Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પર્વતો વચ્ચે વાદળો ફાટતા નજરે જોયાં છે? આ વિડીયો જોઇને કહેશો વાહ

કુદરત ઘણીવાર તેના અદ્ભુત નજારોથી આપણને આશ્ચર્યચકિત કરી દે છે કે જોઇને મન ખુશ થઇ જાય. તાજેતરમાં, ક્લાઉડ બર્સ્ટનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં લાઇવ વાદળ ફાટવાનું દ્રશ્ય જોઈ શકાય છે. વિડીયોમાં પહાડોની વચ્ચે આવેલા તળાવમાં વાદળ ફાટતું જોવા મળે છે, જે દરેકને આશ્ચર્યમાં મૂકી દે છે. ચોમાસાની ઋતુ  શરૂ થઈ ગઇ છે. આ ઋતુમાં કુદરત અવારનવાર પોતાનું વિકરાળ સ્વરૂપ દેખાડે છે. તો કà
પર્વતો વચ્ચે વાદળો ફાટતા નજરે જોયાં છે  આ વિડીયો જોઇને કહેશો વાહ
કુદરત ઘણીવાર તેના અદ્ભુત નજારોથી આપણને આશ્ચર્યચકિત કરી દે છે કે જોઇને મન ખુશ થઇ જાય. તાજેતરમાં, ક્લાઉડ બર્સ્ટનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં લાઇવ વાદળ ફાટવાનું દ્રશ્ય જોઈ શકાય છે. 
વિડીયોમાં પહાડોની વચ્ચે આવેલા તળાવમાં વાદળ ફાટતું જોવા મળે છે, જે દરેકને આશ્ચર્યમાં મૂકી દે છે. ચોમાસાની ઋતુ  શરૂ થઈ ગઇ છે. આ ઋતુમાં કુદરત અવારનવાર પોતાનું વિકરાળ સ્વરૂપ દેખાડે છે. તો ક્યાંક નયનરમ્ય નજારોઓ પણ જોવાં મળે છે. હાલમાં જ ઈન્ટરનેટ પર આવા ઘણા વિડીયો જોવા મળે છે.  જેને જોઈને દરેકના હૃદયના ધબકારા થંભી જાય. થોડા દિવસો પહેલા હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ઘણી જગ્યાએ વાદળ ફાટવાના કિસ્સાઓ સામે આવ્યા હતા, જેના કારણે ઘણા પરિવારો બેઘર બન્યા હતા.  ફરી એકવાર વાદળ ફાટવાનો એક વિડીયો  સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
 આ વિડીયો ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. હવામાનશાસ્ત્ર અને લેન્ડસ્કેપનું પરફેક્ટ કોમ્બિનેશન બતાવતો આ વીડિયોને લોકો ખૂબ શેર કરી રહ્યાં છે. વાસ્તવમાં, આ એક ટાઈમ લેપ્સ વીડિયો છે, જેમાં વાદળ ધીમી ગતિએ આગળ વધે છે અને વાદળોની વચ્ચેથી પાણી વરસવા લાગે છે. આ દરમિયાન, તળાવની ટોચ પર પહોંચતા, વાદળ ફાટી જાય છે અને એક સાથે તમામ પાણી પડવા લાગે છે. વીડિયો જોયા બાદ યુઝર્સ અલગ-અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, 'આ જોઈને મને ગૂઝબમ્પ્સ આવી રહ્યા છે.' બીજાએ લખ્યું, 'અમેઝિંગ.' અન્ય યુઝરે લખ્યું, 'વાહ.'
 
Advertisement
Tags :
Advertisement

.