Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : લ્યો બોલો...Ice Cream માં પણ MD ડ્રગ્સ! નવી મોડસ ઓપરેન્ડીનો થયો પર્દાફાશ

રાજ્યમાં ડ્રગ્સનું (Drugs) દુષણ રાજ્ય સરકાર માટે માથાનો દુ:ખાવો બની રહ્યું છે. કારણ કે, રાજ્યનાં દરિયાકાંઠેથી ડ્રગ્સનો જથ્થો સતત ઝડપાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી કરનારા ઇસમો પણ સક્રિય થયા છે. જો કે, સુરતમાં (Surat) SOG એ ડ્રગ્સ વેચાણની...
surat   લ્યો બોલો   ice cream માં પણ md ડ્રગ્સ  નવી મોડસ ઓપરેન્ડીનો થયો પર્દાફાશ

રાજ્યમાં ડ્રગ્સનું (Drugs) દુષણ રાજ્ય સરકાર માટે માથાનો દુ:ખાવો બની રહ્યું છે. કારણ કે, રાજ્યનાં દરિયાકાંઠેથી ડ્રગ્સનો જથ્થો સતત ઝડપાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી કરનારા ઇસમો પણ સક્રિય થયા છે. જો કે, સુરતમાં (Surat) SOG એ ડ્રગ્સ વેચાણની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. આઇસ્ક્રીમની (Ice Cream) દુકાનમાં સર્ચ ઓપરેશન કરીને SOG ની તપાસમાં આઇસ્ક્રીમમાં ડ્રગ્સ અપાતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે પોલીસે કુલ 3 ઇસમોની ધરપકડ કરી છે. સર્ચ ઓપરેશનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ અને FSL ની ટીમ પણ સાથે હતી.

Advertisement

તપાસમાં આઇસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા હતા

આઇસ્ક્રીમમાં ડ્રગ્સ આપવામાં આવતું હોવાની આશંકા

સુરત (Surat) એસઓજી ટીમને બાતમી મળી હતી કે, આરોપી વિકાસ આહિર આઇસ્ક્રીમની દુકાન ધરાવે છે, જ્યાં આઇસ્ક્રીમમાં (Ice Cream) ડ્રગ્સ આપવામાં આવે છે. આ બાતમીનાં આધારે સુરત SOG દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ (Food and Drugs) અને FSL ની ટીમને સાથે રાખી આરોપી વિકાસ આહિરની આઇસ્ક્રીમની દુકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. દરમિયાન, આઇસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા હતા. પોલીસે આરોપી વિકાસ આહિરની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, SOG પોલીસે ગત 21 જુલાઈનાં રોજ સલાબતપુરાની (Salabatpura) હોટેલમાંથી રાજસ્થાનથી ડ્રગ્સ લાવનાર આરોપી ચેતન કિશનલાલ શાહુની ધરપકડ કરી હતી.

Advertisement

સર્ચ ઓપરેશનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ અને FSL ની ટીમ પણ સાથે

પોલીસે કુલ 3 આરોપીની ધરપકડ કરી

પોલીસે આરોપી પાસેથી 354.910 ગ્રામ પ્રતિબંધિત MD ડ્રગ્સ (MD Drugs) પકડી પાડ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય કિંમત રૂ. 35.49 લાખ હતી. આરોપી ચેતનની પૂછપરછ બાદ પોલીસે વધુ બે આરોપી અનીશખાન ઉર્ફે અન્નુ અજિરખાન પઠાણ અને વિકાસ શંકરભાઈ આહિરને ઝડપી પાડ્યા હતા. આરોપી વિકાસ તેની આઇસ્ક્રીમની દુકાન પરથી ડ્રગ્સનો વેપલો ચલાવતો હતો. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - VADODARA : શહેરમાં મહાકાય મગરનો ખોફનાક Video, ડુક્કરને દબોચી કર્યું એવું કે..!

આ પણ વાંચો - VADODARA : જળબંબાકારની સ્થિતિ! આવતી કાલે પણ સ્કૂલો બંધ, કાલાઘોડા બ્રિજ પર અવરજવર પર રોક!

આ પણ વાંચો - Ahmedabad : મિનિટોનાં વરસાદમાં ઠેર-ઠેર પાણી જ પાણી, AMC ની કામગીરીની પોલ ખોલતું ચોમાસું!

Tags :
Advertisement

.