Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IND vs SA 1st Test: બૉક્સિંગ ડે ટેસ્ટમાં રાહુલની શાનદાર બેટિંગ, સચિન અને ધોનીના આ રેકોર્ડ્સની કરી બરાબરી

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે હાલ સેંચુરિયનના સુપરસ્પોર્ટ પાર્ક ખાતે હાલ બૉક્સિંગ-ડે ટેસ્ટ રમાઈ રહી છે. જો કે, આ મેચમાં ભારતીય ટીમ 245 રનમાં જ ઓલઆઉટ થઈ છે. ભારતીય વિકેટ કીપર અને બેટ્સમેન કે.એલ. રાહુલ શાનદાર બેટિંગ કરી સદી ફટકારી...
ind vs sa 1st test  બૉક્સિંગ ડે ટેસ્ટમાં રાહુલની શાનદાર બેટિંગ  સચિન અને ધોનીના આ રેકોર્ડ્સની કરી બરાબરી

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે હાલ સેંચુરિયનના સુપરસ્પોર્ટ પાર્ક ખાતે હાલ બૉક્સિંગ-ડે ટેસ્ટ રમાઈ રહી છે. જો કે, આ મેચમાં ભારતીય ટીમ 245 રનમાં જ ઓલઆઉટ થઈ છે. ભારતીય વિકેટ કીપર અને બેટ્સમેન કે.એલ. રાહુલ શાનદાર બેટિંગ કરી સદી ફટકારી હતી. તેણે 14 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 101 રન બનાવ્યા હતા. કે.એલ. રાહુલે વિકેટ કીપર તરીકે ટેસ્ટ મેચમાં તોફાની બેટિંગ કરી અને કેટલાક રિકોર્ડ પોતાના નામે કર્યા છે.

Advertisement

જણાવી દઈએ કે, આ સાથે કે.એલ. રાહુલ દક્ષિણ આફ્રિકાના આ મેદાન પર બે સદી ફટકારનાર પ્રથમ વિઝિટિંગ બેટ્સમેન બની ગયો છે. અગાઉ વર્ષ 2021-22 ના પ્રવાસ દરમિયાન પણ રાહુલે સદી ફટકારી હતી. ઉપરાંત, આ સાથે કે.એલ. રાહુલ એશિયાની બહાર સદી ફટકારનાર ભારતીય વિકેટ કીપર બેટ્સમેનોની એલિટ લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. આટલું જ નહીં, તેણે એક મામલામાં મહાન બેટ્સમેન સચિન તેંડુલકરની બરાબરી કરી છે, તો સાથે જ તેણે પૂર્વ ભારતીય કેપ્ટન એમ.એસ. ધોનીનો એક રેકોર્ડ તોડી નાખ્યો છે.

Advertisement

આ રેકોર્ડ રાહુલના નામે થયા

આ સદી સાથે કે.એલ. રાહુલના ટેસ્ટ કરિયરની 8મી સદી થઈ છે, જેના પછી કેટલાક રેકોર્ડ તેના નામે થયા છે. સેંચુરિયનના સુપરસ્પોર્ટ પાર્ક સ્ટેડિયમમાં સૌથી વધુ રન બનાવનારા વિઝિટિંગ બેટ્સમેનોની યાદીમાં કે.એલ. રાહુલ હવે પહેલા ક્રમાંકે પહોંચ્યો છે. દક્ષિણ આફ્રિકાના આ મેદાન પર 2 ટેસ્ટ સદી ફટકારનાર ભારતીય બેટ્સમેનોની યાદીમાં રાહુલે સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી છે. જ્યારે વિજય માંજરેકર પછી રાહુલ વિકેટકીપર તરીકે પણ ટેસ્ટ સદી ફટકારનાર બીજો ભારતીય બની ગયો છે. રાહુલે એમ.એસ. ધોનીના 13 વર્ષ જૂના રેકોર્ડને પણ તોડી દીધો છે, જે હેઠળ વર્ષ 2010માં ધોનીએ વિકેટ કીપર તરીકે 90 રનની ઇનિંગ્સ રમી હતી.

Advertisement

આ પણ વાંચો - WFI માટે 3 સભ્યોની સમિતિનું ગઠન, ભારતીય ઓલંપિક સંઘે કરી જાહેરાત

Tags :
Advertisement

.