IPL 2024 : આ દિવસે શરૂ થશે 17મી સીઝન! WPL-2024 ને લઈને પણ આવ્યું આ અપડેટ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024) ની 17 મી સીઝનની ક્રિકેટ ફેન્સ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે આઈપીએલ 2024 ને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. માહિતી અનુસાર, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024) ની 17 મી સીઝનનું આયોજન આ વર્ષે 22 માર્ચથી થઈ શકે છે. જ્યારે મહિલા પ્રીમિયર લીગ (WPL 2024) ની બીજી સીઝન ફેબ્રુઆરીના અંતથી શરૂ થવાની સંભાવના છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, આ વર્ષે લોકસભાની ચૂંટણીનું (Lok Sabha Election 2024) પણ આયોજન કરવામાં આવશે. આથી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આઈપીએલનું આયોજન કરવામાં આવશે. ચૂંટણી હોવા છતાં તમામ મેચ ભારતમાં યોજાશે. સૂત્રો અનુસાર, IPL હોસ્ટિંગ શહેરોમાં જ્યારે લોકસભાની ચૂંટણીઓ યોજાશે તે તબક્કા દરમિયાન, ત્યાંની મેચો અન્ય સ્થળોએ યોજાશે. જ્યારે આગામી તબક્કાની ચૂંટણી જ્યાં યોજાશે તે સ્થળોની મેચો અન્ય સ્થળોએ યોજવામાં આવશે. BCCI આ રીતે મેચોનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યું છે.
BCCI અને સરકાર વચ્ચે ચર્ચા
સૂત્રો અનુસાર, બીસીસીઆઈ અને સરકારના અમુક વિભાગ વચ્ચે આ મામલે વાટાઘાટ થઈ ચૂક્યો છે. ચૂંટણી દરમિયાન મેચના આયોજન સમયે પોલીસ અને સુરક્ષાકર્મીઓની અછતની સમસ્યા નહીં સર્જાય. ઉલ્લેખનીય છે કે, આ પહેલા સામાન્ય ચૂંટણીના કારણે વર્ષ 2019 અને 2014માં આઈપીએલનું આયોજન વિદેશોમાં કરવામાં આવ્યું હતું.
That's a GRAND return to the IPL for Mitchell Starc 😎
DO NOT MISS the record-breaking bid of the left-arm pacer who will feature for @KKRiders 💜💪#IPLAuction | #IPL pic.twitter.com/D1A2wr2Ql3
— IndianPremierLeague (@IPL) December 19, 2023
WPL નું આયોજન આ બે શહેરોમાં
WPL ની વાત કરીએ તો ટુર્નામેન્ટની બીજી સીઝનનું આયોજન આ વખતે બે શહેરોમાં થઈ શકે છે. આ વખતે દિલ્હી અને બેંગલુરુમાં WPL -2024 ની તમામ મેચ રમાઈ શકે છે. ગત વર્ષે WPL ની તમામ મેચોનું આયોજન મુંબઈમાં કરવામાં આવ્યું હતું, જેમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ વિજેતા બની હતી. WPL માં પાંચ ટીમો રમે છે, જેમાં દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, ગુજરાત જાયંટ્સ અને યુપી વોરિયર્સ સામેલ છે.
આ પણ વાંચો - Vibrant Gujarat :ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરશે ભારત! ‘વાઈબ્રન્ટ ગુજરાત’માં બન્યો પ્લાન