Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : ડાયમંડ સિટી બેટમાં ફેરવાઈ! અનેક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા, જનજીવન પ્રભાવિત

સુરતમાં (Surat) મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. સુરત શહેરમાં ઓલપાડ (Olpad), કામરેજ, બારડોલી (Bardoli), માંડવી, હોડી બંગલા વિસ્તાર, ઉધના (Udhana) સોસીયો સર્કલ સહિતનાં વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે...
surat   ડાયમંડ સિટી બેટમાં ફેરવાઈ  અનેક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા  જનજીવન પ્રભાવિત

સુરતમાં (Surat) મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. સુરત શહેરમાં ઓલપાડ (Olpad), કામરેજ, બારડોલી (Bardoli), માંડવી, હોડી બંગલા વિસ્તાર, ઉધના (Udhana) સોસીયો સર્કલ સહિતનાં વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી છે. અનેક વિસ્તારોમાં વરસાદનું પાણી ભરવાનાં કારણે ઘરે જવા માટે નીકળેલા લોકો અટવાયા છે.

Advertisement

અનેક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા

સુરતમાં (Surat) ધોધમાર વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને અવરજવરમાં મુશ્કેલી થઈ રહી છે. ત્યારે કેટલાક વિસ્તારમાં તો ધર, દુકાન, સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળતા વિસ્તાર બેટમાં ફેરવાયા છે. માહિતી મુજબ, શહેરના ઓલપાડ, કામરેજ, બારડોલી, માંડવી (Mandvi), હોડી બંગલા વિસ્તાર, ઉધના સોસીયો સર્કલ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને અવર-જવર માટે ભારે મુશ્કેલી વેઠવી પડી છે.

પુણા વિસ્તારમાં લક્ઝરી બસ ફસાઈ, પોલીસ લોકોની વ્હારે આવી

સુરતનાં હોડી બંગલા વિસ્તારમાં ઠેર-ઠેર વરસાદી પાણીનો ભરાવો થયો છે. રવિવાર હોવાથી પરિવાર સાથે ફરવા માટે નીકળેલા લોકોએ વરસાદી પાણી ભરાવાનાં કારણે અટકાવવાનો વારો આવ્યો છે. માહિતી મુજબ, સુરતનાં પુણાગામ વિસ્તારમાં મુસાફરોથી ભરેલી લક્ઝરી બસ વરસાદી પાણીમાં ફસાઈ છે. સતત બે કલાકથી બસ પાણીમાં ફસાતા બહાર કાઢવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. દર વર્ષે ચોમાસા દરમિયાન ઉદ્ભવતી પરિસ્થિતિને લઈ પાલિકા તંત્ર (SMC) સામે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. જો કે, સુરતમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર ભરાયા પાણી હોવાથી સુરત પોલીસ (Surat Police) લોકોની વ્હારે આવી છે. વરસાદી પાણીમાં ટુ-વ્હીલર અને ફોર વ્હીલર પડી બંધ જતાં પોલીસ દ્વારા રાહદારીઓને મદદ કરવામાં આવી છે. જો કે, ટ્રાફિક જામને પગલે વાહનચાલકોની મુશ્કેલીઓ વધી છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Gir Somnath : સોસાયટીમાં 3 દિવસથી ભરાયેલા વરસાદી પાણીમાં 2 યુવક ડૂબ્યાં, થયું મોત

આ પણ વાંચો - Rain in Gujarat : છેલ્લા 8 કલાકમાં 44 તાલુકામાં વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

આ પણ વાંચો - અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય Gujarat આવશે મુશળધાર વરસાદ, અંબાલાલ પટેલે આપી આગાહી

Tags :
Advertisement

.