Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

India vs Afghanistan, 1st T20I : આજે સીરિઝનો પ્રથમ મુકાબલો, મેચ પહેલા મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહી આ વાત

ટીમ ઇન્ડિયા અને અફઘાનિસ્તાન (India vs Afghanistan) વચ્ચે 3 મેચની ટી20 સીરિઝનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. સીરિઝની પહેલી મેચ મોહાલી (Mohali) ખાતે રમાશે. રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી અંદાજે દોઢ વર્ષ પછી ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં...
india vs afghanistan  1st t20i   આજે સીરિઝનો પ્રથમ મુકાબલો  મેચ પહેલા મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહી આ વાત

ટીમ ઇન્ડિયા અને અફઘાનિસ્તાન (India vs Afghanistan) વચ્ચે 3 મેચની ટી20 સીરિઝનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. સીરિઝની પહેલી મેચ મોહાલી (Mohali) ખાતે રમાશે. રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી અંદાજે દોઢ વર્ષ પછી ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં રંગ જમાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ત્યારે બીજી તરફ અફઘાનિસ્તાન (Afghanistan) પણ ટીમ ઇન્ડિયાના જોરદાર ટક્કર આપવા માટે તૈયાર છે.

Advertisement

શુભમન ગિલ કે યશસ્વી જયસ્વાલ ?

અફઘાનિસ્તાન સામેની પ્રથમ T20 મેચ માટે પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરવી કેપ્ટન રોહિત શર્મા માટે આસાન કામ નહીં હોય. મોહાલીમાં રમાનાર મેચમાં શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલમાંથી કોને ટીમમાં સ્થાન આપવું અને કોને બેંચ પર બેસાડવો તે અંગેનો નિર્ણય કરવો મુશ્કેલ સાબિત થઈ શકે છે. યશસ્વી જયસ્વાલ પાસે રોહિત સાથે ઇનિંગ્સ શરૂ કરવાની વધુ તકો હોય તેમ લાગે છે. જોકે, શુભમન ગિલના હોમ ગ્રાઉન્ડને ધ્યાનમાં રાખીને ટીમ મેનેજમેન્ટ તેને પ્લેઈંગ ઈલેવનમાં તક આપી શકે છે. આજની મેચ પહેલા મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે, અફઘાનિસ્તાનના સ્પિનરો સામે રમવું તે એક સારો પડકાર હશે અને અમે તેની રાહ જોઈ રહ્યા છીએ.

Advertisement

બોલિંગ આક્રમણ કેવું હશે?

ભારતીય ટીમ ત્રણ ફાસ્ટ બોલરો સાથે અફઘાનિસ્તાન સામે (India vs Afghanistan) મેદાને ઉતરી શકે છે. અર્શદીપ સિંહ ફાસ્ટ બોલિંગનું નેતૃત્વ કરતો જોવા મળી શકે છે. અવેશ ખાન અને મુકેશ કુમાર પણ અર્શદીપને સપોર્ટ કરતા જોવા મળી શકે છે. સ્પિન વિભાગની વાત કરીએ તો કુલદીપ યાદવ અથવા રવિ બિશ્નોઈમાંથી કોઈ એકને તક મળી શકે છે. તે જ સમયે, અક્ષર પટેલ બીજા સ્પિનરની ભૂમિકા ભજવતો જોવા મળી શકે છે. જણાવી દઈએ કે, ભારત અને અફઘાનિસ્તાન (India vs Afghanistan) વચ્ચેની પ્રથમ ટી20 મેચ આજે મોહાલીના બિંદ્રા સ્ટેડિયમ (Bindra Stadium) ખાતે રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યાથી શરૂ થશે.

ભારતીય ટીમની સંભાવિત પ્લેઇંગ 11

Advertisement

રોહિત શર્મા (C), યશસ્વી જયસ્વાલ/શુબમન ગિલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ/રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ.

આ પણ વાંચો - IND vs AFG : ટીમ ઈન્ડિયાને લાગ્યો વિરાટ ઝટકો, કોહલી ટીમમાંથી બહાર

Tags :
Advertisement

.