ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

American Sailor Jose: 1.5 વર્ષ દરિયામાં ફસાયો, જીવવા માટે કાચબા-પક્ષી ખાધા અને પછી ચમકી કિસ્મત

Sailor Jose Salvador Alvarenga: આ ઘરતી પર જેટલું મહત્વ જમીન, આકાશ, વાયુ અને જનજીવનનું છે. તેના કરતા વધુ મહત્વ દરિયાનું છે. કારણ કે... દરિયોએ જમીન, આકાશ અને વાયુનું નિર્માણ કરાવવામાં અગત્યનું પાસુ છે. ત્યારે જ કહેવાય છે કે, દરિયોએ દાતોઓનો...
04:20 PM Jul 21, 2024 IST | Aviraj Bagda
The Incredible Story Of Jose Salvador Who Was Lost At Sea For 438 Days & Lived To Tell The Tale

Sailor Jose Salvador Alvarenga: આ ઘરતી પર જેટલું મહત્વ જમીન, આકાશ, વાયુ અને જનજીવનનું છે. તેના કરતા વધુ મહત્વ દરિયાનું છે. કારણ કે... દરિયોએ જમીન, આકાશ અને વાયુનું નિર્માણ કરાવવામાં અગત્યનું પાસુ છે. ત્યારે જ કહેવાય છે કે, દરિયોએ દાતોઓનો પણ દાતા છે. પરંતુ જ્યારે દરિયાની સામે કોઈ રૂઆબ કે પડકાર આપે છે. ત્યારે દરિયો તેના સાતેય પેઢીનું ધનોતપનોત કરી નાખે છે. પરંતુ અમુક સંજોગોમાં દરિયાલાલ તેના મનપંસદ વ્યક્તિ કે કોઈ પણ જીવને એક નવું જીવન પણ આપે છે.

ત્યારે અમેરિકામાં એક વ્યક્તિ 438 દિવસ સુધી દરિયામાં ફસાયેલો રહ્યો હતો. જોકે આ વ્યક્તિ તેના મિત્રો સાથે માછલીઓ પકડવા માટે દરિયામાં ગયો હતો. જોકે Jose Salvador Alvarenga નામના વ્યક્તિની ઘટના પણ શક્ય છે કે અમુક વ્યક્તિઓ જ વિશ્વાસ કરે, પરંતુ આ ઘટના તદ્દન સત્યા છે. કારણ કે... આટલી ભયાવહ સ્થિતિમાં શક્ય છે કે, કોઈ વ્યક્તિ સુરક્ષિત રીતે દરિયાના પેટાળમાંથી હેમખેમ રીતે બહાર નીકળી શકે. ત્યારે Jose Salvador Alvarenga એ મોતને માત દઈને દરિયાના પેટાળમાંથી ઉગતા સૂરજની જેમ પોતાના પરિવાર પાસે આવ્યો છે.

1 વર્ષ કરતા પણ વાધારે દિવસો પાણી અને ખોરાક વિના

વર્ષ 2012 માં Jose Salvador Alvarenga એ તેના મિત્રો સાથે મેક્સિકોના દરિયામાં માછલીઓ પકડવા માટે ગયો હતો. પરંતુ દરિયાની વચ્ચે તેમની નાવડી ખરાબ થઈ ગઈ હતી. જેના કારણે Jose Salvador Alvarenga એ 438 દિવસો માટે પ્રશાંત મહાસાગરની અંદર ગાંડાની જેમ ફરતા હતાં. પરંતુ ત્યારે ટોમ આર્મબ્રસ્ટર દરિયામાં માર્શલ તરીકે ફરજ નિભાવતા હતા. ત્યારે તેમને એક નાવડીમાં Jose Salvador Alvarenga કથિત હાલતમાં મળી આવ્યો હતો. ત્યારે Jose Salvador Alvarenga એ માર્શલને જણાવ્યું હતું કે, તેઓ કેવી રીતે આ વિશાળ ભયાવહ દરિયાની અંદર 1 વર્ષ કરતા પણ વાધારે દિવસો પાણી અને ખોરાક વિના નીકાળ્યા હતાં.

કાચબા અને પક્ષિયોને મારીને તેમનું ખુન-માસ ખાધું

Jose Salvador Alvarenga એ કહ્યું કે, તેમણે કાચબા અને પક્ષિયોને મારીને તેમનું ખુન અને માસ ખાઈને 1 વર્ષ સુધી સંઘર્ષ કર્યો હતો. જોકે Jose Salvador Alvarenga નો સાથીદાર આ પ્રકારના ખોરાકને પચાવી ના શક્યો હતો. તેના કારણે તેનું મોત થયું હતું. ત્યારે Jose Salvador Alvarenga મિત્રના મૃતદેહને જોઈને હિંમત હારી જતા હતાં. તેના કારણે તેમણે સાથીદારને અંતિમ સંસ્કાર તરીકે મૃતદેહને દરિયામાં નાખી દીધો હતો. પરંતુ એક દિવસ ટોમ આર્મબ્રસ્ટરનું જહાજ તેમની નજીકથી પસાર થયું હતું. તેના કારણે તેમનો જીવ બચી શક્યો હતો.

મૃતક સાથીદારના પરિવારજનોએ ગંભીર આરોપ લગાવ્યો

તો બીજી તરફ Jose Salvador Alvarenga પર તેમના મૃતક સાથીદારના પરિવારજનો ગંભીર આરોપ લગાવી રહ્યા છે. કહે છે કે, Jose Salvador Alvarenga એ જીવીત રહેવા માટે તેમના મિત્રને મારીને ખાઈ ગયા હશે. જોકે Jose Salvador Alvarenga એ આ વાતને નકારી કાઢી છે. Jose Salvador Alvarenga એ કહ્યું તેના મિત્રનો મૃતદેહ જ્યાં સુધી સંપૂર્ણ રીતે સડી ગયો ન હતો. ત્યાં સુધી નાવડી પર રાખ્યો હતો. ત્યારબાદ Jose Salvador Alvarenga એ મૃતદેહને દરિયામાં ફેંકી દીધો હતો.

આ પણ વાંચો: KUWAIT : AC ફાટતા લાગી ભીષણ આગ, એક ભારતીય પરિવાર થયો ભડથું

Tags :
aliveAmericanAmerican sailorAmerican sailor JoseAmerican sailor Jose SalvadorDeadDead PepolesdiesfishingGujarat Firstincredible survival storyMexicooceansailor Jose Salvador AlvarengaSex
Next Article