RAJKOT ના પાપી મનોજ સાગઠીયાને પોલીસ દ્વારા VVIP સુવિધાઓ!
રાજકોટ : રાજકોટમાં (Rajkot) 27 લોકોને જીવતા ભડથુ કરી નાખનારા TRP ગેમઝોન કાંડમાં (TRP Game Zone) ભારે દબાણ બાદ સરકાર આખરે કડક કાર્યવાહીના નામે ચાર નાના અધિકારીઓની ધરપકડ તો કરી લીધી છે. લોકોના આક્રોશને શાંત કરવા માટે હાલ તપાસ તપાસની ગેમ પણ ચાલુ કરી દીધી છે. કોઇ પણ ચમરબંધીઓને નહીં છોડવા માટેનો પોતાનો વર્ષોથી ચાલ્યો આવતો નિર્ધાર પણ વ્યક્ત કરી દીધો છે. જો કે જે અધિકારીઓની ધરપકડ પણ થઇ છે તે તમામને પોલીસ દ્વારા VIP ટ્રીટમેન્ટ મળી રહી હોવાના બોલતા પુરાવા સામે આવ્યા છે.
ભ્રષ્ટાચારીઓને પોલીસ દ્વારા VVIP ટ્રીટમેન્ટ અપાઇ રહી છે
ભ્રષ્ટાચારી TPO અધિકારી મનોજ સાગઠિયાની પોલીસે ધરપકડ તો કરી લીધી છે પરંતુ પોલીસે ધરપકડ ઓછી અને સેવાનો લાભ લેવા માટે ધરપકડ કરી રહી હોય તેવું વર્તન કરતી જોવા મળી હતી. રાજકોટ પોલીસ ભ્રષ્ટાચારી TPO મનોજ સાગઠિયાને VVIP ટ્રીટમેન્ટ આપે તેના બોલતા પુરાવા જોવા મળ્યા હતા.
સાગઠીયાને હથકડી વગર કોર્ટમાં રજુ કરવામાં આવ્યો
સાગઠીયા સિવાયના અન્ય તમામ આરોપીઓને કોર્ટમાં રજુ કરતા સમયે હાથકડી પહેરાવવામાં આવી હતી. જો કે સાગઠીયાને હથકડી પહેરાવવામાં આવી નહોતી. ત્યારે સવાલ થાય કે અન્ય તમામ આરોપીઓને પહેરાવવામાં આવી તો સાગઠીયાને કેમ હાથકડી પહેરાવવામાં આવી નહોતી.ગેમઝોનના માલિકોએ જે પ્રકારે પોલીસને પૈસા આપ્યાને પોલીસે 27 લોકોને જીવતા ભડથુ થઇ જવા દીધા તે પ્રકારે સાગઠીયાએ પણ પૈસા વેર્યા અને પોલીસ સલામી ભરવા લાગી કે શું?
પોલીસ કસ્ટડીમાં પણ સાગઠીયાને વીવીઆઇપી ટ્રીટમેન્ટનો સુત્રોનો દાવો
સાગઠીયાને પોલીસ કસ્ટડીમાં પણ તમામ પ્રકારની સગવડો આપી રહી હોવાની વાત સુત્રો ગણગણી રહ્યા છે. પોલીસ કસ્ટડીમાં કોઇ આરોપીને કઇ રીતે વીવીઆઇપી ટ્રિટમેન્ટ મળી શકે તે પણ એક મોટો સવાલ છે પરંતુ હાલ તો ટ્રીટમેન્ટ મળી રહી છે તે સત્ય બાબત છે. આ પ્રકારે પોલીસ 27ને જીવતા સળગાવી દેનારા આરોપીઓને દંડ આપશે? ફરી એકવાર મોટા માથા છુટી જશે અને નાના લોકોને સજા આપીને સૌ પોત પોતાના ખીચ્ચા ગરમ કરીને ચાલતી પકડશે તે સૌથી મોટો સવાલ છે. આ 27 લોકોને ન્યાય મળશે કે કેમ તે જ એક મોટો સવાલ છે. આટલો મોટો કાંડ થયા પછી પણ પોલીસનો આત્મા જાગૃત નહીં થયો હોય. તેમને જરા પણ શરમ નહીં આવતી હોય કે આવા જવલ્લે જોવા મળતા કિસ્સાઓમાં ભ્રષ્ટાચારનો ત્યાગ કરીને લોકોને ન્યાય અપાવીએ.