Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Viral Video News: બિહારમાં NDA Floor Test પહેલા તેજસ્વી યાદવના નિવાસસ્થાને મહેફિલ યોજાઈ

Viral Video News: બિહારમાં 12 ફેબ્રુઆરીના રોજ NDA Floor Test થશે. આવી સ્થિતિમાં સરકારની બહુમતી અને વિપક્ષની રમતની કસોટી નિશ્ચિત છે. NDA એ સરકારની તરફેણમાં વિશ્વાસ મત મેળવવા માટે મુખ્યમંત્રી નીતિશ કુમાર (CM Nitish Kumar) વિધાનસભામાં વિશ્વાસ મત રજૂ કરશે....
viral video news  બિહારમાં nda floor test પહેલા તેજસ્વી યાદવના નિવાસસ્થાને મહેફિલ યોજાઈ

Viral Video News: બિહારમાં 12 ફેબ્રુઆરીના રોજ NDA Floor Test થશે. આવી સ્થિતિમાં સરકારની બહુમતી અને વિપક્ષની રમતની કસોટી નિશ્ચિત છે. NDA એ સરકારની તરફેણમાં વિશ્વાસ મત મેળવવા માટે મુખ્યમંત્રી નીતિશ કુમાર (CM Nitish Kumar) વિધાનસભામાં વિશ્વાસ મત રજૂ કરશે. આ પરીક્ષા પહેલા બિહારમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ બન્નેમાં રાજકીય ગતિવિધિઓ ઝડપથી બદલી રહી છે.

Advertisement

  • Tejashwi Yadav ના બંગલા પરથી Video Viral થયો
  • RJD ના રાષ્ટ્રીય પ્રવક્તા મનોજ ઝાનું નિવેદન
  • તમામ ધારાસભ્યો સાથે પાર્ટી ચીફ સાથે તેમના નિવાસસ્થાને

Tejashwi Yadav ના બંગલા પરથી Video Viral થયો

બિહાર ધારાસભ્યોના હોર્સ-ટ્રેડિંગના ડરથી, રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના નેતા તેજસ્વી યાદવે (Tejashwi Yadav) પાર્ટીના ધારાસભ્યોને તેમના સત્તાવાર નિવાસસ્થાન પર રાખ્યા છે. આ દરમિયાન પૂર્વ Dypty. CM Tejashwi Yadav અને તેમના ધારાસભ્યોનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેઓ ગીત ગાતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તેજસ્વી યાદવ રાત્રે તેમના ધારાસભ્યો સાથે બેઠેલા જોવા મળે છે.

Advertisement

RJD ના રાષ્ટ્રીય પ્રવક્તા મનોજ ઝાનું નિવેદન

243 સભ્યોની બિહાર વિધાનસભામાં RJD પાસે સૌથી વધુ 79 ધારાસભ્યો છે. RJD ના રાષ્ટ્રીય પ્રવક્તા મનોજ ઝાએ કહ્યું હતું કે સત્તારૂઢ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) ના વિશ્વાસ મત સુધી પાર્ટીના તમામ ધારાસભ્યો તેજસ્વી યાદવના નિવાસ સ્થાને રહેશે.

તમામ ધારાસભ્યો સાથે પાર્ટી ચીફ સાથે તેમના નિવાસસ્થાને

બિહારના મુખ્યમંત્રી અને જનતા દળ-યુનાઈટેડ (JDU) ના પ્રમુખ નીતીશ કુમારે (CM Nitish Kumar) પક્ષ બદલીને NDA માં જોડાયા પછી Tejashwi Yadav એ નાયબ મુખ્ય પ્રધાનનું પદ ગુમાવ્યું છે. રાજ્યસભાના સભ્ય ઝાએ કહ્યું હતું કે, “માત્ર અમારી પાર્ટીના ધારાસભ્યો જ નહીં, પરંતુ અમારા ગઠબંધનના ભાગીદારોએ પણ 12 ફેબ્રુઆરી સુધી તેજસ્વી યાદવ સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

Advertisement

આ પણ વાંચો: NDA Floor Test: બિહારમાં સત્તાધીશ પક્ષ અને વિપક્ષઓએ MLAs ને લઈ કમરકસી

Tags :
Advertisement

.