Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં પ્રેમલગ્ન માટે વાલીની મંજૂરી લઇને રાજપૂત ક્ષત્રિય સમાજના ઉપપ્રમુખ નિકુલસિંહ સરવૈયા સાથે વાતચીત

મહેસાણામાં (Mahesana) સરદાર પટેલ સેવાદળ (Sardar Patel Sevedal) દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) ઉપસ્થિતિમાં ચોર્યાસી પાટીદાર સંકુલ ખાતે પાટીદાર સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પાટીદાર બહેન, દીકરીઓ અને મહિલાની મદદ માટે...
રાજ્યમાં પ્રેમલગ્ન માટે વાલીની મંજૂરી લઇને રાજપૂત ક્ષત્રિય સમાજના ઉપપ્રમુખ નિકુલસિંહ સરવૈયા સાથે વાતચીત
મહેસાણામાં (Mahesana) સરદાર પટેલ સેવાદળ (Sardar Patel Sevedal) દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) ઉપસ્થિતિમાં ચોર્યાસી પાટીદાર સંકુલ ખાતે પાટીદાર સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પાટીદાર બહેન, દીકરીઓ અને મહિલાની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીનું નિવેદન
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ રાજ્યમાં પ્રેમલગ્નમાં (Love Marriage) માતા-પિતાની સહમતિ માટેનો નિયમ બનાવવાની સરકાર વિચારણા કરી રહી હોવાના તેમજ બંધારણની મર્યાદામાં રહીને આવી વ્યવસ્થા ગોઠવી શકાય એમ છે કે કેમ તેનો અભ્યાસ કરીશું. તેમ જણાવ્યું હતું.
આ પછી પ્રેમલગ્નમાં (Love Marriage) વાલીની મંજુરી અનિવાર્ય કરવાની ચર્ચાએ વેગ પકડ્યો છે ત્યારે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા વિવિધ સમાજના પ્રમુખો અને અગ્રણી સાથે આ મુદ્દે અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો. આ મુદ્દે ગોહિલવાડના રાજપૂત ક્ષત્રિય સમાજ ના ઉપપ્રમુખ  નિકુલસિંહ સરવૈયા સાથે વાત કરી હતી.
પ્રશ્ન--તમારા માટે પ્રેમ લગ્ન કેમ અટકવા જોઇએ
આજકાલના યુવાનો 20 વર્ષ સુધી મા બાપ સાથે રહેતા હોય અને મા બાપે તેમને મોટા કર્યા હોય અને ઘણી અપક્ષા હોય અને બીજી જ્ઞાતિમાં લગ્ન કરીને ખુબ તકલીફ પડતી હોય છે અને પાછળથી છુટાછેડાના કેસ વધે છે જેથી મારી દ્રષ્ટીએ અટકવા જોઇએ
પ્રશ્ન-- હાલમાં પ્રેમલગ્નનું પ્રમાણ વધી રહ્યું છે જેથી ચિંતાનું કારણ છે, પ્રેમ લગ્નથી શું તકલીફ પડી શકે છે
પ્રેમ લગ્નમાં જ્ઞાતિ બાધ નડતો હોય છે. હિન્દુ હિન્દુ હોય તો પણ જ્ઞાતિ બાધ નડતો હોય છે. અલગ જ્ઞાતિના રિવાજો અલગ હોય છે અને રિત રિવાજો સેટ ના થાય ત્યારે આગળ જતા ઘરમાં પ્રશ્નો વધી શકે છે
પ્રશ્ન- પ્રેમલગ્ન માટે કેમ માતા પિતાની મંજૂરી ફરજિયાત હોવી જોઇએ
કારણ કે માતા પિતાએ  20-22 વર્ષથી ઘણી અપેક્ષા રાખી હોય, ભણાવ્યા ગણાવ્યા હોય અને પોતે એક ટાઇમ ભુખ્યા રહીને પણ બાળકોના ઉછેર માટે ખુબ પ્રયત્નો કર્યા હોય છતાં આવું પગલું ભરે તો મા બાપ માટે આઘાત જેવો પ્રશ્ન ઉભો થાય. મા બાપ કહી ના શકતા હોય પણ મા બાપ માટે વિકટ સ્થિતિ ઉભી થાય છે.
પ્રશ્ન- લવ જેહાદની વાત કરવામાં આવે તો વિધર્મી દ્વારા કેસ વધી રહ્યા છે તો તેને કેવી રીતે અટકાવી શકાય
લવ જેહાદના કેસ વધી રહ્યા છે. તેના માટે જ્ઞાતિના આગેવાનો અને હિન્દુ મુસ્લિમના આગેવાનોએ ખાસ તકેદારી રાખી સંકલન રાખી આ અટકાવવા સંપૂર્ણ પ્રયાસો કરવા જોઇએ.
પ્રશ્ન--સામાજિક સમરસતા વધે, પારિવારીક સંબંધ સારા બને અને સંસ્કાર વધે તે માટે આજની યુવા પેઢીમાં શું કરવું જોઇએ
સારા સંબંધો માટે તે માટે  પ્રેમ લગ્ન ના થાય તેની જગ્યાએ એરેન્જ લગ્ન થાય તે ખુબ સારી વાત છે. ભુતકાળમાં આવા પ્રશ્નોમાં કોઇ પણ પ્રકારના વિવાદ થતા ન હતા. બાળકને પોતાના પરિવારમાંથી આપોઆપ સંસ્કાર મળતા હોય છે અને અભ્યાસ કરતો હોય ત્યારે બાળક ક્યાં ભણે છે, ક્યારે આવે છે, કોની સાથે રહે છે તેનું ધ્યાન રાખવાથી બાળકમાં સંસ્કારોનું સિંચન થઇ શકે છે.
પ્રશ્ન- નવા જમાનામાં દેખાદેખી વધી ગઇ છે, દહેજની કૂરિતી વધી ગઇ છે અને તમારા માટે સારા સમાજમાં ક્યા નિયમો હોવા જોઇએ
આજકાલ સામાન્ય પ્રસંગ હોય, વેવિશાળ હોય કે બેબી શાવર હોય તો પણ લોકો ખુબ ધામધુમથી અને માથે દેવું કરીને પણ કરતા હોય છે. ખરેખ આવું હોવું ના જોઇએ. પોતાની કેપેસિટી કરતા વધારે લઇએ તો પછી વ્યાજના ચક્કરમાં આવી જાય છે. મિલકતો વેચવાનો વારો આવે છે અને પાછળથી બહુ પ્રશ્નો ઉભા થાય છે. દહેજ પ્રથા તો હોવી જ ના જોવી જોઇએ. ખાસ કરીને અમારા ક્ષત્રિય સમાજમાં પહેલા દહેજનું પ્રમાણ વધુ હતું પણ હવે અમે જાગૃત થઇ ગયા છીએ અને દરેક સમાજે ધ્યાન રાખવું જોઇએ અને દહેજપ્રથા સંપૂર્ણપણે નાબૂદ થાય તેવા પ્રયાસ કરવા જોઇએ
નિયમોમાં એવું છે કે મા બાપની આજ્ઞાનું પાલન કરવું જોઇએ. જે રીતે આપણે વડિલોની આજ્ઞા માનતા હોઇએ છીએ. વડિલો પાસે ખુબ જ્ઞાનનો નિચોડ હોય છે અને તેમના અનુભવને આવકારી તેનું પાલન કરવું જોઇએ
પ્રશ્ન--ક્ષત્રિય સમાજમાં સારા સંસ્કાર અને સમરસતા વધે તે માટે તમારા દ્વારા અને તમારી સંસ્થા દ્વારા શું પ્રયાસ કરાય છે. યુવક યુવતીઓ મધરાતે ફરે છે, ડ્રગ્સ-દારુનું ચલણ વધી રહ્યું છે તેને રોકવા શું કરી શકાય
અમારા સમાજમાં રીમેરેજની પ્રથા ન હતી. એ સિવાય એરેન્જ મેરેજ થતા હતા અને લવ મેરેજનું પ્રમામણ નહિંવત છે એકાદ કિસ્સો બન્યો હશે. અમે પહેલેથી જાગૃત છીએ અને આગળ આવું કાંઇ ના થાય તે માટે અમારા સમાજના આગેવાનો પ્રયત્ન કરીશું. યુવક યુવતીઓ મધરાતે ફરે છે તે સહિતના પ્રશ્નોમાં  મોબાઇલ ફોનનું દૂષણ છે અને તેનો ઉપયોગ ખોટી દિશામાં જઇ રહ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.