Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat First Conclave 2024 : ક્ષત્રિય આંદોલન, નિતિન પટેલ અંગે BJP ઉમેદવાર હરિભાઈ પટેલે શું કહ્યું ?

લોકસભાની ચૂંટણી માહોલ વચ્ચે ગુજરાત ફર્સ્ટ દ્વારા ગુજરાતી મીડિયાનો સૌથી મોટો કૉન્ક્લેવ 'Gujarat First Conclave 2024' મહેસાણા ખાતે યોજાઈ રહ્યો છે, જેમાં મહેસાણા બેઠક પરથી ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ (HariBhai Patel) ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિવિધ મુદ્દાઓ પર ગુજરાત...
gujarat first conclave 2024   ક્ષત્રિય આંદોલન  નિતિન પટેલ અંગે bjp ઉમેદવાર હરિભાઈ પટેલે શું કહ્યું

લોકસભાની ચૂંટણી માહોલ વચ્ચે ગુજરાત ફર્સ્ટ દ્વારા ગુજરાતી મીડિયાનો સૌથી મોટો કૉન્ક્લેવ 'Gujarat First Conclave 2024' મહેસાણા ખાતે યોજાઈ રહ્યો છે, જેમાં મહેસાણા બેઠક પરથી ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ (HariBhai Patel) ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિવિધ મુદ્દાઓ પર ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી હતી. સાથે જ જનતાના સવાલોના જવાબ આપ્યા હતા.

Advertisement

જ્યાં ગયો ત્યાં સારો પ્રતિસાદ મળ્યો : હરિભાઈ પટેલ

'ગુજરાત ફર્સ્ટના કૉન્ક્લેવ શંખનાદ 2024' (Gujarat First Conclave 2024) વિશેષ કાર્યક્રમમાં ભાજપના મહેસાણા લોકસભા ઉમેદવાર હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે, મતવિસ્તારના લગભગ 485 જેટલા ગામડાઓમાં મારો પ્રચાર પૂર્ણ થયો છે. હું જ્યાં પણ મળ્યો ત્યાં લોકોનો સારો પ્રતિસાદ મળ્યો. લોકોમાં જે પ્રેમભાવ જોવા મળી રહ્યો છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને ભાજપની (BJP) સરકાર હેઠળ થયેલ વિકાસકામોના કારણે છે. આથી ફરીવાર લોકો ભાજપને પૂર્ણ સમર્થન આપશે. ભુવાજીના દરબારે ગયા તે અંગેના સવાલનો જવાબ આપતા હરિભાઈએ (HariBhai Patel) કહ્યું કે, ગામ વિસ્તારમાં પ્રચાર કરતી સમયે વિવિધ મંદિરોમાં દર્શન કરવાની તક મને મળી. જેમ ભારત ભ્રમણ કરતી વેળાએ ચારધામ યાત્રાનો લાવો મળે છે તેમ ગામડાઓમાં પ્રચાર કરતી વખતે મને એક ધાર્મિક યાત્રાની અનુભૂતી થઈ તે માટે હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું. આ એક આસ્થાનો વિષય છે.

'BJP ની સરકારમાં ડેમ, તળાવ અને કેનાલનો વિકાસ થયો'

હરીફ ઉમેદવાર રામજી ઠાકોર અંગે તેમણે કહ્યું કે, દરેકની શ્રદ્ધા અને પદ્ધતિ અલગ અલગ હોય છે. હું માત્ર કાર્યકર્તાઓ હતો પણ ભગવાનની કૃપાથી મને આટલી મોટી જવાબદારી મળી છે. મહેસાણામાં (Mehsana) ડેમ, સિંચાઈ સુવિધા અને વીજળી અંગેનો પ્રશ્નો બાબતે હરિભાઈએ કહ્યું કે, બીજેપીની સરકાર હેઠળ મહેસાણા, ઊંઝા સહિતના જિલ્લાઓમાં વિવિધ ડેમ અને કેનાલનો વિકાસ, તળાવ ઊંડા કરવા, ચેક ડેમ બનાવવા સહિતના કામો થયા છે. નર્મદા યોજના અને સુજલામ સુફલામ યોજના (Sujlam Suflam scheme) થકી સરકાર દ્વારા જળસંચય, જળસંગ્રહ માટે કામ કરાઈ રહ્યું છે. ઉપરાંત, હરિભાઈએ સરકારી યોજનાઓ, મહેસાણા જિલ્લાના વિકાસ, ક્ષત્રિય આંદોલન, હરીફ ઉમેદવાર, સ્થાનિક પોલિટિક્સ, પર્યાવરણ સુરક્ષા અને નિતિન પટેલ અંગે નિખાલસ રીતે સંવાદ કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Gujarat First Conclave 2024: ઉ. ગુજરાતની વિકાસગાથા અંગે વિવિધ સેક્ટરના ઉદ્યોગપતિઓએ શું કહ્યું ?

Advertisement

આ પણ વાંચો - Gujarat First Conclave 2024 : જાણો Becharaji ના વિકાસને લઈને કિરીટ પટેલે શું કહ્યું…

આ પણ વાંચો - Gujarat First Conclave 2024 Mehsana : ઉ. ગુજરાતની શૈક્ષણિક-રાજકીય સ્થિતિ અંગે SK યુનિ.ના ચેરમેને કહી આ વાત

Tags :
Advertisement

.