Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Amreli BJP માં 'Thank You' પર બબાલ! પત્ર થકી ભરત સુતરિયાનો નારણ કાછડીયાને સણસણતો જવાબ

અમરેલી ભાજપમાં (Amreli BJP) વારપલટવારની રાજનીતિએ વેગ પકડ્યો છે. સાંસદ નારણ કાછડીયાના પ્રહાર બાદ અમરેલી લોકસભા બેઠકના ભાજપના (BJP) ઉમેદવાર ભરત સુતરિયાનો (Bharat Sutaria) સણસણતો જવાબ આપતો પત્ર વાઇરલ થયો છે. આ પત્રમાં તેમણે નારણ કાછડીયાને (Naran Kachhadiya) અગાઉ ઘણીવાર...
amreli bjp માં  thank you  પર બબાલ  પત્ર થકી ભરત સુતરિયાનો નારણ કાછડીયાને સણસણતો જવાબ

અમરેલી ભાજપમાં (Amreli BJP) વારપલટવારની રાજનીતિએ વેગ પકડ્યો છે. સાંસદ નારણ કાછડીયાના પ્રહાર બાદ અમરેલી લોકસભા બેઠકના ભાજપના (BJP) ઉમેદવાર ભરત સુતરિયાનો (Bharat Sutaria) સણસણતો જવાબ આપતો પત્ર વાઇરલ થયો છે. આ પત્રમાં તેમણે નારણ કાછડીયાને (Naran Kachhadiya) અગાઉ ઘણીવાર આભાર માન્યો હોય એટલે 'Thank You' કહ્યું હતું તેમ જણાવ્યું છે. સાથે જ આડકતરી રીતે આકરા પ્રહાર પણ કર્યા છે. જણાવી દઈએ કે, સાંસદ નારણ કાછડીયાએ ભરત સુતરિયાને ગુજરાતીમાં thank you કહેતા નથી આવડતું તેવું જાહેર મંચ પરથી નિવેદન આપ્યું હતું.

Advertisement

ભરત સુતરીયાનો પત્ર થકી સણસણતો જવાબ

અમરેલી લોકસભા બેઠકના ભાજપના (Amreli BJP) ઉમેદવાર ભરત સુતરિયાનો (Bharat Sutaria) એક પત્ર હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થઈ રહ્યો છે. આ પત્રમાં નારણભાઈ કાછડીયાને સંબોધીને લખ્યું કે, જ્યારે જ્યારે તેમ મને ખૂબ અભિનંદન પાઠવ્યા ત્યારે ત્યારે મેં તેમને 'Thank You' કહેલું. જે તેમને ભુલાઈ ગયેલ હોય તેમ લાગી રહ્યું છે. આથી આ પત્ર થકી આપને ફરી યાદ કરાવવા માંગું છું. આ સાથે ભરત સુતરિયાએ પત્ર થકી કહ્યું કે, 2010 માં લાઠી તાલુકા પંચાયતનો (Lathi Taluka Panchayat) પ્રમુખ બન્યો ત્યારે thank you કહેલું. 2023 માં જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે thank you કહેલું. મારા માર્ગદર્શક રહ્યા એટલીવાર તમને thank you કહ્યું છે. ભાજપના મહામંત્રી બન્યો ત્યારે પણ thank you કહ્યું હતું.

'ફરી એકવાર અને આખરી વાર thank you...'

પત્રમાં ભરત સુતરિયાએ આગળ લખ્યું કે, લોકસભાની ચૂંટણીમાં (Lok Sabha Election) ટિકિટ નરેન્દ્રભાઈ મોદી (PM Narendrabhai Modi), અમિતભાઈ શાહ (Amit Shah), જે.પી.નડ્ડા (JP Nadda) અને પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતું હોય છે. આપ જે આક્ષેપ લગાવો છે તેના પરથી સ્વભાવિક અને સ્પષ્ટ નક્કી થાય છે કે આપ પાર્લામેન્ટરી બોર્ડનું અપમાન કરી રહ્યા છો. નારણભાઇ ટિકિટ કાપવાનું કારણ શું છે ? આપ સત્યથી પરિચિત જ છો જે સત્ય હકીકત છે તે લોકો સુધી પહોંચાડો તેવી આશા છે. આ સાથે ભરત સુતરીયા પત્રમાં લખ્યું કે, ફરી એકવાર અને આખરી વાર thank you...

Advertisement

આ પણ વાંચો - Jeniben Thummar: અમરેલી ભાજપમાં મોટો કકળાટ, નારણ કાછડીયાના નિવેદન બાદ જેનીબેન ઠુંમર આવ્યા મેદાનમાં

Advertisement

આ પણ વાંચો - Amreli : સાંસદ નારણ કાછડીયાએ લગાવ્યો સનસનીખેજ આરોપ

આ પણ વાંચો - Kshatriya Samaj : ઓડિયો ક્લિપ મામલે ઘમાસાણ! PT જાડેજા, પદ્મિની બા અને ભૂપતસિંહ જાડેજાએ કર્યા ખુલાસા!

Tags :
Advertisement

.