Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Repo Rate પર RBI નો મોટો નિર્ણય, જાણો તમારી લોનની EMI વધી કે ઘટી!

RBIનો રેપો રેટ અંગે મોટો નિર્ણય સતત 10મી વખત યથાવત્ દેશમાં રેપો રેટ 6.5 ટકા પર સ્થિર Repo Rate: ભારતીય રિઝર્વ બેંક (MPC Meeting Results) ની 51મી MPC બેઠકના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. બે દિવસીય મોનેટરી પોલિસી કમિટીની...
repo rate પર rbi નો મોટો નિર્ણય  જાણો તમારી લોનની emi વધી કે ઘટી
  • RBIનો રેપો રેટ અંગે મોટો નિર્ણય
  • સતત 10મી વખત યથાવત્
  • દેશમાં રેપો રેટ 6.5 ટકા પર સ્થિર

Repo Rate: ભારતીય રિઝર્વ બેંક (MPC Meeting Results) ની 51મી MPC બેઠકના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. બે દિવસીય મોનેટરી પોલિસી કમિટીની બેઠકના પરિણામોની જાહેરાત કરતા સેન્ટ્રલ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikanta Das)કહ્યું કે આ વખતે પણ પોલિસી રેટ (Repo Rate)માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે તમારી લોનની EMI ન તો વધશે કે ઘટશે. આ સતત 10મી વખત છે જ્યારે રિઝર્વ બેંકે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ પછી રેપો રેટ 6.50% પર રહેશે. જ્યારે રિવર્સ રેપો રેટ 3.35% અને બેંક રેટ 6.75% પર સ્થિર રાખવામાં આવ્યો છે.

Advertisement

રેપો રેટ સતત નવ વખતથી સ્થિરિ છે

બુધવારે સવારે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસની આગેવાની ધરાવતી આરબીઆઈની એમપીસીની બેઠકના પરિણામોની જાહેરાત થવાની છે. ગત નવ સમીક્ષા બેઠકોમાં આરબીઆઈએ સતત રેપો રેટને 6.5 ટકા પર સ્થિર રાખ્યા છે. આ વખતે આશા કરાઈ રહી છે કે આબીઆઈ કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. આની પાથળના કારણની વાત કરીએ તો અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોએ પોતાને ત્યાં વ્યાજ દરમાં કાપ મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ઓગસ્ટમાં મળેલી એમપીસી મિટિંગમાં કેન્દ્રીય બેંકે વ્યાજ દરને સ્થિર રાખવાનો નિર્ણય કર્યો હતો.

Advertisement

આ પણ  વાંચો -Share Market:શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું,સેન્સેક્સમા આટલા પોઈન્ટનો ઉછાળો

કાપની અપેક્ષાઓ શા માટે હતી?

દેશના લોકો ઈચ્છે છે કે આરબીઆઈ રેપો રેટમાં ઘટાડો કરે કારણ કે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં મોંઘવારીનો આંકડો 4 ટકાથી નીચે જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં, સામાન્ય લોકોને આશા હતી કે આરબીઆઈ દ્વારા અત્યાર સુધી લેવામાં આવેલા વલણથી મોંઘવારીના આંકડા નિયંત્રણમાં આવ્યા હશે. આવી સ્થિતિમાં RBI આ વખતે વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે. પરંતુ આ જોવા મળ્યું નથી. નિષ્ણાતોના મતે RBI ચાલુ નાણાકીય વર્ષમાં રેપો રેટમાં કોઈ ઘટાડો કરશે નહીં.

Advertisement

નોન બેંકિંગ ફાયનાન્સ કંપનીની ફ્લોટિંગ લોન પર મોટો નિર્ણય

રિઝર્વ બેંકના ગવર્નરે કહ્યું કે દેશમાં વિદેશી મુદ્રા ભંડાર રેકોર્ડ ઊંચાઈ પર છે. વિદેશી મુદ્રા ભંડાર 70,000 કરોડ ડોલરને પાર કરી ગયો છે. જુલાઈ અને ઓગસ્ટમાં FDIનો પ્રવાહ સુધર્યો છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે ફ્લોટિંગ રેટ લોન પર કોઈ પ્રી-પેમેન્ટ ચાર્જ ન હોવો જોઈએ. નોન-બેંકિંગ ફાયનાન્સ કંપનીની ફ્લોટિંગ લોન પર આરબીઆઈનો આ મોટો નિર્ણય છે.આ સાથે જ રિઝર્વ બેંકે UPI લાઇટ વોલેટની મર્યાદા વધારીને 5000 રૂપિયા કરી દીધી છે. પહેલા આ મર્યાદા 2000 રૂપિયા સુધીની હતી. મતલબ કે હવે તમે UPI વોલેટમાં 5000 રૂપિયા સુધી રાખી શકો છો.

આ પણ  વાંચો -Stock Market : હરિયાણામાં ભાજપની લીડ વચ્ચે માર્કેટમાં તેજી, સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઉછાળો

મોંઘવારી આરબીઆઈના વ્યાપમાં પહોંચી

દેશમાં રેપો રેટ અત્યારે 6.5 ટકા પર યથાવત્ છે. અગાઉ જ્યારે દેશમાં મોંઘવારી અંકુશ બહાર ગઈ હતી અને 7 ટકાને પાર કરી ગઈ હતી. ત્યારબાદ તેને કાબૂમાં લાવવા માટે આરબીઆઈએ રેપો રેટમાં સતત વધારો કર્યો હતો. મે-2022થી ફેબ્રુઆરી-2023 સુધીમાં તેમાં ઘણી વખત વધારો કરવામાં આવ્યો હતો અને તેમાં 2.5 ટકાનો વધારો થયો હતો. હવે જ્યારે ફુગાવો આરબીઆઈ દ્વારા નિર્ધારિત મર્યાદાથી નીચે આવી ગયો છે, ત્યારે તેમાં ઘટાડો થવાની આશા છે.

અહીં પરિણામ જાહેર થયા અને ત્યાં બજારમાં દોડધામ  થયું

RBIએ સતત 10મી વખત રેપો રેટ સ્થિર રાખવાની જાહેરાત કરી ત્યારે આ સમાચારની અસર સીધી શેરબજાર પર જોવા મળી. મધ્ય પૂર્વમાં તણાવના વાતાવરણ વચ્ચે રેપો રેટને સ્થિર રાખવાનો નિર્ણય બજારને ગમ્યો અને લગભગ 150 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ કરી રહેલો BSE સેન્સેક્સ અચાનક 411 પોઈન્ટ ઉછળીને 82,046.48ની સપાટીએ પહોંચી ગયો. BSE નિફ્ટીની વાત કરીએ તો તે 25,190ને પાર કરી ગયો હતો.

Tags :
Advertisement

.