Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતના વિન્ડમેને લીધી વિદાય, વિન્ડ ફાર્મમાં દેશ-દુનિયામાં વિખ્યાત

ગુજરાતી રાજકોટના ઉદ્યોગ સાહસિક ગુજરાતી બિઝનેસમેન 64 વર્ષીય તુલસી તંતીનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. રાજકોટની પી.ડી માલવિયા કોલેજમાં તુલસી તંતીએ અભ્યાસ કર્યો હતો. વિન્ડ ફાર્મ ક્ષેત્રે તેમણે સમગ્ર દેશ અને વિદેશમાં ભારતનો ડંકો વગાડ્યો હતો. 27 વર્ષમાં સુઝલોને દેશ અને વિશ્વના 17 દેશોમાં 19 ગીગાવોટ ક્ષમતાના વિન્ડ ફાર્મ ઊભા કર્યા  તંતીએ 1995માં સુઝલોન એનર્જીની સ્થાપના સાથે ભારતમાં
ભારતના વિન્ડમેને લીધી વિદાય  વિન્ડ ફાર્મમાં દેશ દુનિયામાં વિખ્યાત
ગુજરાતી રાજકોટના ઉદ્યોગ સાહસિક ગુજરાતી બિઝનેસમેન 64 વર્ષીય તુલસી તંતીનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. રાજકોટની પી.ડી માલવિયા કોલેજમાં તુલસી તંતીએ અભ્યાસ કર્યો હતો. વિન્ડ ફાર્મ ક્ષેત્રે તેમણે સમગ્ર દેશ અને વિદેશમાં ભારતનો ડંકો વગાડ્યો હતો. 

27 વર્ષમાં સુઝલોને દેશ અને વિશ્વના 17 દેશોમાં 19 ગીગાવોટ ક્ષમતાના વિન્ડ ફાર્મ ઊભા કર્યા 
 તંતીએ 1995માં સુઝલોન એનર્જીની સ્થાપના સાથે ભારતમાં પવન ઊર્જા ક્ષેત્રની પહેલ કરી હતી. 27 વર્ષ પહેલાં પોતાના ટેકસ્ટાઈલ પ્રોજેક્ટમાં વીજળીનો ખર્ચ બચાવવ માટે  તેમણે પવનચક્કી શરૂ કરી હતી. તેમણે સ્થાપેલી સુઝલોન એનર્જી દેશની સૌથી મોટી વિન્ડ એનર્જી કંપની છે. 27 વર્ષમાં સુઝલોને દેશ અને વિશ્વના 17 દેશોમાં 19 ગીગાવોટ ક્ષમતાના વિન્ડ ફાર્મ ઊભા કર્યા છે. સુઝલોન એનર્જી કંપનીના સ્થાપક, ભારતના 'વિન્ડ મેન' તરીકે જાણીતા તુલસી તંતીનું શનિવારે કાર્ડિયાક અરેસ્ટને કારણે 64 વર્ષની વયે નિધન થયું હતું. 1958માં ગુજરાતના રાજકોટમાં જન્મેલા તંતીએ સુઝલોન એનર્જીની સ્થાપના 1995માં કરી હતી.
દેશમાં સૌપ્રથમવાર પવનચક્કી લાવનાર 
દેશમાં સૌ પ્રથમ પવન ઊર્જા માટે ચક્કી લાવીને ગ્રીન એનર્જી બિઝનેસ શરૂ કરનાર સુઝલોન એનર્જી લિમિટેડના ચેરમેન તુલસી તંતીનું શનિવારે સાંજે અવસાન થયું છે. 
કપડા કંપનીઓની ઊર્જાની જરૂરિયાતોને પૂરી કરવા ઊર્જા ઉત્પાદનમાં પગ મૂક્યો
1995માં કપડાનો વ્યવસાય કરનારા તંતીને વીજળીની અછતને કારણે ઉત્પાદનમાં ઘટાડાનો સામનો કરવો પડતો હતો. ત્યાર પછી તેમણે કપડા કંપનીઓની ઊર્જાની જરૂરિયાતોને પૂરી કરવા ઊર્જા ઉત્પાદનમાં પગ મૂક્યો અને સુઝલોનની સ્થાપની કરી. 2001માં કપડાનો બિઝનેસ વેચી નાખ્યો. 2003માં, સુઝલોનને દક્ષિણપશ્ચિમ મિનેસોટામાં 24 ટર્બાઇન સપ્લાય કરવા માટે ડેનમાર એન્ડ એસોસિએટ્સ તરફથી યુએસએમાં તેનો પ્રથમ ઓર્ડર મળ્યો હતો.
ભારતીય રિન્યુએબલ એનર્જીમાં આગળ  વધારવામાં અમૂલ્ય યોગદાન
તંતીએ 1995માં સુઝલોન એનર્જીની સ્થાપના સાથે ભારતમાં પવન ઊર્જા ક્ષેત્રની પહેલ કરી હતી. વૈશ્વિક પડકારો વચ્ચે પણ તેમણે ભારતીય રિન્યુએબલ એનર્જીમાં આગળ વધારવા માટે પ્રયાસ કર્યો. હાલમાં સુઝલોન એનર્જીની માર્કેટ કેપ રૂ. 8,535.90 કરોડ છે. ગયા શુક્રવારે સુઝલોન એનર્જીના સ્ટોકમાં લગભગ 3% તેજી આવી હતી. શેરની કિંમત 8.72 રૂપિયા છે. 6 સપ્ટેમ્બરે શેરનો ભાવ 24.95 રૂપિયા હતો, જે 52 અઠવાડિયાની ઊંચી સપાટીએ છે.
અમદાવાદમાં જ શનિવારે રોડ શો કર્યો હતો
1 ઓક્ટોબરે જ તુલસી તંતી અમદાવાદ આવ્યા હતા અને અહીં તેમણે કંપનીના રૂ. 1,200 કરોડના રાઇટ્સ ઇસ્યુ માટે રોડ શો કર્યો હતો. ત્યારબાદ પત્રકારો સાથે મુલાકાત પણ કરી હતી. તેઓ કેન્દ્ર સરકારના રિન્યુએબલ એનર્જી ટાસ્ક ફોર્સના તેઓ અધ્યક્ષ હતા અને સરકારને આ દિશામાં કામગીરી કરવા માટે સતત માર્ગદર્શન આપતા હતા.  હાલમાં તેઓ 2004માં પુના સ્થાયી થયા હતા. તેમના પરિવારમાં પુત્રી નિધિ અને પુત્ર પ્રણવ છે. પરિવારજનોમાં તેમનો પુત્ર અને પુત્રી અમેરિકામાં સ્થાયી થયાં છે.
કંપની દ્વારા આ દુખદ સમાચારની જાણ કરાઇ 
સુઝલોન દ્વારા એનએસઈ અને બીએસઈને લેટર દ્વારા જાણ કરવામાં આવી છે કે, જેમાં કહેવાયું છે કે  અમને જણાવતાં ખેદ થાય છે કે અમારા સંસ્થાપક અને ચેરમેન-મેનેજિંગ ડાયરેક્ટર અને અમારા પ્રમોટર પૈકીના એક એવા તુલસી તંતીનું અકાળે નિધન થયું છે. 1 ઓક્ટોબરે તેમને કાર્ડિયાક એટેક આવ્યો અને તે જ દિવસે તેમનું નિધન થયું. આ મુશ્કેલ સમયમાં કંપનીને તેના ઉચ્ચ અનુભવી બોર્ડ ઓફ ડિરેક્ટર અને સિનિયર મેનેજમેન્ટનું સમર્થન મળશે. કંપની માટે તંતીના વિઝનને સાકાર કરવા તથા વારસો જાળવવા તેઓ સક્ષમ અને પ્રતિબદ્ધ છે. 
Advertisement
Tags :
Advertisement

.