Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IND vs ENG : Tom Hartley સામે ભારતીય બેટ્સમેન ઘૂંટણીએ, 28 રને ટીમ ઇન્ડિયાની કારમી હાર

ભારત અને ઈંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચેની પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડે 28 રને જીત મેળવી છે. હૈદરાબાદના (Hyderabad) રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ઇંગ્લેન્ડની બોલિંગ સામે ભારતીય બેટિંગ ઓર્ડર ધરાશાયી થયો. ઇંગ્લેન્ડના બોલર ટોમ...
ind vs eng   tom hartley સામે ભારતીય બેટ્સમેન ઘૂંટણીએ  28 રને ટીમ ઇન્ડિયાની કારમી હાર

ભારત અને ઈંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચેની પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડે 28 રને જીત મેળવી છે. હૈદરાબાદના (Hyderabad) રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ઇંગ્લેન્ડની બોલિંગ સામે ભારતીય બેટિંગ ઓર્ડર ધરાશાયી થયો. ઇંગ્લેન્ડના બોલર ટોમ હાર્ટલીએ ભારત સામેની ડેબ્યૂ મેચમાં કુલ 9 વિકેટ ઝડપી શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતના બીજા દાવમાં હાર્ટલીએ 7 વિકેટ ઝડપી હતી.

Advertisement

ભારતને જીતવા માટે 231 રનની જરૂર હતી

જણાવી દઈએ કે, મેચના ચોથા દિવસની શરૂઆતમાં બુમરાહે (Jasprit Bumrah) રેહાન અહેમદ, ઓલી પોપ, અશ્વિને ટોમ હાર્ટલી અને જાડેજાએ માર્ક વુડની વિકેટ લઈ ઈંગ્લેન્ડની ઈનિંગ્સને 420 રન પર સમાપ્ત કરી હતી. દરમિયાન, ઓલી પોપ માત્ર 4 રનથી તેની બેવડી સદી ચૂકી ગયો હતો. ભારત માટે છેલ્લા દિવસે બુમરાહે 2 અને જાડેજા-અશ્વિન 1-1 વિકેટ ઝડપી હતી. ભારતને જીતવા માટે 231 રનની જરૂર હતી.

Advertisement

લક્ષ્યનો પીછો કરવા મેદાને ઉતરેલી ભારત ટીમની ઇનિંગ્સની (IND vs ENG) શરૂઆત સારી રહી હતી. ઓપનર બેટ્સમેન યશસ્વી અને રોહિત શર્મા (Rohit Sharma ) વચ્ચે સારી ભાગેદારી થઈ હતી. જો કે, હાર્ટલીએ યશસ્વીને 15 રન પર પેવેલિયન મોકલી દીધો હતો. આ પછી હાર્ટલીએ શુભમન ગિલને પણ 0 પર પેવેલિયન મોકલીને ભારતને બેક ફૂટ પર ધકેલી દીધું હતું. ત્યાર બાદ કેપ્ટન રોહિત અને કેએલ રાહુલે ત્રીજી વિકેટ માટે 21 રનની ભાગીદારી નોંધાવી હતી. આ પછી રોહિતે 39 રનમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. જ્યારે અક્ષર પટેલ અને કે.એલ. રાહુલે (KL Rahul) ચોથી વિકેટ માટે 32 રન જોડ્યા, પરંતુ હાર્ટલીએ ફરી એકવાર આ ભાગીદારી તોડી અને અક્ષરને પેવેલિયન મોકલી દીધો.

Advertisement

જાડેજા રન આઉટ થયો

જો રૂટે 22 રને કે.એલ. રાહુલને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. કેપ્ટન સ્ટોક્સે જાડેજાને (Ravindra Jadeja) રન આઉટ કર્યો હતો, જેના કારણે ભારતે છઠ્ઠી વિકેટ ગુમાવી હતી. શ્રેયસ અય્યર 13 રન બનાવીને આઉટ થયો હતો. અંતે અશ્વિન અને શ્રીકર ભરતે ઈનિંગને સંભાળી લીધી અને આઠમી વિકેટ માટે 57 રનની ભાગીદારી કરી. ભરત અને અશ્વિન 28 રનના અંગત સ્કોર પર હાર્ટલી દ્વારા આઉટ થયા હતા. બુમરાહ અને સિરાજે 10મી વિકેટ માટે 25 રન જોડીને ભારતને જીત અપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સિરાજે પોતાની વિકેટ ગુમા દેતા ભારતીય ટીમ 202 રનમાં સમેટાઈ ગઈ હતી. આ સાથે ઇંગ્લેન્ડે સીરીઝમાં 1-0 ની (IND vs ENG) લીડ મેળવી છે.

આ પણ વાંચો - SCA : સૌરાષ્ટ્રના 5 જુનિયર ખેલાડીઓની કિટમાંથી દારુ અને બિયરનો જથ્થો મળ્યો

Tags :
Advertisement

.