EC Rajiv Kumar: ભારતીય ચૂંટણી પંચના મુખ્ય સચિવનો જોવા મળ્યો શાયરાના અંદાઝ
EC Rajiv Kumar: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ના પરિણામો પહેલા ભારતીય ચૂંટણી પંચ દ્વારા એક ખાસ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૂંટણી પંચે (Election Commission) Voting સાથે જોડાયેલા ખાસ ઘટનાઓ અને આંકડાઓ જાહેર કર્યા છે. તે ઉપરાંત તેમણે Voters નો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
આ વખતે 31 કરોડ મહિલાઓએ Voting કર્યું
ચૂંટણી પંચના મુખ્ય સચિવનો કાવ્યાત્મક અંદાજ દેખાયો
જમ્મુ-કાશ્મીરમાં 4 દશકોની અંદર સૌથી મતદાન
આ વર્ષે ભીષણ ગરમી પડી હોવા છતાં, Voters એ મોટી સંખ્યામાં Voting કર્યું હોવાને કારણે તેમણે તમામ Voters ને ઉભા થઈને તાળીઓના ગળગળાટ સાથે આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે Election Commission ના મુખ્ય સચિવ રાજીવ કુમારે કહ્યું છે કે, આ વખતે અનેક રાજ્યોમાં Voting રેકોડ બ્રેક નોંધાયું છે. તો બીજી તરફ આ વખતે 31 કરોડ મહિલાઓએ Voting કર્યું છે. તો આટલા વર્ષોમાં આ પહેલીવાર થયું છે. તે ઉપરાંત ઘરે બેઠા કરવામાં આવેલા Voting માં પણ રેકોડ બ્રેક આંકડો નોંધાયો છે.
गुलशन की खूबसूरती फूलों से है..
माली की बात कौन करता है!Saluting the Unsung Heroes of the Biggest Celebration of Democracy!🇮🇳
अपनी निस्वार्थ सेवा एवं समर्पित प्रयासों से देश की चुनावी प्रक्रिया को सफ़ल बनाने के लिए सुरक्षा बलों और मतदान कर्मचारियों को कृतज्ञ राष्ट्र का… pic.twitter.com/fE8lsXnjMt
— Ministry of Information and Broadcasting (@MIB_India) June 3, 2024
ચૂંટણી પંચના મુખ્ય સચિવનો કાવ્યાત્મક અંદાજ દેખાયો
ત્યારે આ વખતે 64 કરોડ 20 Voters એ Voting કર્યું હતું. આ આંકડો G7 દેશોના મતદારો કરતાં 1.5 ગણો અને 27 યુરોપીન દેશોના મતદારો કરતાં 2.5 ગણો છે. આ દરમિયાન મુખ્ય Election Commission પણ પોતાની કાવ્યાત્મક શૈલી બતાવી હતી. રાજીવ કુમારે માત્ર મતદારોની જ નહીં પરંતુ સુરક્ષાકર્મીઓની પણ પ્રશંસા કરી અને કહ્યું, કે ગુલશન કી ખુબસુરતી ફૂલો સે હે, માલી કી બાત કોન કરતા હે.... લોકતંત્ર મેં જીત હાર જરૂરી હે, લેકીન તુમ્હારી બાત કોન કરતા હે.....
જમ્મુ-કાશ્મીરમાં 4 દશકોની અંદર સૌથી મતદાન
આ સાથે જ ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની સ્થિતિ અંગે પણ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ વહેલી તકે જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ કરશે. સીઈસીએ કહ્યું કે અમે ટૂંક સમયમાં જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ કરીશું, અમે મતદારોના Voting થી ખૂબ જ ઉત્સાહિત છીએ. તો જમ્મુ-કાશ્મીરમાં 4 દશકોની અંદર સૌથી Voting આશરે 58.58% અને ખીણના પ્રદેશમાં 51.05% Voting નોંધાયું છે.
આ પણ વાંચો: જયરામ રમેશ સામે ECI નું આકરું વલણ, અમિત શાહ સામે કર્યા હતા ગંભીર આક્ષેપ…