Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મેઘાલય : વાદળો સાથે વાતું કરતું રાજ્ય

યુપીએસસીની તૈયારી કરવા આવેલો મેઘાલયનો એક છોકરો સૂનમૂન મેટ્રો સ્ટેશન, દિલ્હીમાં મને મળી ગયેલો. ગુજરાતીમાં 'આવ રે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઉની ઉની રોટલી ને કારેલાનું શાક' ઉક્તિ કે ગીત ગણગણવાનું ઉચિત માનેલું પણ પછી એ ગુજરાતી નહિ સમજે એ વિચારીને, 'Rain Rain Go Away' જેવી પ્રસિદ્ધ અંગ્રેજી રાઈમ સંભળાવી દીધી ! કેવું નહિ ? ગુજરાતના કલ્ચરમાં વરસાદને બોલાવવામાં આવે છે અને પશ્ચિમ સભ્યતામાં આવી રીતે વરસાà
05:23 AM May 10, 2022 IST | Vipul Pandya
યુપીએસસીની તૈયારી કરવા આવેલો મેઘાલયનો એક છોકરો સૂનમૂન મેટ્રો સ્ટેશન, દિલ્હીમાં મને મળી ગયેલો. ગુજરાતીમાં 'આવ રે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઉની ઉની રોટલી ને કારેલાનું શાક' ઉક્તિ કે ગીત ગણગણવાનું ઉચિત માનેલું પણ પછી એ ગુજરાતી નહિ સમજે એ વિચારીને, 'Rain Rain Go Away' જેવી પ્રસિદ્ધ અંગ્રેજી રાઈમ સંભળાવી દીધી ! કેવું નહિ ? ગુજરાતના કલ્ચરમાં વરસાદને બોલાવવામાં આવે છે અને પશ્ચિમ સભ્યતામાં આવી રીતે વરસાદને દૂર રહેવા માટે કેમ કહેવામાં આવતું હશે? મેઘાલય. જ્યાં વરસાદ પડે છે વિશ્વમાં સૌથી વધુ. ફરીથી ઉલ્લેખ કરવો ગમશે. 'વિશ્વમાં સૌથી વધુ'
ઉત્તર પૂર્વમાં ઓછા જાણીતા પણ આગવી સંસ્કૃતિ ધરાવતા મેઘાલયમાં મોંગેલોઇડ પ્રજાતિનો આ છોકરો મારી સાથે એવી જ રીતે વાત કરે છે જાણે મને પરાપૂર્વથી જાણે છે. એમ ટીવી પરની એક સમયની વી.જે શહેનાઝનો વીડિયો જોયો! તેમાં આખા એક ગામની વાત છે જયાં લોકોના નામ શબ્દો વડે બનતા નથી. લખવા પણ મુશ્કેલ છે. નામ ગાઈને બોલવામાં આવે છે! જાણે કોયલનો ટહુકો! દરેકનું નામ કે જે ગીત જેવું છે તે લગભગ સરખું. કોઈ રીતે પ્રોનાઉન્સ કરવું અઘરું! પણ આ બધું સમજાતું નથી. સમજવું પણ કેમ જોઈએ? અમુક વસ્તુ જેમ છે તેમ જ રહેવા દેવી જોઈએ. આપણે બસ નિહાળવી જોઈએ. તેની પવિત્રતા બરકરાર રહે તેમ !
મેઘાલયમાં ફરવું એટલે સંસ્કૃતિ અને પ્રકૃતિ વચ્ચેથી પસાર થવું. ઉત્તર પૂર્વના સ્કોટલેન્ડ ગણાતા આ રાજ્યના લોકો માતૃસત્તાત્મક પરંપરામા વિશ્વાસ કરે છે. એક એવી વ્યવસ્થા જેમાં મહિલાઓ દ્વારા લેવાયેલ નિર્ણયોને મહત્વનું સ્થાન મળે છે અને ત્યાંના લોકોની નામની પાછળ પણ માતાનું નામ લગાડવામાં આવે છે. સંપત્તિની ઉત્તરાધિકારી પણ મહિલાઓ બને છે. ખાસી, જંયતિયા અને ગારો પ્રજાતિના લોકો વંશ વ્યવસ્થામાં પુત્રીઓને પરિવારની સંપત્તિ વિરાસતમાં મળે છે.
મંત્રમુગ્ધ કરી દે તેવો પ્રાકૃતિક નજારો, સપનામાં હોય તેવી સૃષ્ટિ એટલે મેઘાલય. વાદળોનો વિસ્તાર એટલે મેઘાલય. મેઘ નું આલય એટલે મેઘાલય. લીલા અને ગાઢ ઘાસના મેદાનો, પાણીના અખૂટ સ્ત્રોત જેવા ધોધ, કાચ જેવા તળાવો અને નદીઓ, વિશાળ ગુફાઓ મન મોહક છે. ફક્ત મન જ કેમ ? શરીર ને ય ગમે તેવા હોય છે. અહીંયા આવેલું મોલીન્નોંગ એ ભારતનું નહિ પણ એશિયાનું સૌથી ચોખ્ખું ગામ છે. જો કે આ ટેગ ડિસ્કવર ઇન્ડિયા જેવી ખાનગી સંસ્થાએ આપેલ છે પણ તો ય ઉડીને આંખે વળગે તેવી કુદરતી સ્વચ્છતા તો છે જ. આમ તો વિશ્વનું હશે પણ અભ્યાસ ફક્ત એશિયા પૂરતો એટલે હમણાં એવું માની શકાય. અહીંયા લોકોને સફાઈની આદત પેઢીઓ સુધી છે. આવીને આવી. તમે જ્યા સુધી રૂબરૂ મુલાકાત નહિ લો ત્યાં સુધી આ અહેસાસ નહિ મળે, શુદ્ધ હવા અને વાતાવરણની તાજગી, હરિયાળી ધરતીનો. જ્યાં ત્યાં તમને વાંસની ડસ્ટબીન મળી જશે. ટુરિસ્ટ જો કચરો ફેંકે તો ત્યાં ત્વરિત દંડની જોગવાઈ પણ છે.
બાંગ્લાદેશ બોર્ડરની આસપાસ ઘણી બધી નદીઓથી ભારત બાંગલાદેશ બોર્ડર બનતી હોય એવું જોવા મળે છે. હમણાં હમણાં તો કેસર કે જે ફક્ત કાશ્મીરમાં જ ઉગાડવામાં આવતું તે હવે ભારત સરકારે મેઘાલય અને ઉત્તરપૂર્વ રાજ્યોમાં પણ તેની ખેતી શરૂ થાય તેના માટે પ્રયત્નો આદર્યા છે. લુખા નદી હમણાથી ચર્ચામાં છે કારણકે ત્યાં ભયંકર પ્રદૂષણના કારણે તેનો રંગ ઈલેક્ટ્રીક બ્લુ જેવો થઈ ગયેલો અને પાયલોટ સ્વચ્છતા પ્રોજેક્ટથી નદીને ફરી જીવંત કરવામાં આવી. જો કે, ઉદ્યોગ વિસ્તારથી દૂર આવેલા તળાવો અને નદીઓ તો કાયમ એકદમ ક્રિસ્ટલ ક્લિયર જ હોય છે.
જો કે આ બધી વાતથી મેટ્રો ટ્રેનમાં બેસેલા પેલા મેઘાલયના છોકરાને શું લેવા દેવા! પણ એ જરૂર વિચારતો હશે મેઇનલેન્ડ ભારતની ગંદકી વિશે. બળબળતા તાપ અને ટ્રાફિક જામ વિશે. મેઘાલયમાં મોટાભાગના પર્વતમાંથી ઝરણાઓ નસોની જેમ વહે છે જ્યારે ખાચાખચ ભરેલા સીટીમાં લોકોની હૈયા વરાળ અને પ્રદૂષણવાળા ઘૂમાડાઓ વાતાવરણમાં કૈંક ભયાવહ રચના બનાવતા હોય છે. જંગલમાં જતું રહેવું અને મેઘાલય જતું રહેવામાં ફરક છે. બીજી દુનિયા છે. લોકો શાલીન અને સરળ છે. અહીંયા દિલ્હીમાં કદાચ પરીક્ષા પાસ પણ થઈ જશે તો પણ આ છોકરાને મેઘાલય યાદ તો આવશે જ. આમ પણ મેઘાલય એનું ફક્ત વતન નહિ હોય કુદરતનો સાક્ષાત્કાર હશે.
(લેખક ગુજરાત સચિવાલયમાં ક્લાઈમેટ ચેન્જ વિભાગમાં સેક્શન ઓફિસર છે.)
kunalgadhavi08@gmail.com
Tags :
ClimatecloudsGujaratFirstMeghalayastatetalkingtravelingwheather
Next Article