Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vistara airline flight UK 02: પેરિસથી મુંબઈ જતી વિસ્તારા ફ્લાઈટને બોમ્બની ધમકી મળી, ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું

Vistara airline flight UK 02: આજે ફરી એકવાર મુંબઈ એરપોર્ટ પર બોમ્બ હોવાની ધમકી મળી હતી. 306 લોકોને લઈને ફ્રાન્સની રાજધાની પેરિસથી મુંબઈ આવી રહેલી Vistara Flight માં બોમ્બ હોવાની ધમકી મળી હતી. આ ધમકી બાદ તરત જ વિમાનના આગમન...
vistara airline flight uk 02  પેરિસથી મુંબઈ જતી વિસ્તારા ફ્લાઈટને બોમ્બની ધમકી મળી  ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું

Vistara airline flight UK 02: આજે ફરી એકવાર મુંબઈ એરપોર્ટ પર બોમ્બ હોવાની ધમકી મળી હતી. 306 લોકોને લઈને ફ્રાન્સની રાજધાની પેરિસથી મુંબઈ આવી રહેલી Vistara Flight માં બોમ્બ હોવાની ધમકી મળી હતી. આ ધમકી બાદ તરત જ વિમાનના આગમન પહેલા મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. વિમાન રવિવારે સવારે 10:19 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. હાલ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement

  • ફ્લાઈટમાં લગભગ 12 ક્રૂ મેમ્બર અને 294 મુસાફરો હાજર હતા

  • અમારા મુસાફરોની સુરક્ષા અમારા માટે અત્યંત મહત્વની

  • Flight UK611 ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે સવારે લગભગ 10:08 વાગ્યે પેરિસથી આવી રહેલી Vistara Airlines ની ફ્લાઈટમાં ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સને હાથથી લખેલી એક નોટ મળી હતી. જેમાં બોમ્બને સંલગ્ન માહિતી આપવામાં આવી હતી. આ નોટ Vistara Airlines ના સીરીયલ નંબર UK024 માં મળી આવી હતી. જ્યારે આ માહિતી મળી ત્યારે તે ફ્લાઈટમાં લગભગ 12 ક્રૂ મેમ્બર અને 294 મુસાફરો હાજર હતા.

Advertisement

અમારા મુસાફરોની સુરક્ષા અમારા માટે અત્યંત મહત્વની

વિસ્તારા ફ્લાઈટના એક અધિકારીએ જણાવ્યું છે કે, 2 જૂન, 2024 ના રોજ પેરિસથી મુંબઈ જતી Vistara Flight UK 024 માં સવાર અમારા સ્ટાફે સુરક્ષાને લઈ ખામી જોવા મળી હતી. નિયમોને અનુસરીને અમે તરત જ સંબંધિત અધિકારીઓને જાણ કરી. આ પછી ફ્લાઈટ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ છે અને અમે તમામ સુરક્ષા તપાસ માટે સુરક્ષા એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ. મુસાફરો, ક્રૂ અને એરક્રાફ્ટ સહિત અમારા મુસાફરોની સુરક્ષા અમારા માટે અત્યંત મહત્વની છે.

Flight UK611 ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

નોંધનીય છે કે આ પહેલા પણ Vistara Airlines ને 31 મે 2024ના રોજ શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ, દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી Vistara Flight UK611 ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બોમ્બની ધમકી મળ્યા બાદ સમગ્ર એરપોર્ટ પ્રશાસન એક્શનમાં આવી ગયું અને પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. આ ફ્લાઈટમાં કુલ 177 મુસાફરો હતા.

Advertisement

આ પણ વાંચો: Delhi CM Surrenders: હું દેશ બચાવવા માટે જેલ જઈ રહ્યો છું, Exit Poll ના આંકડાઓ પર વિશ્વાસ કરતા નહીં

Tags :
Advertisement

.