Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શેરને પણ ભાગવું પડે જો સામે સવા શેર મળે તો....

શેરને પણ જ્યારે સવા શેર મળે ત્યારે તેણે ત્યાંથી ભાગવું પડે છે.વાત કરીએ છીએ એક એવા  વિડીયોની જેમાં ગેંડાની હિંમત જોયા બાદ સિંહ ઉભી પૂંછડીએ ભાગે છે. ભારતીય વન સેવા વિભાગના અધિકારી સુશાંત નંદા દ્વારા સોશિયલ મીડિયા પર આ વિડીયો  શેર કરવામાં આવ્યો છે. જેમાં એક ગેંડો જોવા મળે છે. જે ઘાસ ખાઇ રહ્યો છે. જે  દરમ્યાન પાછળથી બે સિંહ આવે છે. જેઓ ડરતા-ડરતા ગેંડાને છંછેડવાની કોશીશ કરે છે. પણ ગેંડો જે
શેરને પણ ભાગવું પડે જો સામે સવા શેર મળે તો

શેરને પણ જ્યારે સવા શેર મળે ત્યારે તેણે ત્યાંથી ભાગવું પડે છે.વાત કરીએ છીએ એક એવા  વિડીયોની જેમાં ગેંડાની હિંમત જોયા બાદ સિંહ ઉભી પૂંછડીએ ભાગે છે. ભારતીય વન સેવા વિભાગના અધિકારી સુશાંત નંદા દ્વારા સોશિયલ મીડિયા પર આ વિડીયો  શેર કરવામાં આવ્યો છે. જેમાં એક ગેંડો જોવા મળે છે. જે ઘાસ ખાઇ રહ્યો છે.

Advertisement

Advertisement

જે  દરમ્યાન પાછળથી બે સિંહ આવે છે. જેઓ ડરતા-ડરતા ગેંડાને છંછેડવાની કોશીશ કરે છે. પણ ગેંડો જેવો સિંહ તરફ પલટે છે કે સિંહ તુરંત ત્યાંથી ભાગી જાય છે. સુશાંત નંદાએ વિડિયોના ના કેપ્શનમાં લખ્યું છે કે ખોટો નંબર ડાયલ કર્યો.
 આ  વિડીયોને અત્યાર સુધી 40 હજાર વ્યૂઝ મળી ચૂક્યા છે. લોકો આ  વિડીયો પર રસપ્રદ કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું હતુ કે ખોટો નંબર ડાયલ કરવો ભારે પડી શકે છે. વિડીયોને  લોકો સોશિયલ મીડિયા પર ખુબ એન્જોય કરી રહ્યા છે.
Tags :
Advertisement

.