Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Share Market Closing Bell: સામાન્ય નાગરિકોની જેમ શેરબજારમાં પણ બજેટને લઈ દેખાઈ મુંઝવણ

Share Market Closing Bell: આજરોજ કેન્દ્રીય Budget ના દિવેસ BSE Sensex અને Nifty એ ઉછાળા સાથે વહેલી સવારે કારોબાર કરતા જોવા મળ્યા છે. આજરોજ Budget ના દિવસે BSE Sensex એ 193.35 પોઈન્ટના ઉછાળો સાથે 80,695.43 ની સપાટીએ ખુલ્યો હતો. ત્યારે...
05:07 PM Jul 23, 2024 IST | Aviraj Bagda
Stock markets fall as govt increases tax on capital gains, derivates trading; Rupee at record low

Share Market Closing Bell: આજરોજ કેન્દ્રીય Budget ના દિવેસ BSE Sensex અને Nifty એ ઉછાળા સાથે વહેલી સવારે કારોબાર કરતા જોવા મળ્યા છે. આજરોજ Budget ના દિવસે BSE Sensex એ 193.35 પોઈન્ટના ઉછાળો સાથે 80,695.43 ની સપાટીએ ખુલ્યો હતો. ત્યારે Nifty એ 24,550 ની સપાટીએ જોવા મળ્યો હતો. જોકે મોદી સરકાર 3.0 નું Budget જાહેર થતાની સાથે શેરબજારને ઝટકો લાગ્યો હતો.

ત્યારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણએ Budget ને લઈને ભાષણ સમાપ્ત કરે, તે પહેલા BSE Sensex માં 1200 પોઈન્ટનો ઘટાડો આવ્યો હતો. તો શેરબજાર બંધ થતાની સયમે ઉતાર-ચડાવ સાથે કારોબાર કરતો BSE Sensex માં અંતે 73.04 પોઈન્ટનો ઉછાળો આવ્યો અને 80,429.04 ની સપાટીએ બંધ થયો હતો. તેવી જ રીતે National Stock Exchange's Nifty માં પણ ઉતાર-ચડાવની સ્થિતિના અંતે 30.20 પોઈન્ટના ઉછાળા સાથે 24,479.05 ની સપાટીએ બંધ થયો હતો.

Share Market Closing Bell

22 જુલાઈના રોજ 448.35 લાખ કરોડ કિંમત આંકવામાં આવી

તો BSE કંપનીના કુલ શેર પૈકી Titan Company, Tata Consumer, ITC, HUL અને Adani Ports ના શેરમાં ભારે ઉછાળો આવ્યો હતો. અને બીજી તરફ L&T, ONGC, Hindalco, Shriram Finance અને Bajaj Finance માં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. તો BSE કંપનીના કુલ Market Cap ની કિંમતમાં આજરોજ 446.50 લાખ કરોડનો ઘટાડો આવ્યો હતો. જોકે 22 જુલાઈના રોજ 448.35 લાખ કરોડ કિંમત આંકવામાં આવી હતી.

Sensex અને Nifty એ શેરબજારના અંતમાં લાલા નિશાન

તેથી BSE કંપનીના Market Cap ની કિંમતમાં એટલે કે રોકાણકારોની સંપત્તિમાં 1.82 લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે. ત્યારે આજરોજ ભારે ઉછાળા સાથે કારોબાર કરતા BSE Sensex અને Nifty એ શેરબજારના અંતમાં લાલા નિશાન પર બંધ થયા છે. આજના શેરબજારમાં કારોબારનું સરેરાશ નીકાળતા BSE Sensex અને Nifty માં ક્રમશ: 102 અને 21 પોઈન્ટનો ઘટાડો આવ્યો છે.

આ પણ વાંચો: બજેટ ભાષણ પૂર્ણ થયા બાદ શેરબજારમાં આવ્યો 1200 પોઈન્ટનો કડાકો

Tags :
budget 2024Budget 2024 Impact on Share Marketbudget 2024 newsBudget 2024 Share Market LiveBusinessEffect of Budget on Stock Market 2024Finance Minister Nirmala SitharamanFM Nirmala Sitharaman SpeechGujarat Firstindia budget 2024Nifty50Share Market Budget 2024 LiveShare Market Closing BellSHARE MARKET LIVEshare market todayStock Market Todayunion budget 2024Union Budget 2024 Share Market
Next Article