Surat : બારડોલી, પલસાણા, મહુવામાં જળબંબાકાર, અનેક ગામોના રસ્તાઓ બંધ
સુરત જિલ્લામાં બારડોલી , મહુવા , બાદ હવે પલસાણા તાલુકામાં ધોધમાર વરસાદ ને પગલે નવ જેટલા ગામો ના રસ્તાઓ બંધ થયા છે. પલસાણા નું બલેશ્વર ગામે ખાડી માં પુર ની સ્થિતિ સર્જાઈ હતી. ખાડી પાર ન 40 ઘર ના રહીશો મુશ્કેલી માં મુકાયા હતા. તેમજ ગામ બેટ માં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયાં હતા.
છેલ્લા એક સપ્તાહથી સુરત જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે ત્યારે બારડોલી અને મહુવા બાદ હવે પલસાણા તાલુકો પ્રભાવિત થયા છે પલસાણા તાલુકાના બલેશ્વર ગામ પ્રભાવિત થયું હતું બલેશ્વર ગામે થી પસાર થતી અને હાઇવે ને જોડતી થાળીમાં પૂરની સ્થિતિ સર્જાય હતી ખાલી તેમજ ગામ ફરતે જળબંબાકારની સ્થિતિ સર્જાતા રહીશોના જીવ પડી કે બંધાયા હતા.
બલેશ્વર ખાડી માં પૂરની સ્થિતિ સર્જાતા થાળીને અડીને આવેલા 40 જેટલા ઘરો માં રહેતા રહીશોના જીવ પડી કે બંધાયા હતા કે જ્યાં હજુ સુધી વહીવટી તંત્ર પણ મદદરૂપે પહોંચ્યું ન હતું અને જ્યાં નજર ફેરવો ત્યાં પાણી પાણી ના દ્રશ્યો જોવા મળ્યા હતા અને ગામ જાણે આખો બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો આ બલેશ્વર ગામે જોવા મળ્યા છે. એના તુડી સહિતના ગામોમાં નાના-મોટા લો લેવલ પુલ અને કોઝ વે આવેલા છે. ભારે વરસાદને પગલે આ ગામમાં પુલો પર પાણી ફરી વળ્યા છે.
જેને પગલે એક ગામથી બીજા ગામ લોકોને સીધો સંપર્ક કપાયો છે . એવા નવ જેટલા ગામો છે જ્યાં આજે પણ પુલો , કોઝ વે પાણી માં ગરકાવ છે. હાલના તબક્કે પલસાણા તાલુકાના બગુમરા તુંડી રોડ, બગુમરા બલેશ્વર રોડ, અંત્રોલી એપ્રોચ રોડ, મલેકપુર સિસોદ્રા રોડ, સહિતના નવ જેટલા ગામો મા આવેલ નાના-મોટા પુલ તેમજ કોઝવે હાલ પાણીમાં ગરકાવ છે. અને રોજિંદા કામ માટે કડોદરા સુરત જવા માટે 10 થી 15 કિમિ નો ફેરાવો કરવાની નોબત આવી છે.
અહેવાલ : ઉદય જાદવ, સુરત
આ પણ વાંચો : પંચમહાલના હાલોલ GIDCમાં દિવાલ ધરાશાયી થતાં 4 બાળકોના મોત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.