Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ind vs RSA 1st Test : આજે આ સમયે શરૂ થશે 'મહામુકાબલો', ભારતીય ટીમ પાસે ઇતિહાસ રચવાની તક

ભારતીય ક્રિકેટ ટીમ આજે (26 ડિસેમ્બર) સાઉથ આફ્રિકા સામે 2 મેચોની ટેસ્ટ સીરિઝની શરૂઆત કરશે. પહેલી ટેસ્ટ મેચ સેંચુરિયનમાં રમાશે, જે ભારતીય સમયાનુસાર આજે બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. નોંધનીય છે કે, ભારતીય ટીમ વર્ષ 1992થી દક્ષિણ આફ્રિકાની ધરતી પર...
ind vs rsa 1st test   આજે આ સમયે શરૂ થશે  મહામુકાબલો   ભારતીય ટીમ પાસે ઇતિહાસ રચવાની તક

ભારતીય ક્રિકેટ ટીમ આજે (26 ડિસેમ્બર) સાઉથ આફ્રિકા સામે 2 મેચોની ટેસ્ટ સીરિઝની શરૂઆત કરશે. પહેલી ટેસ્ટ મેચ સેંચુરિયનમાં રમાશે, જે ભારતીય સમયાનુસાર આજે બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. નોંધનીય છે કે, ભારતીય ટીમ વર્ષ 1992થી દક્ષિણ આફ્રિકાની ધરતી પર દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણી રમી રહી છે, પરંતુ અત્યાર સુધી ટીમ એક પણ શ્રેણી જીતી શકી નથી. આથી ભારતીય ટીમ પાસે આ સીરિઝ થકી ઇતિહાસ રચવાની મોટી તક છે.

Advertisement

જણાવી દઈએ કે, ભારતીય ટીમે અત્યાર સુધીમાં દક્ષિણ આફ્રિકામાં કુલ 8 દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણી રમી છે. તેમાંથી 7 હાર અને 1 મેચ ડ્રો રહી હતી. જ્યારે અત્યાર સુધીમાં બંને ટીમ વચ્ચે કુલ 15 દ્વિપક્ષીય ટેસ્ટ સીરિઝ રમાઈ છે, જેમાંથી ભારતે માત્ર 4 માં જીત મેળવી છે, જ્યારે 8 માં તેનો પરાજય થયો છે. 3 ડ્રો રહી છે. રોહિત શર્માની (Rohit Sharma) કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમ આજે વર્લ્ડ કપ ફાઇનલની હારને ભુલાવીને આ ટેસ્ટ સીરિઝ જીતવાના ઇરાદે મેદાન પર ઉતરશે. આજે રોહિત શર્મા પાસે સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સીરિઝ જીતને પહેલો ભારતીય કેપ્ટન બનવાની તક છે અને તે તેને જવા દેશે નહિ.

Advertisement

અગાઉ સાઉથ આફ્રિકામાં મોહમ્મદ અઝરૂદ્દીન (1992), સચિન તેંદુલકર (1996) (Sachin Tendulkar) અને સૌરવ ગાંગુલી (2001) ની કેપ્ટનશીપમાં ભારતીય ટીમને ટેસ્ટ સીરિઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, રાહુલ દ્રવિડ (2006-07), ધોની (2010-11 અને 2013-14) અને વિરાટ કોહલી (Virat Kohli) (2018-19 અને 2021-22) ની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે ટેસ્ટ મેચમાં જીત મેળવી છે. પરંતુ, કોઈ પણ ટીમ ટેસ્ટ સીરિઝ પોતાના નામે કરી શકી નથી.

ભારતની ટીમ :

Advertisement

રોહિત શર્મા (c), KL રાહુલ (wk), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિધ્ધ કૃષ્ણા, રવિચંદ્રન અશ્વિન, શ્રીકર ભરત, અભિમન્યુ ઇશ્વરન, મુકેશ કુમાર.

દક્ષિણ આફ્રિકા ટીમ:

ટેમ્બા બાવુમા (c), કાયલ વેરેન (wk), ડીન એલ્ગર, એડન માર્કરામ, ટોની ડી જોરજી, ડેવિડ બેડિંગમ, માર્કો જાનસન, કેશવ મહારાજ, ગેરાલ્ડ કોએત્જી, કૈગિસો રબાડા, લુંગી એનગિડી, કીગન પીટરસન, વિયાન મુલ્ડર, નંદ્રે બર્ગર, ટ્રિસ્ટન સ્ટબ્સ

આ પણ વાંચો - WC 2023: વર્લ્ડ કપની હારને લઈ રોહિત શર્માનું છલકાયું દર્દ! કહ્યું – તે હાર અમારા માટે…

Tags :
Advertisement

.