Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

UGC-NET 2024 પરીક્ષા કરવામાં આવી રદ, પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું

UGC-NET 2024: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ 18મી જૂન, 2024ના રોજ OMR (પેન અને પેપર) મોડમાં UGC-NET જૂન 2024ની પરીક્ષા દેશના વિવિધ શહેરોમાં બે પાળીમાં હાથ ધરી હતી. 19મી જૂન, 2024ના રોજ, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ને પરીક્ષા અંગે ગૃહ મંત્રાલય...
ugc net 2024 પરીક્ષા કરવામાં આવી રદ  પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું

UGC-NET 2024: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ 18મી જૂન, 2024ના રોજ OMR (પેન અને પેપર) મોડમાં UGC-NET જૂન 2024ની પરીક્ષા દેશના વિવિધ શહેરોમાં બે પાળીમાં હાથ ધરી હતી. 19મી જૂન, 2024ના રોજ, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ને પરીક્ષા અંગે ગૃહ મંત્રાલય હેઠળના ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) ના નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ તરફથી ચોક્કસ ઇનપુટ્સ પ્રાપ્ત થયા. આ ઇનપુટ્સ આધારે ઉપરોક્ત પરીક્ષાની ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે.

Advertisement

  • સંપૂર્ણ મામલો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશને સોંપાયો

  • જેમાં 11,21,225 ઉમેદવારોએ ભાગ લીધો હતો

  • કોઈપણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

આ પરીક્ષાની પ્રક્રિયા તમામ નિયમ-કાનૂનને સુનિશ્ચિત કરવાને લઈ ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે UGC-NET જૂન 2024 ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. તો નવી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે, અને નવી પરીક્ષા તારીખો અને સ્થળ પણ વહેલી તકે ઉમેદવારો માટે જાહેર કરવામાં આવશે. હાલ, આ સંપૂર્ણ મામલો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (C.B.I.) ને સોંપવામાં આવી રહ્યો છે.

11,21,225 ઉમેદવારોએ ભાગ લીધો હતો

UGC એ કહ્યું કે, 'પરીક્ષા શરુઆતથી લેવામાં આવશે, જેની માહિતી અલગથી જાહેર કરવામાં આવશે. સરકાર પરીક્ષાઓની અખંડિતતા સુનિશ્ચિત કરવા અને વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. તમને જણાવી દઈએ કે UGC-NET પરીક્ષા જૂન 2024 માં દેશના 317 શહેરોમાં 1205 પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી. જેમાં 11,21,225 ઉમેદવારોએ ભાગ લીધો હતો.

Advertisement

કોઈપણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

NEET (UG) પરીક્ષા-2024 સંબંધિત બાબતમાં, ગ્રેસ માર્કસ સંબંધિત મુદ્દાને પહેલાથી જ સંપૂર્ણ રીતે સંબોધવામાં આવ્યો છે. પટનામાં પરીક્ષાના સંચાલનમાં કથિત કેટલીક ગેરરીતિઓના સંદર્ભમાં, બિહાર પોલીસના આર્થિક ગુના એકમ પાસેથી વિગતવાર અહેવાલ માગવામાં આવ્યો છે. આ રિપોર્ટ મળ્યા બાદ સરકાર આગળની કાર્યવાહી કરશે. સરકાર પરીક્ષાઓના નિયમો અને વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે.  તે ઉપરાંત કોઈપણ વ્યક્તિ/સંસ્થા આ બાબતમાં સંડોવાયેલી જણાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: નવલ બજાજની મહારાષ્ટ્ર ATS ના વડા તરીકે નિમણૂક

Advertisement

Tags :
Advertisement

.