Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Israel Attack On Yemen: ઈઝરાયેલે યમન દેશ પર કર્યો વિનાશકારી ડ્રોનનો વરસાદ

Israel Attack On Yemen: તાજેતરમાં Houthi ઓએ Israel પર એક Drone હુમલો કર્યો હતો. જોકે આ Drone એ Israel ના તેલ અવીવમાં રહેલા અમેરિકન દૂતવાસને નિશાન બનાવ્યું હતું. તે ઉપરાંત આ Drone ને નાકામ કરવામાં Israel's air defense system પણ...
israel attack on yemen  ઈઝરાયેલે યમન દેશ પર કર્યો વિનાશકારી ડ્રોનનો વરસાદ

Israel Attack On Yemen: તાજેતરમાં Houthi ઓએ Israel પર એક Drone હુમલો કર્યો હતો. જોકે આ Drone એ Israel ના તેલ અવીવમાં રહેલા અમેરિકન દૂતવાસને નિશાન બનાવ્યું હતું. તે ઉપરાંત આ Drone ને નાકામ કરવામાં Israel's air defense system પણ અસફળ રહી હતી. ત્યારે આજરોજ વહેલી સવારે Israel આ હુમલાનો જવાબ Yemen ને આપ્યો છે. તો આ હુમલામાં Yemen ના અનેક વિસ્તારોમાં વિસ્ફોટો જોવા મળી રહ્યા છે.

Advertisement

  • Houthi ઓના વિસ્તારમાં એક પછી એક વિસ્ફોટો

  • જડબાતોડ જવાબ આપવાની ચેતવણી આપી હતી

  • શહેરમાં પેટ્રોલ પંપ બંધ કરી દેવામાં આવ્યા છે

તો Houthi એ કરેવા Drone હુમલાનો એક દિવસની અંદર Israel Defense Forces એ વળતો જવાબ આપ્યો છે. ત્યારે ઇઝરાયેલ હવે Yemen ના શહેરોને સતત નિશાન બનાવી રહ્યું છે. Israel ના હુમલા બાદ Houthi ઓના વિસ્તારમાં એક પછી એક વિસ્ફોટો જોવા મળી રહ્યા છે. Houthi સંચાલિત અલ-મસિરાહ ટેલિવિઝનએ પણ હુમલાની પુષ્ટિ કરી છે. એવું જાણવા મળ્યું છે કે Israel એ Yemen ની ઇંધણ સંગ્રહ સુવિધાઓને નિશાન બનાવ્યું છે.

જડબાતોડ જવાબ આપવાની ચેતવણી આપી હતી

Advertisement

Yemen માં આવેલા હોદેદા બંદર પર એક પછી એક હુમલા કરવામાં આવ્યા હતાં. Houthi ના Drone હુમલામાં તેલ અવીવના એક નાગરિકનું મોત થયું હતું. તો Houthi નેતા મોહમ્મદ અબ્દુલસલમે Israel ના હુમલાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે Yemen પર Israel નો હુમલો ક્રૂરતાની ચરમસીમા છે. આ હુમલામાં, Israel એ માત્ર હોડેડાના બંદર પર જ હુમલો કર્યો ન હતો અને ઇંધણ સંગ્રહ સુવિધાઓને નિશાન બનાવી હતી. તો Israel ના આ હુમલામાં એક પાવર પ્લાન્ટ પણ નાશ પામ્યો છે.

શહેરમાં પેટ્રોલ પંપ બંધ કરી દેવામાં આવ્યા છે

જોકે જ્યારે એક દિવસ અગાઉ Houthi એ Drone વડે Israel ના તેલ અવીવમાં એક ઈમારતને નિશાન બનાવી હતી. ત્યારે Israel Defense Forces એ જડબાતોડ જવાબ આપવાની ચેતવણી આપી હતી. જોકે, Israel ના હુમલામાં કેટલા લોકો માર્યા ગયા છે? કેટલો વિનાશ થયો છે? આનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. અહેવાલ આવ્યા છે કે હુમલા બાદ આગ લાગી હતી, જેમાં ઘણા લોકો દાઝી ગયા હતા. એક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં દરિયામાં આગ દેખાઈ રહી છે. તો Yemen માં હુમલા બાદ સમગ્ર શહેરમાં પેટ્રોલ પંપ બંધ કરી દેવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો: Tel Aviv Drone Attack: હુથીઓએ નાકામ કરી બતાવી Drone Attack વડે ઈઝરાયેલ એર સિસ્ટમને

Tags :
Advertisement

.