આર્થિક મોરચે સરકાર માટે Good News, દેશનો GDP ગ્રોથ રેટ અનુમાન કરતા સારો રહ્યો
સરકારે GDP ના આંકડાઓ જાહેર કરી દીધાં છે. સરકારી ડેટા અનુસાર નાણાંકિય વર્ષ 2022-23માં GDP 7.2% ના દરથી વધ્યો છે. તેના પહેલાના નાણાંકિય વર્ષ 2021-22માં તે 9.1% રહ્યો હતો. નવા આંકડા RBI ના ગવર્નરના અનુમાન પ્રમાણે છે. રિઝર્વ બેંકના ગવર્નર શશીકાંત દાસે 7% રહેવાની આશા વ્યક્ત કરી હતી.
પૂર્વાનુમાન કરતા સારા આંકડા
NSO તરફથી જે ડેટા આપવામાં આવ્યા છે તે અનુસાર નાણાંકિય વર્ષ 2022-23ની છેલ્લા કે ચોથા ત્રિમાસિક ગાળામાં GDP Growth ગત ત્રિમાસિક ગાળાની તુલનામાં વધારે રહ્યો છે. જાન્યુઆરી-માર્ચ 2023માં ભારતનો GDP ગ્રોથ 6.1% રહ્યો છે. અર્થવ્યવસ્થાના મોર્ચે આ સરકાર માટે સારા સમાચાર છે. GDP ના જે આંકડાઓ સામે આવ્યા છે તે વિશ્લેષણકારોના પૂર્વાનુમાન કરતા પણ સારા છે. અનેક રિપોર્ટ્સમાં તે 4.9 થી 5.5% રહેવાનું અનુમાન હતુ.
RBI ગવર્નરે કર્યું હતું અનુમાન
ગત અઠવાડિયે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંતા દાસે પણ GDP ના ગ્રોથને લઈને અનુમાન વ્યક્ત કર્યું હતુ. તેમણે કહ્યું હતું કે, અમને બિલકુલ પણ સરપ્રાઈઝ થવું જોઈએ નહી જો ભારતનો GDP Growth Rate 7% થી વધારે નોંધાય. RBI ના ગવર્નર અનુસાર તે વાતની પુરી શક્યતા છે કે ગત નાણાંકિય વર્ષની GDP Growth Rate અનુમાનથી વધારે નોંધાઈ શકે છે.
રાજકોષિય ખાધ
GDP ના આંકડાઓની સાથે જ રાજકોષિય ખાધનો ડેટા પણ જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારની રાજકોષિય ખાધ નાણાંકિય વર્ષ 2022-23માં GDP ના 6.4% રહી . નાણા મંત્રાલયના સંશોધિત અનુમાનમાં પણ રાજકોષિય ખાધ આટલી જ રહેવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો. બુધવારે જાહેર સરકારી આંકડાઓથી આ જાણકારી સામે આવી. કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટે કેન્દ્ર સરકારના 2022-23ના આવક ખર્ચના આંકડાઓ જાહેર કરતા કહ્યું કે, મુલ્યના હિસાબથી રાજકોષિય ખાધ રૂ. 17,33,131 કરોડ (અસ્થાયી) રહી છે. સરકાર પોતાની રાજકોષિય ખાધને દુર કરવા બજારમાંથી લોન લે છે.
આ પણ વાંચો : એક દાયકાથી પણ ઓછા સમયમાં બદલાઈ ભારતની તસવીર : MORGAN STANLEY REPORT
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.