર Indusind Bank, HUL, Tech Mahindra, Titan અને Bharti Airtel માં 2% સુધીનો ઘટાડો આવ્યો છે. બીજી તરફ BSE કુલ 4031 શેર કારોબાર કરતા જોવા મળ્યા હતાં.
આ પણ વાંચો: Property Capital Gains: ઘર ખરીદનારા પર સરકાર મહેરબાન! બજેટના નિયમથી લોકો નાખુશ