Rupert Murdoch’s fift marriage: 93 વર્ષના મીડિયા જગતના દિગ્ગજ વ્યક્તિએ 67 વર્ષની મહિલા સાથે કર્યા લગ્ન
Rupert Murdoch’s fift marriage: અમેરિકા પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને મીડિયા જગતની દિગ્ગજ વ્યક્તિ Rupert Murdoch એ 93 વર્ષની વયે પાંચમાં વાર લગ્નજીવનની શરુઆત કરી છે. તેમણે લગ્ન નિવૃત્ત મોલેક્યુલર બાયોલોજીસ્ટ Elena Zhukova સાથે કર્યા છે. તો બીજી તરફ Elena Zhukova ની ઉંમર 67 વર્ષ છે. આ બંને લોકોએ કેલિફોર્નિયા વાઇનયાર્ડ અને એસ્ટેટ, મોરાગા ખાતે લગ્ન કર્યા હતા.
Rupert Murdoch એ ગયા વર્ષે જ તેની ચોથી પત્નીને છૂટાછેડા આપી દીધા
ત્રીજા લગ્ન વેન્ડી ડેંગ સાથે વર્ષ 2013 માં સમાપ્ત થયા હતા
ટીવીની દુનિયાના લોકપ્રિય વ્યક્તિ માનવામાં આવે છે
Rupert Murdoch એ યુનાઇટેડ કિંગડમમાં ધ સન અને ટાઇમ્સ અખબારો તેમજ યુએસમાં Fox News અને The Wall Street Journal ના માલિક છે. તેઓ હવે ન્યૂઝ કોર્પોરેશનના અધ્યક્ષ એમેરેટસ છે, જ્યારે તેમના પુત્ર લચલાન સંચાલકીય જવાબદારીઓ સંભાળે છે. તેમની પત્ની વિશે વાત કરીએ તો, 63 વર્ષીય Elena Zhukova નિવૃત્ત મોલેક્યુલર બાયોલોજીસ્ટ છે. Rupert Murdoch એ ગયા વર્ષે જ તેની ચોથી પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. Elena Zhukova સાથે તેનું નામ જોડાયા બાદ તેણે આ નિર્ણય લીધો હતો.
Rupert Murdoch, chairman emeritus of News Corp, marries Elena Zhukova at his California vineyard. Murdoch, 93, and Zhukova, 67, met last year. The marriage is Murdoch’s fifth. Zhukova is Russian oligarch Roman Abramovich's former mother-in-law.https://t.co/3Gz5EpPKFt pic.twitter.com/UhHH9vrL4l
— Kevin Rothrock (@KevinRothrock) June 2, 2024
ત્રીજા લગ્ન વેન્ડી ડેંગ સાથે વર્ષ 2013 માં સમાપ્ત થયા હતા
Rupert Murdoch ને છ બાળકો છે. તેમના પ્રથમ લગ્ન ઓસ્ટ્રેલિયન ફ્લાઇટ એટેન્ડન્ટ પેટ્રિશિયા બુકર સાથે થયા હતા, જેની સાથે તેમણે 1999 માં છુટાછેડા લીધા હતા. તો બીજી પત્ની અન્ના ટોર્વ હતી અને જોકે તે એક પ્રખ્યાત પત્રકાર હતી. તેની સાથે પણ Rupert Murdoch એ છુટાછેડા લીધા હતા. જોકે તેની સાથે તેઓ આશરે 30 વર્ષ સુધી સાથે રહ્યા હતા. Rupert Murdoch ના ત્રીજા લગ્ન વેન્ડી ડેંગ સાથે વર્ષ 2013 માં સમાપ્ત થયા હતા.
આ પણ વાંચો: WHO ની ચેતવણી, કોરોનાથી પણ મોટી મહામારી આપી શકે છે દસ્તક…
ટીવીની દુનિયાના લોકપ્રિય વ્યક્તિ માનવામાં આવે છે
ઓસ્ટ્રેલિયામાં 11 માર્ચ, 1931ના રોજ જન્મેલા Rupert Murdoch એ તેમના મીડિયા કારકીર્દીના સમયમાં The Wall Street Journal, Fox News અને અન્ય વિશ્વ પ્રખ્યાત આઉટલેટ્સના પ્રણેતા ગણવામાં આવે છે. Rupert Murdoch ટીવીની દુનિયાના લોકપ્રિય વ્યક્તિ માનવામાં આવે છે. તેમણે ધ સિમ્પપસન ટીવી સિરિઝમાં પોતાનો અવાજ આપ્યો હતો. તો ફોર્બ્સના જણાવ્યા અનુસાર તેમના પરિવાર પાસે આશકે 20 બિલિયન ડોલર જેટલી સંપત્તિ હશે.
આ પણ વાંચો: બળીને ખાખ થયું Russian President નું મકાન! યુક્રેને કર્યો હુમલો કે પછી…?