Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : જળબંબાકારની સ્થિતિ! આવતી કાલે પણ સ્કૂલો બંધ, કાલાઘોડા બ્રિજ પર અવરજવર પર રોક!

વડોદરામાં (VADODARA) મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે, જેના કારણે વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 29 ફૂટ થઈ ગઈ છે. આ સાથે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી 2 ફૂટ ઉપર વહી રહી છે. વિશ્વામિત્રી નદીની સપાટી વધતાં કાલાઘોડા બ્રિજ (Kalaghoda Bridge) બંધ કરાયો છે....
vadodara   જળબંબાકારની સ્થિતિ  આવતી કાલે પણ સ્કૂલો બંધ  કાલાઘોડા બ્રિજ પર અવરજવર પર રોક

વડોદરામાં (VADODARA) મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે, જેના કારણે વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 29 ફૂટ થઈ ગઈ છે. આ સાથે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી 2 ફૂટ ઉપર વહી રહી છે. વિશ્વામિત્રી નદીની સપાટી વધતાં કાલાઘોડા બ્રિજ (Kalaghoda Bridge) બંધ કરાયો છે. સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોમાં કોર્પોરેશનનાં કર્મચારીઓ પણ તૈનાત કરાયા છે. વિશ્વામિત્રી નદીની (Vishwamitri river) સપાટી વધતાં વડોદરામાં આવતીકાલે પણ સ્કૂલ (School) બંધ રહેશે. જો કે, પૂરથી પ્રભાવિત ન હોય તેવી સ્કૂલો ચાલી રાખી શકાશે.

Advertisement

આવતીકાલે પણ સ્કૂલ બંધ રહેશે

વડોદરામાં છેલ્લા 24 કલાક દરમિયાન અનારાધાર વરસાદ (Heavy Rain) ખાબક્યો છે, જેના કારણે શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે. વિશ્વામિત્રી નદીની (Vishwamitri river) સપાટી વધીને 29 ફૂટ થઈ જતાં નદીની સપાટી ભયજનક સ્તરે પહોંચી છે. વિશ્વામિત્રી નદીની સપાટી વધતાં કાલાઘોડા બ્રિજ (Kalaghoda Bridge) બંધ કરાયો છે. ઉપરાંત, સ્કૂલોમાં આવતીકાલે પણ રજા આપવામાં આવી છે. જો કે, પૂરથી પ્રભાવિત ન હોય તેવી સ્કૂલો ચાલી રાખી શકાશે, એવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

Advertisement

અનેક ગામો સંપર્ક વિહોણા થયા

જણાવી દઈએ કે, ભારે વરસાદના કારણે વડોદરા (VADODARA) શહેર અને જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માહિતી મુજબ, વડસર ગામે કોટેશ્વર, સમૃદ્ધિ સોસાયટીમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં NDRF દ્વારા ફસાયેલા 15 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જ્યારે સાવલીમાં (Savli) માર્ગ-રસ્તા પર પાણી ફરી વળતા અવર-જવર બંધ કરવાની ફરજ પડી હતી, જેના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા થયા હતા. આ સિવાય વડોદરાથી વાઘોડિયા (Waghodia) જવાનાં રોડ પર પણ પાણી ફરી વળ્યા હતા, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી થઈ હતી. વિશ્વામિત્રી નદીની સપાટી વધતાં લોકોની સુરક્ષાને લઇને કાલાઘોડા બ્રિજ બંધ કરાયો હતો. કોર્પોરેશનના કર્મચારીઓ પણ તૈનાત કરાયા હતા.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : મિનિટોનાં વરસાદમાં ઠેર-ઠેર પાણી જ પાણી, AMC ની કામગીરીની પોલ ખોલતું ચોમાસું!

આ પણ વાંચો - Rajkot: ‘ચા’ નું આવું ઘેરણ! ચાલુ વરસાદે ‘ચા’ની ચૂસકી મારતો યુવક, Video થયો Viral

આ પણ વાંચો - VADODARA : વિશ્વામિત્રી નદીના પ્રવાહમાં અવરોધ ઉભો થયાનો આરોપ !

Tags :
Advertisement

.