ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Justice : સુરત અને કલોલમાં દુષ્કર્મનાં કુલ 4 નરાધમોને કોર્ટે ફટકારી દાખલારૂપ સજા

રાજ્યમાં યુવતીઓની છેડતી કરનારા અને તેમને હેરાન-પરેશાન કરનારા ઇસમોની હવે ખેર નહીં. કારણ કે સુરત (Surat) અને કલોલમાંથી (Kalol) ન્યાયનું (Justice) ઉત્તમ ઉદાહરણ સામે આવ્યા છે. સુરતનાં કતારગામમાં (Katargam) યુવતીને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જઈ દુષ્કર્મ આચનારા યુવકને કોર્ટે 20 વર્ષની...
04:04 PM Jul 24, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google

રાજ્યમાં યુવતીઓની છેડતી કરનારા અને તેમને હેરાન-પરેશાન કરનારા ઇસમોની હવે ખેર નહીં. કારણ કે સુરત (Surat) અને કલોલમાંથી (Kalol) ન્યાયનું (Justice) ઉત્તમ ઉદાહરણ સામે આવ્યા છે. સુરતનાં કતારગામમાં (Katargam) યુવતીને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જઈ દુષ્કર્મ આચનારા યુવકને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. જ્યારે કલોલમાં પણ દુષ્કર્મ કેસમાં 3 આરોપીઓને 20 વર્ષની કેદની સજા અને મોટો દંડ ફટકાર્યો છે.

કિશોરીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનારા નરાધમને આકરી સજા

પ્રાપ્ત માહિતી મુજબ, સુરતમાં (Surat) આવેલ કતારગામ વિસ્તારમાં એક કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને નરાધમ યુવક ભગાડી ગયો હતો અને પછી કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે કેસ ચાલી જતાં નામદાર કોર્ટે ( Surat Court) તમામ દલીલો, પુરાવા અને સાક્ષીઓને સંભાળ્યા બાદ આરોપી યુવકને દોષી ઠેરવી પોક્સો એક્ટ અંતર્ગત 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે અને સાથે જ સમાજમાં ન્યાયનો (Justice) એક ઉત્તમ દાખલો બેસાડ્યો છે. દીકરીને ન્યાય મળે તે માટે કેસનાં માત્ર 45 દિવસની અંદર જ ચાર્જશીટ ફાઇલ (Charge Sheet) કરીને પુરાવા એકત્ર કરવાની પોલીસ દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી હતી.

સગીરાને પીંખી નાખારા 3 આરોપીઓને 20 વર્ષની કેદ, દંડ

બીજી એક ઘટના કલોલમાંથી (Kalol) સામે આવી છે. કલોલમાં પણ એક સગીરા સાથે બળજબરીપૂર્વક ત્રણ નરાધમો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ કેસમાં કોર્ટે તમામ સાક્ષી, પુરાવા તપાસી ત્રણેય આરોપીઓને 20 વર્ષની આકરી કેસની સજા ફટકારી છે અને સાથે જ નામદાર કોર્ટે (Kalol Court) આરોપીઓને મસમોટો દંડ પણ ફટકાર્યો છે. આમ, દુષ્કર્મ આચરનારા આરોપીઓને ઘટનાનાં થોડા જ સમયમાં આકરી સજા ફટકારી કોર્ટે અને પોલીસે સરાહનીય કામગીરી કરી છે. સાથે જ સમાજમાં અપરાધીઓને કડક સંદેશ પણ આવ્યો છે.

 

આ પણ વાંચો - TPO મનસુખ સાગઠીયાની કાળી કરતૂતોનો ક્યારે આવશે અંત? અગ્નિકાંડ બાદ હવે મહાજમીનકાંડ આવ્યું સામે

આ પણ વાંચો - BANASKANTHA : પ્રેમ સંબંધનો આવ્યો કરૂણ અંત, ભાઈએ જ ભાઈની કરી હત્યા

આ પણ વાંચો - Girsomanath : બહારના બ્રાહ્મણો પાસે પૂજા કરાવતા ભૂદેવો વિફર્યા....

Tags :
charge sheetCrime NewsGujarat FirstGujarati NewsjusticeKalolKalol CourtKalol PoliceKatargamPOCSO ActRapSuratSurat CourtSurat Police
Next Article