Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Maharashtra: અમરાવતી સેન્ટ્રલ જેલની અંદર બ્લાસ્ટ, પોલીસ બેડામાં દોડધામ

Maharashtra: મહારાષ્ટ્ર(maharashtra)ની અમરાવતી સેન્ટ્રલ જેલની અંદર દેશી બનાવટનો બોમ્બ અથવા બોલની અંદર ફટાકડા ફેંકવાથી જોરદાર વિસ્ફોટ થયો છે. જો કે આ ઘટનામાં હાલ કોઈ જાનહાનિ થઈ નથી. જો કે આ ઘટના શનિવારે રાત્રે લગભગ 8.30 વાગ્યાની આસપાસની હોવાનું જાણવા મળી...
maharashtra  અમરાવતી સેન્ટ્રલ જેલની અંદર બ્લાસ્ટ  પોલીસ બેડામાં દોડધામ

Maharashtra: મહારાષ્ટ્ર(maharashtra)ની અમરાવતી સેન્ટ્રલ જેલની અંદર દેશી બનાવટનો બોમ્બ અથવા બોલની અંદર ફટાકડા ફેંકવાથી જોરદાર વિસ્ફોટ થયો છે. જો કે આ ઘટનામાં હાલ કોઈ જાનહાનિ થઈ નથી. જો કે આ ઘટના શનિવારે રાત્રે લગભગ 8.30 વાગ્યાની આસપાસની હોવાનું જાણવા મળી રહ્યું છે. અમરાવતીના સીપી-ડીસીપી અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સાથે ટોચના પોલીસ અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

Advertisement

ડીસીપી સહિત બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે

જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ બેરેક નંબર 6 અને 7ની સામે થયો. રાત્રે લગભગ 8.30 વાગ્યે જેલની અંદર ફટાકડા કે બોમ્બ ફૂટવા જેવો જોરદાર અવાજ સંભળાયો. આ ઘટના બાદ જેલ પરિસરમાં હોબાળો મચી ગયો હતો. ઘટનાની માહિતી મળતા જ જેલના અધિકારીઓ અને અમરાવતી પોલીસ કમિશનર અને ડીસીપી સહિત બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગયા.

ઘટનાની તપાસ માટે તાત્કાલિક ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી. અમરાવતી પોલીસ કમિશનર નવીન ચંદ્ર રેડ્ડીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પડોશી હાઇવેના પુલ ઉપરથી બોલ દ્વારા ફટાકડા અથવા બોમ્બ ફેંકવામાં આવ્યો છે. ફેંકનાર વ્યક્તિ કોણ છે અને તેની પાછળનું કારણ શું છે, હાલમાં આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. હાલ કોઈ જાનહાનિ થઈ નથી.

Advertisement

ફોરેન્સિક ટીમે શરૂ કરી તપાસ

પોલીસ હાલમાં અમરાવતી સેન્ટ્રલ જેલની અંદર બોમ્બ જેવી વસ્તુ ફેંકવા પાછળના કારણની તપાસમાં લાગી ગઈ છે. આ માટે પોલીસ અધિકારીઓએ પણ તપાસ શરૂ કરી દીધી છે. પોલીસનું કહેવું છે કે ફોરેન્સિક ટીમ એ જાણવા માટે પણ તપાસ કરી રહી છે કે વિસ્ફોટક માટે શું વપરાયું હતું. હવે તપાસ બાદ જ એ નક્કી કરી શકાશે કે વિસ્ફોટક ફેંકનાર વ્યક્તિએ કઈ સામગ્રીનો ઉપયોગ કર્યો હતો.

આ પણ  વાંચો  - Light tank Zorawar: સ્વદેશી Zorawar tank ચીન-પાક. ને આપશે જડબાતોડ જવાબ

Advertisement

આ પણ  વાંચો  - RAJASTHAN : સ્કૂલમાં ચાલતા ચાલતા જ વિધાર્થીને આવ્યો HEART ATTACK, CCTV માં ઘટના થઈ કેદ

આ પણ  વાંચો  - Jammu Kashmir News : કુલગામમાં સેનાએ 5 આતંકીઓ ઠાર માર્યા, 1 જવાન શહીદ

Tags :
Advertisement

.