Jay Shah: T20 વર્લ્ડકપ બાદ ફરી જય શાહએ કરી મોટી ભવિષ્ય વાણી
Jay Shah: ભારતીય ટીમે રોહિત શર્માની કેપ્ટન્સીમાં T20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ જીત્યું હતું. ત્યારબાદ ફાઇનલમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. હવે આગામી ICC ટૂર્નામેન્ટ ચેમ્પિયન્સ ટ્રોફી છે અને તે પછી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ રમાશે. ટીમ ઈન્ડિયાની નજર આ 2 ટાઈટલ જીતવા પર હશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનની ધરતી પર આયોજિત થવાની છે. પરંતુ હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જશે કે નહીં. હવે આ પહેલા પણ BCCI સેક્રેટરી જય શાહે એક મોટી વાત કહી છે.
T20 વર્લ્ડ કપની જીત બદલ અભિનંદન
બીસીસીઆઈના સચિવ જય શાહે કહ્યું કે આ ઐતિહાસિક જીત માટે ટીમ ઈન્ડિયાને ખૂબ ખૂબ અભિનંદન. હું આ જીત કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાને સમર્પિત કરવા માંગુ છું. છેલ્લા એક વર્ષમાં આ અમારી ત્રીજી ફાઈનલ હતી. જૂન 2023માં, અમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હારી ગયા, નવેમ્બર 2023માં, ODI વર્લ્ડ કપમાં 10 જીત બાદ, અમે દિલ જીતી લીધું, પણ કપ જીતી શક્યા નહીં
#WATCH | BCCI Secretary Jay Shah congratulates the Indian cricket team on winning the ICC T20 World Cup
He says, "...I am confident that under the captaincy of Rohit Sharma, we will win the WTC Final and the Champions Trophy..."
(Source: BCCI) pic.twitter.com/NEAvQwxz8Y
— ANI (@ANI) July 7, 2024
મેં રાજકોટમાં કહ્યું હતું કે જૂન 2024માં અમે કપ અને દિલ જીતીશું અને ભારતનો ધ્વજ લહેરાવીશું. અમારા કેપ્ટને ધ્વજ ફરકાવ્યો. આ જીતમાં છેલ્લી પાંચ ઓવરનો મોટો ફાળો હતો. આ માટે હું સૂર્યકુમાર યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ વિજય પછી, આગામી સ્ટોપ ચેમ્પિયન્સ ટ્રોફી અને WTC ફાઇનલ છે. મને વિશ્વાસ છે કે રોહિત શર્માની કેપ્ટન્સીમાં અમે આ બંને ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનીશું. ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, વંદે માતરમ.
ભારતે 2008 પછી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજન માટે સખત મહેનત કરી રહ્યું છે. આઈસીસીને શેડ્યૂલ પણ મોકલી દીધું છે, જે મુજબ ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ લાહોર, કરાચી અને રાવલપિંડીમાં યોજાઈ શકે છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો નિર્ણય ભારત સરકાર લેશે. ભારતીય ટીમે 2008થી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. આતંકવાદી ગતિવિધિઓને કારણે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી નથી થઈ રહી. આ કારણે બંને ટીમો હવે માત્ર ICC ટૂર્નામેન્ટમાં જ રમતી જોવા મળે છે.
ભારતે ઈંગ્લેન્ડને હરાવીને ટાઈટલ જીત્યું હતું
ભારતીય ટીમે 11 વર્ષ પહેલા 2013માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ઈંગ્લેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. જે બાદ ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઇનલમાં પણ પહોંચી હતી, પરંતુ ટીમને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો - MS Dhoni Birthday: સાક્ષીએ પતિના ચરણ સ્પર્શ કરીને લીધા આશીર્વાદ, જુઓ VIDEO
આ પણ વાંચો - HARDIK PANDYA: કૃણાલ પંડયા રડ્યો ત્યારે પીગળ્યું નતાશાનું દિલ, કહી આ વાત
આ પણ વાંચો - IND vs ZIM : ભારતીય ટીમની કારમી હાર, ઝિમ્બાબ્વે સામે ફેલ થઇ યંગ ઈન્ડિયા