Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Yuvraj Singh Jadeja ના ગંભીર આરોપ, કહ્યું- છેલ્લા 10 વર્ષનાં પરિણામોને ક્રોસ ચેક કરવામાં આવે તો..!

મહારાષ્ટ્રમાં (Maharashtra) વિવાદાસ્પદ ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકરનો (Pooja Khedkar) કેસ હાલ ખૂબ જ ચર્ચામાં છે. ત્યારે ગુજરાતમાં (Gujarat) પણ આ પ્રકારે બોગસ સર્ટિફિકેટ રજૂ કરીને કેટલાક લોકોએ સરકારી નોકરી મેળવી હોવાનો ગંભીર આરોપ વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજા (Yuvraj...
yuvraj singh jadeja ના ગંભીર આરોપ  કહ્યું  છેલ્લા 10 વર્ષનાં પરિણામોને ક્રોસ ચેક કરવામાં આવે તો

મહારાષ્ટ્રમાં (Maharashtra) વિવાદાસ્પદ ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકરનો (Pooja Khedkar) કેસ હાલ ખૂબ જ ચર્ચામાં છે. ત્યારે ગુજરાતમાં (Gujarat) પણ આ પ્રકારે બોગસ સર્ટિફિકેટ રજૂ કરીને કેટલાક લોકોએ સરકારી નોકરી મેળવી હોવાનો ગંભીર આરોપ વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજા (Yuvraj Singh Jadeja) દ્વારા લગાવવામાં આવ્યો છે. યુવરાજ સિંહ જાડેજાએ આશંકા વ્યક્ત કરતા કહ્યું કે, જો ગુજરાતમાં 2014 થી લઈને 2024 સુધીનાં તમામ પરિણામનું તટસ્થ રીતે રી-વેરીફિકેશન કરવામાં આવે 100 કરતા વધારે બોગસ PH સર્ટિ. ખોટા હોવાનું કૌભાંડ ખુલી શકે છે.

Advertisement

બોગસ સર્ટિફિકેટ રજૂ કરીને સરકારી નોકરી (Government Jobs) મેળવવાનું મસમોટું કૌભાંડ ગુજરાત રાજ્યમાં પણ ચાલતું હોવાનો ગંભીર આરોપ વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાએ (Yuvraj Singh Jadeja) કર્યો છે. એક પ્રેસ કોન્ફરન્સ યોજીને યુવરજા સિંહ જાડેજાએ મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું કે, અમે ભૂતકાળમાં પણ 'બોગસ ડિગ્રીઓ' મળે છે તે અંગે વાત કરી ચૂક્યા છીએ. ટ્રેનિંગ સેન્ટર અંદર મયુર તડવી નામની વ્યક્તિ કોઈ જ પરીક્ષા પાસ કર્યા વગર જે રીતે 2 મહિના કરતાં વધારે સમય તાલીમ કરતો રહ્યો અને કોઈ અધિકારી કે વિભાગ સુધાને ભનક પણ ના પડી એ જ રીતે ગુજરાતમાં અલગ-અલગ સ્પર્ધાત્મક પરીક્ષા PH (ફિઝિકલ હેન્ડીકેપ) એટલે કે શારિરીક વિકલાંગનાં ખોટા સર્ટિફિકેટ (Bogus Degrees) પર વર્તમાનમાં પણ ગુજરાતની અંદર નોકરી કરી રહ્યા છે.

Advertisement

આ સાથે યુવરાજ સિંહ જાડેજાએ અનેક ગંભીર આરોપ લગાવ્યા અને આશંકા વ્યક્ત કરતા કહ્યું કે...

ગુજરાત સરકાર જો ઇચ્છે તો આવા સાચા શારીરિક વિકલાંગનો હક છીનનાર અને ખોટા સર્ટિફિકેટથી સરકારી નોકરીએ લાગનાર કૌભાંડીઓ ને દૂર કરી શકે છે અને કડક સજા કરી દાખલો બેસાડી શકે છે.
એક અંદાજ પ્રમાણે વર્ષ 2014 થી 2024 સુધીનાં તમામ પરિણામોનું તટસ્થ રીતે રી-વેરિફિકેશન કરવામાં આવે 100 કરતા વધારે બોગસ PH સર્ટિ. ખોટા જોવા મળી શકે છે.
એની સાથે સાથે PH સર્ટિ. જે શારીરિક ઉણપમાં આ આપવામાં આવ્યું છે તેનું નિદાન વર્તમાન ભારતનાં તજજ્ઞ મેડિકલ ઓફિસર પાસે નિષ્પક્ષતાથી કરાવવામાં આવે.
આ તમામ પ્રક્રિયા જ્યારે થતી હોઈ ત્યારે એનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવે, જેથી ગુજરાતનાં નાગરિકોને પણ ખ્યાલ આવે.
આ પ્રકારનાં કૃત્ય અને દેશદ્રોહ (રાજદ્રોહ) જેવો ગુનામાં સામેલ કરીને કડકમાં કડક સજા કરી દાખલો બેસાડવો જોઈએ.
આ કોઈ ટેકનિકલ ગલીચ નથી, આ સરકારી સિસ્ટમમાં રહેલ છીંડા છે જે પુરાવા ખૂબ જરૂરી છે.
જો યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે તો ગુજરાત સરકારની (Gujarat Government) સૌથી મોટી પરીક્ષા GPSC માં પણ આવા લોકો જોવા મળશે અને તેની સાથો-સાથ વર્ગ 3ની ભરતીમાં પણ ખોટા PH સર્ટિફિકેટનો રાફડો ફાટેલો જોવા મળી શકે છે.

Advertisement

અપંગ શિક્ષક અનામત ભરતી કૌભાંડ!

યુવરાજ સિંહ જાડેજાએ (Yuvraj Singh Jadeja) અપંગ શિક્ષક અનામત ભરતી કૌભાંડ અંગે આરોપ લગાવતા કહ્યું કે, 7 જૂન 2018 માં કચ્છમાં (Kutch) ખોડ-ખાંપણના ખોટા સર્ટિફિકેટ રજૂ કરીને શિક્ષક બનવાનું કૌભાંડ જાહેર થયું હતું. પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયકની ભરતીમાં ગેરરીતિ બદલ જિલ્લાનાં 4 સહિત રાજ્યનાં 7 શિક્ષકો સામે ફરિયાદ થઈ હતી. આ ભરતી વર્ષ 2017 માં થઈ હતી. હોસ્પિટલ દ્વારા ખોટા સર્ટીફિકેટ આપવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિનાં સભ્ય સચિવ મહેશકુમાર રાવલે ગાંધીનગર (Ghandhinagar) સેકટર 21 પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ કૌભાંડમાં અલ્પ દ્રષ્ટિ ધરાવતા હોવા અંગેના પ્રમાણપત્રો રજૂ કરી અનામત કેટેગરીમાં નોકરી આપવામાં આવી હતી.

અન્ય રાજ્યની બોગસ ડિગ્રી મેળવી ગુજરાતમાં સરકાર નોકરીનું કૌભાંડ!

આ સાથે યુવરાજ સિંહ જાડેજાએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, ગુજરાતમાં પણ અન્ય રાજ્યની બોગસ ડિગ્રી મેળવી ગુજરાત રાજ્ય સરકારની નોકરીમાં આવા નકલી ડિગ્રીધારી પુષ્કળ લોકો હાલના દિવસે પણ નોકરી કરી રહ્યા છે. અમે અગાઉ પણ આ બાબતની જાણ ગુજરાત સરકારને લેખિત અને મૌખિકમાં કરી ચૂક્યા છીએ. વર્ષ 2001 થી 2024 સુધીનાં તમામ નોકરિયાતની ડિગ્રી ક્રોસ ચેક કરવામાં આવે. તેવી અમારી માગ છે. સાથે કસૂરવારોને કડક કાયદાકીય કાર્યવાહી કરી સજા આપવામાં આવે.

આ પણ વાંચો - VADODARA : 273 પોલીસ કર્મીઓને ફરજિયાત નિવૃત્ત કરવાની હિલચાલ

આ પણ વાંચો - Ahmedabad માં નોંધાયો ચાંદીપુરા વાઇરસનો પહેલો કેસ, એક બાળકો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

આ પણ વાંચો - VADODARA : લેન્ડ રેકર્ડ વર્ગ - 3 ના કર્મચારીઓની પેનડાઉન હડતાલ

Tags :
Advertisement

.