Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NCP Party: અમે રાહ જોઈશું, પરંતુ અમને એક કેબિનેટ મંત્રી પદ તો મળવું જ જોઈએ

NCP Party: આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) દ્વારા સતત 3 વાર વડામંત્રીના શપથ લેવામાં આવ્યા હતા. તે ઉપરાંત તેમની સાથે 68 કેબિનેત મંત્રી મંડળના મંત્રીઓ દ્વારા મંત્રી પદના શપથ પણ લેવામાં આવ્યા હતા. પરંતુ આ વખતે BJP સાથે NDA...
ncp party  અમે રાહ જોઈશું  પરંતુ અમને એક કેબિનેટ મંત્રી પદ તો મળવું જ જોઈએ

NCP Party: આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) દ્વારા સતત 3 વાર વડામંત્રીના શપથ લેવામાં આવ્યા હતા. તે ઉપરાંત તેમની સાથે 68 કેબિનેત મંત્રી મંડળના મંત્રીઓ દ્વારા મંત્રી પદના શપથ પણ લેવામાં આવ્યા હતા. પરંતુ આ વખતે BJP સાથે NDA ગઠબંધનની સરકાર બની હોવાથી, અનેક મંત્રીઓના પત્તા કપાયા છે.

Advertisement

  • રાજ્યમંત્રી તરીકે પણ ફરજ નિભાવવાનો અસ્વીકાર

  • અમારી પાર્ટી NDA નો ભાગ રહેશે

  • અમને માત્ર એક કેબિનેટ મંત્રીનું પદ જોઈએ

ત્યારે આ વખતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના એક વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલને NDA ના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તે ઉપરાંત તેમણે રાજ્યમંત્રી તરીકે પણ ફરજ નિભાવવાનો અસ્વીકાર કર્યો છે. પ્રફુલ્લ પટેલની પાર્ટી NCP એ NDA નો ભાગ છે.

અમારી પાર્ટી NDA નો ભાગ રહેશે

Advertisement

પ્રફુલ્લ પટેલે કહ્યું કે તેઓ અગાઉ ભારત સરકારમાં કેબિનેટ મંત્રી પદ સંભાળી ચૂક્યા છે, તેથી તેમના માટે રાજ્ય મંત્રી પદ સ્વીકારવું મુશ્કેલ છે. તેઓ શપથ ગ્રહણ અને મંત્રી પરિષદમાં સામેલ થવાની માહિતી મેળવીને ખુશ છે. NDA ને લઈને જે અફવાઓ ફેલાઈ રહી છે, તે તદ્દન ખોટી છે. તેમાં કોઈ મતભેદ નથી કે અમારી પાર્ટી NDA નો ભાગ રહેશે.

અમને માત્ર એક કેબિનેટ મંત્રીનું પદ જોઈએ

Advertisement

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને NCP ના વડા અજિત પવારે કહ્યું, તેમની પાર્ટી રાહ જોવા માટે તૈયાર છે. પ્રફુલ્લ પટેલ કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. રાજ્યમંત્રી તરીકેનો કાર્યભાલ સંભાળવો અમને યોગ્ય ન લાગ્યો. એટલા માટે અમે ભાજપને કહ્યું કે અમે થોડા દિવસ રાહ જોવા માટે તૈયાર છીએ, પરંતુ અમને માત્ર કેબિનેટ મંત્રી પદ જોઈએ છે. આગામી 2-3 મહિનામાં રાજ્યસભામાં આપણી પાસે કુલ 3 સભ્યો હશે અને સંસદમાં આપણા સાંસદોની સંખ્યા 4 થઈ જશે. તેથી અમે સ્પષ્ટ કર્યું છે કે અમને માત્ર એક કેબિનેટ મંત્રીનું પદ જોઈએ છે.

આ પણ વાંચો: Pilgrims Bus Accident: વધુ એકવાર તીર્થયાત્રીઓની બસ પર આતંકવાદીઓનો હુમલો, 10 લોકોના મોત

Tags :
Advertisement

.