Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તહેવારોની સિઝનમાં ફરવા જવું પડશે મોંઘુ, અમદાવાદ-ગોવાની ટિકિટના ભાવમાં થયો વધારો

કોરોનાના કેસ પર આજે ભારત અંકુશ લગાવવામાં સફળ રહ્યું છે. ત્યારે છેલ્લા 2 વર્ષમાં આ મહામારીના કારણે તહેવારો ફીકા રહ્યા હતા. વળી ઘણા લોકો આ દરમિયાન ફરવા પણ જઇ શક્યા નહોતા. જોકે, હવે મોટી સંખ્યામાં લોકો ફરવા જઇ રહ્યા છે. આગામી સપ્તાહથી તહેવારોની શરૂઆત થઇ રહી છે. ત્યારે આ તહેવારોમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહેલા લોકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. તહેવારોની સીઝન શરૂ થાય એટલે લોકો à
તહેવારોની સિઝનમાં ફરવા જવું પડશે મોંઘુ  અમદાવાદ ગોવાની ટિકિટના ભાવમાં થયો વધારો
કોરોનાના કેસ પર આજે ભારત અંકુશ લગાવવામાં સફળ રહ્યું છે. ત્યારે છેલ્લા 2 વર્ષમાં આ મહામારીના કારણે તહેવારો ફીકા રહ્યા હતા. વળી ઘણા લોકો આ દરમિયાન ફરવા પણ જઇ શક્યા નહોતા. જોકે, હવે મોટી સંખ્યામાં લોકો ફરવા જઇ રહ્યા છે. આગામી સપ્તાહથી તહેવારોની શરૂઆત થઇ રહી છે. ત્યારે આ તહેવારોમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહેલા લોકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. 
તહેવારોની સીઝન શરૂ થાય એટલે લોકો બહાર ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે. ખાસ કરીને ગોવા લોકો સૌથી વધુ જવા માગતા હોય છે. ત્યારે જો તમે પણ રજાઓમાં ગોવા જવા માટે આયોજન કરી રહ્યા હોય તો. આ સમાચાર તમારે જરૂર વાંચવા જોઇએ. ગોવા જવા માગતા લોકોએ સામાન્‍ય દિવસોની સરખામણીએ તહેવારોની સીઝનમાં ડબલ વિમાની ભાડું ચૂંકવવું પડશે. કારણ કે, અમદાવાદ-ગોવાનું વન-વેની ટિકિટનું ભાડું 13 હજારને પાર પહોંચી ગયું છે. અમદાવાદ-ગોવાનું વન-વે વિમાની ભાડું સામાન્‍ય દિવસોમાં 3500 રૂપિયાની આસપાસ હોય છે. પરંતુ 15 ઓગસ્‍ટની રજાઓ દરમિયાન વન-વે ટિકીટ હવે 13 હજારની નજીક પહોંચી છે. 
ગોવાના રીસોર્ટમાં પણ સામાન્‍ય દિવસોની સરખાણીએ 10થી 20 ટકાનું ભાડું વધારે જોવા મળી રહ્યું છે. હાલમાં કોરોનાના કેસ ઓછા છે એટલે અનેક પર્યટન સ્‍થળો હાઉસફૂલ જોવા મળે છે. ત્યારે અમદાવાદ-ગોવાનું એરફેર 15 હજારને પાર થાય તેની પણ સંભાવના છે. જોકે, ફ્લાઈટનું ફ્યૂલ મોધું થયું છે અને સાથે ડોલર મજબુત થતા ફ્લાઈટના ભાડાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ગુજરાતને જોડતી મોટા ભાગની ફ્લાઈટો મોંધી થઈ છે. સાથે સાતમ-આઠમની રજાઓને કારણે ગુજરાતની બાજુમાં રાજસ્થાન બોર્ડર અને ઉદયપુર પર ફુલ બુકિંગ સાથે ડબલ ભાવમાં હોટલના રૂમ ભાડા ચાલી રહ્યાં છે. આગામી દિવાળી સુધી આ જ પ્રમાણે ફ્લાઈટના ભાડામાં વધારો જોવા મળશે.
Advertisement
Tags :
Advertisement

.