Salman Khan એ કબૂલ્યું, Lawrence Bishnoi મને અને મારા પરિવારને મારી નાખવા માંગે છે!
Salman Khan statement: આપણે સૌ જાણીએ છીએ કે, અભિનેતા Salman Khan ના ઘર પર 14 એપ્રેલ 2024 ની વહેલી સવારે 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે આ મામલાની ગંભીરતાને લઈને મુંબઈ Mumbai Crime Branch એ કડક તપાસ શરૂ કરી હતી. જોકે વર્ષો પહેલા Salman Khan ને મારી નાખવા માટે Gangster Lawrence Bishnoi એ ઘમકી આપી હતી. ત્યારે મુંબઈ પોલીસે આરોપીઓને પકડી પાડ્યા હતાં. જેમણે 14 એપ્રિલના રોજ Salman Khan ના ઘર પર ફાયરિંગ કર્યું હતું. તે ઉપરાંત મુંબઈ પોલીસમાં Salman Khan એ આપેલું સ્ટેટમેન્ટ પર સામે આવ્યું છે.
વર્ષ 2022 માં મારા પિતાને એક પત્ર મળ્યો હતો
મુબંઈ પોલીસે મને અને મારા પરિવારને Y Plus Security આપી
અનમોલ બિશ્નોઈએ આ હુમલાની જવાબદારી લીધી
તો Mumbai Crime Branch માં આપેલા બયાન પ્રમાણે Salman Khan એ કહ્યું હતું કે, હું એક અભિનેતા તરીકે કામ કરું છું. છેલ્લા 35 વર્ષથી. મારી પાસે પોતાની અંગત Security પણ છે. હું મારા પરિવાર સાથે બાંદ્રામાં આવેલા Galaxy Appartment માં રહું છું. તો વર્ષ 2022 માં મારા પિતાને એક પત્ર મળ્યો હતો. જેમાં મારા પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ પત્રને લઈ મારા પિતા સલીમ ખાને મુંબઈ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. તો વર્ષ 2023 માં મારા એક ઈમેલ પર Gangster Lawrence Bishnoi વડે માને અને મારા પરિવારને મારી નાખવાની ધમકીનો ઈમેલ આવ્યો હતો. આ ઈમેલને લઈને પણ બાંદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
#WATCH | Gujarat: AR Zankant, Kachchh DSP says "Mumbai Police was investigating the case of firing outside the residence of actor Salman Khan. Mumbai Police informed the Kachchh Police that the two accused had reached Kachchh. Different teams were formed to catch the accused.… pic.twitter.com/5TP75cniSG
— ANI (@ANI) April 16, 2024
મુબંઈ પોલીસે મને અને મારા પરિવારને Y Plus Security આપી
તો આ વર્ષે પણ ખોટી ઓળખ બતાવીને બે વ્યક્તિઓ દ્વારા મારા પનવેલમાં આવેલા ફાર્મહાઉસમાં ઘુસણખોરી કરવામાં આવી હતી. તો જ્યારે મેં આ વ્યક્તિઓ વિરુદ્ધ પનવેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ત્યારે તેમણે આરોપીઓને પકડીને તેમની પુછતાછ કરી હતી. ત્યારે આ બંને વ્યક્તિ Gangster Lawrence Bishnoi ના ગામના રહેવાસી નીકળ્યા હતાં. ત્યારથી મુબંઈ પોલીસે મને અને મારા પરિવારને Y Plus Security આપી છે. તે ઉપરાંત મારા સાથે મારા અંગત Bodugaurd પણ સુરક્ષા માટે તૈનાત હોય છે. પરંતુ ત્યાર બાદ ફરી એકવાર Gangster Lawrence Bishnoi દ્વારા તેમના માણસોએ મારી પર હુમલો કરવાની કોશિશ કરી હતી.
અનમોલ બિશ્નોઈએ આ હુમલાની જવાબદારી લીધી
#WATCH | Mumbai: Case of firing outside the residence of actor Salman Khan: Lakhmi Gautam, Joint Commissioner of Police (Crime) says, "...A total of five rounds were fired by the accused. Later on in the day Anmol Bishnoi also wrote on Facebook regarding this incident...We've… pic.twitter.com/wQCCRUplPM
— ANI (@ANI) April 16, 2024
14 એપ્રિલ 2024 ના રોજ પરોઠના સમયે આશરે 4 કલાકની આસપાસ મારા ઘરની બહાર બાઈક પર સવાર 3 આરોપીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મેં જ્યારે અવાજ સાંભળ્યો અને ઘરની બહાર નીકળ્યો હતો, ત્યારે મુંબઈ પોલીસના એક બોડીગાર્ડે કહ્યું કે, Galaxy Appartment ના First Floor પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. ત્યારે મને ખાતરી છે કે, આ વખતે પણ Gangster Lawrence Bishnoi ના માણસોએ જ આ ફાયરિંગ કરાવ્યું છે. કારણ કે... Gangster Lawrence Bishnoi ના ભાઈ અનમોલ બિશ્નોઈએ આ હુમલાની જવાબદારી લઈને ફેસબુક પર એક પોસ્ટ કરી છે. તે ઉપરાંત Gangster Lawrence Bishnoi એ અનેક ઈન્ટવ્યૂમાં મને અને મારા પરિવારને મારી નાખવાની ધમકી આપી છે.
આ પણ વાંચો: FRANCE માં ચાલે છે SRK ના નામનો 'સિક્કો', GLOBAL STAR ની વ્યાખ્યા કરી સાર્થક