વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં, રેપો રેટ 4% યથાવત, જાણો શું છે રેપોરેટ
રિઝર્વ બેંકે આજે નાણાકીય વર્ષ 2022-23 માટે પ્રથમ ક્રેડિટ પોલિસી જાહેર કરી છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે ભૌગોલિક રાજકીય તણાવની અસર ઘણી અર્થવ્યવસ્થાઓ પર આવી રહી છે. ભારત માટે પણ આ એક પડકારજનક સમય છે. 6 એપ્રિલથી 8 એપ્રિલ દરમિયાન નાણાકીય નીતિ સમીક્ષા બેઠક યોજવામાં આવી છે.રિઝર્વ બેંકે આજે તેની નાણાકીય નીતિ સમીક્ષામાં નીતિ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટને 4 ટકા પર જાળવી રાà
રિઝર્વ બેંકે આજે નાણાકીય વર્ષ 2022-23 માટે પ્રથમ ક્રેડિટ પોલિસી જાહેર કરી છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે ભૌગોલિક રાજકીય તણાવની અસર ઘણી અર્થવ્યવસ્થાઓ પર આવી રહી છે. ભારત માટે પણ આ એક પડકારજનક સમય છે. 6 એપ્રિલથી 8 એપ્રિલ દરમિયાન નાણાકીય નીતિ સમીક્ષા બેઠક યોજવામાં આવી છે.
રિઝર્વ બેંકે આજે તેની નાણાકીય નીતિ સમીક્ષામાં નીતિ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટને 4 ટકા પર જાળવી રાખ્યો છે. આ સિવાય રિવર્સ રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 3.75 ટકા કરવામાં આવ્યો છે. આ સિવાય કેશ રિઝર્વ રેશિયો પણ 4 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. આ સતત 11મી મોનેટરી પોલિસી છે જેમાં RBIએ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી.
શું છે રિવર્સ રેપો રેટ?
રિવર્સ રેપો રેટ એ દર છે કે જેના પર RBI પાસે બેંકોની જમા કરવામાં આવેલી રકમ પર વ્યાજ મળે છે એ છે. આ વ્યાજ RBI આપે છે. વધારે ફંડના કિસ્સાઓમાં બેંકો પોતાની પાસે રહેલી વધારાની રકમ RBIમાં જમા કરાવે છે. આ જમા રકમ પર RBI વ્યાજ આપે છે. હાલ રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે.
રેપો રેટ એટલે શું?
રેપો રેટ એ રેટ છે જેના પર બેંક RBI પાસેથી ઉધાર લીધેલી રકમ પર વ્યાજ ચૂકવે છે. બેંક પોતાની નાણાકીય જરૂરિયાત પૂરી કરવા માટે RBI પાસેથી ઉધાર રકમ લે છે. જેના પર તે બેંકને વ્યાજ ચૂકવે છે.
શું અસર થાય છે આપણા પર?
રેપો રેટ ઓછો હશે ત્યારે બેંકોને લોન ઓછા વ્યાજ દરે મળશે. બેંકો તેમના ગ્રાહકોને સસ્તી લોન આપી શકે છે. જો રિઝર્વ બેંક રેપો રેટમાં વધારો કરશે તો બેંકો માટે લોન લેવી મોંઘી થઈ જશે. બેંકો તેમના ગ્રાહકો માટે લોન મોંઘી કરશે.
જીડીપી વધવાની આગાહી
નાણાકીય વર્ષ 2023 માટે વાસ્તવિક જીડીપી વૃદ્ધિનો અંદાજ 7.8 ટકાથી ઘટાડીને 7.2 ટકા કરવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2023ના ચોથા ક્વાર્ટર માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ 4 ટકા રાખવામાં આવ્યો છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે પણ કહ્યું કે શેરબજારમાં અનિશ્ચિતતા ચાલુ રહી શકે છે.
મોંઘવારી વધવાની આગાહી - RBI
RBI ના ગવર્નર શક્તિકાંત દાસે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે દેશમાં ફુગાવાનો દર વધવાની શક્યતા છે અને નીતિ દરો પર આરબીઆઈનું અનુકૂળ વલણ અકબંધ છે. આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની ધારણા છે. નાણાકીય વર્ષ 2022-23માં છૂટક ફુગાવો 5.7 ટકા રહેવાનો અંદાજ છે. એપ્રિલ-જૂન 2022 માટે છૂટક ફુગાવો 6.3 ટકા રહેવાનો અંદાજ છે. જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે રિટેલ ફુગાવો 5 ટકા રહેવાનો અંદાજ છે. ઓક્ટોબર-ડિસેમ્બર માટે રિટેલ ફુગાવો 5.4 ટકા રહેવાનો અંદાજ છે. આ સાથે, નાણાકીય વર્ષ 2023ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં એટલે કે જાન્યુઆરી-માર્ચ દરમિયાન ફુગાવાનો દર 5.1 ટકા રહેવાની ધારણા છે.
મની માર્કેટ માટે નવો સમય
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, 18 એપ્રિલથી મની માર્કેટનો ખુલવાનો સમય સવારે 9 વાગ્યે રહેશે અને તે સવારે 9 વાગ્યે ખુલશે.
Advertisement